વાસ્તવિકતાને સમજો – ભજ ગોવિન્દમ શ્રુંખલા. વિડીઓ (૨/૬)
बालस्तावत् क्रीडासक्तः, तरुणस्तावत् तरुणीसक्तः।
वृद्धस्तावत् चिन्तामग्नः पारे ब्रह्मणि कोऽपि न लग्नः ॥૭॥બધાં બાળકો ક્રીડામાં વ્યસ્ત છે અને નવજુવાનો ઇન્દ્રિય સંતુષ્ટિમાં સમય વિતાવી રહ્યા છે. ઘરડાં કેવળ ચિંતા કરવામાં વ્યસ્ત છે. કોઈની પણ પાસે એ પરમાત્માનું સ્મરણ કરવાનો વખત નથી.
का ते कांता कस्ते पुत्रः, संसारोऽयं अतीव विचित्रः।
कस्य त्वं कः कुत अयातः तत्त्वं चिन्तय यदिदं भ्रातः ॥૮॥કોણ છે આપણો સાચો સાથી? આપણો પુત્ર કોણ છે? આ ક્ષણ-ભંગુર, નશ્વર અને વિચિત્ર સંસારમાં આપણું અસ્તિત્વ શું છે? આ ધ્યાન આપવાં જેવી વાત છે.
सत्संगत्वे निःसंगत्वं, निःसंगत्वे निर्मोहत्वं।
निर्मोहत्वे निश्चलतत्त्वं निश्चलतत्त्वे जीवन्मुक्तिः ॥૯॥સંત પરમાત્માઓની સાથે ઉઠવા-બેસવાંથી આપણે સાંસારિક વસ્તુઓ તેમ જ બંધનોથી દુર થવા લાગીએ છીએ. આમાં આપણને સુખની પ્રાપ્તિ થાય છે. સર્વ બંધનોમાંથી મુક્ત થઇને જ આપણે તે પરમ જ્ઞાનની પ્રાપ્તિ કરી શકીએ છીએ.
वयसि गते कः कामविकारः शुष्के नीरे कः कासारः।
क्षीणे वित्ते कः परिवारो ज्ञाते तत्त्वे कः संसारः ॥૧૦॥જો આપણું શરીર કે મસ્તિષ્ક સ્વસ્થ ન હોય તો આપણને શારીરિક સુખની પ્રાપ્તિ નથી થતી. એ તળાવ, તળાવ નથી રહેતું જો તેમાં પાણી ન હોય. જે રીતે ધન વિખરાઈ જવાથી પૂરો પરિવાર વિખરાઈ જાય છે, તેમ જ્ઞાનની પ્રાપ્તિ થતાં જ આપણે આ વિચિત્ર સંસારના સર્વ બંધનોથી મુક્ત થઇ જઈએ છીએ.
मा कुरु धन-जन-यौवन-गर्वं, हरति निमेषात्कालः सर्वम्।
मायामयमिदमखिलं हित्वा ब्रह्म पदं त्वं प्रविश विदित्वा ॥૧૧॥આપણા મિત્રો, આ ધન દોલત, આપણી સુંદરતા તેમ જ આપણું અભિમાન બધું એક દિવસ માટીમાં ભળી જશે. કશું પણ અમર નથી. આ સંસાર જુઠ અને કલ્પનાઓનો ભ્રમ છે. આપણે હંમેશા પરમ જ્ઞાન પ્રાપ્ત કરવાની કામના કરવી જોઈએ.
હિન્દીમાં પ્રવચન સાંભળવા માટે નીચે ક્લિક કરો.
ભાગ – ૩ આવતાં અંકે
શાંતિ.
સ્વામી