ॐ સ્વામી

ભયનો સ્રોત

જેવી રીતે છોડનો સ્રોત તેનું બીજ હોય છે, તેમ આપણા ભયનું પણ એક સ્રોત હોય છે. આપણા ઘભરાટ, ડર અને ભીતિનું પણ સ્રોત હોય છે, અને આપણે સ્રોત સુધી તો પહોંચવું જ જોઈએ.

પેમા ચોન્દ્રનના When Things Fall Apart નામના પુસ્તકમાં તેમના ગુરુ તૃન્ગપા રિન્પોચે – જે એક બિન્દાસ્ત તેમજ વિવાદાસ્પદ પરંતુ ખુબ જ પારદર્શી તેમજ સાચા વ્યક્તિ છે – તેમનાં એક રસપ્રદ પ્રસંગની વાત છે. એક યુવાને તેમને પૂછ્યું કે તેમને પોતાને કોઈ ડર છે કે કેમ? રિન્પોચે જવાબમાં કહ્યું કે તેમની સંન્યાસીની તાલીમના એક ભાગ રૂપે તેમને એવી ડરામણી જગ્યાઓએ જેમકે સ્મશાનમાં જવાનું થતું કે પછી એવી-એવી બાબતો ઉપર ચિંતન કરવું પડતું કે જે તેમને ન ગમતી હોય. પુસ્તકમાં આ મુજબનું વર્ણન છે: પછી તેમને એક વાત કરી કે જેમાં તેમને…read more

નિર્ભયતાનું બીજ

સારા માતાપિતા બનીને એક બાળકને સત્યનિષ્ઠ અને નિર્ભય બનાવી શકાય છે.

સમય હતો મેં ૧૯૮૬, હું ત્યારે સાડા છ વર્ષનો હતો અને હમણાં જ બીજા ધોરણમાં આવ્યો હતો. ભણવાનું ખુબ જ નીરસ હતું. બધાં તાસ એક જ વર્ગશિક્ષક દ્વારા લેવાતા હતાં. દરરોજ, બધાં જ વિષયનું, અમે જે નિશાળમાં ભણ્યા હોઈએ, તે જ વસ્તુનું ઘરે જઈને મારે પુનરાવર્તન કરવાનું રહેતું. આ હોમવર્ક હતું. રોજેરોજ. ઉદાહરણ તરીકે, જો મેં નિશાળમાં પાંચ દાખલા ગણ્યાં હોય અને અંગ્રેજીનાં ચાર વાક્યો લખ્યા હોય, તો ઘરે આવીને મારે તે જ વસ્તુને ફરીથી લખવાની રહેતી. આવું મેં થોડા અઠવાડિયા સુધી તો કર્યું પણ પછી તો એમાંથી બિલકુલ રસ…read more

ભયનું મારણ

જયારે ભયનું તોફાન ઉગ્ર સ્વરૂપ ધારણ કરે, ત્યારે શાંત અને હકારાત્મક રહેવાનો એક રસ્તો છે. આ રહ્યો તે.

આપણને બધાંને ભય લાગતો હોય છે. ભવિષ્યમાં શું થશે તેનો ડર, કબાટમાં છુપાયેલ હાડપિંજરનો ડર, બીજા કે આપણે નિષ્ફળ થઈશું તેનો ડર વિગેરે. આપણને એ બાબતનો પણ ભય લાગતો હોય છે કે આપણો મોટામાં મોટો ડર સાચો પડશે તો! આપણી મોટાભાગની ચિંતાઓ આવાં અનેક ભયમાંથી આવતી હોય છે. આપણે સ્વ-મદદ માટેનાં પુસ્તકો કે જે એવું કહેતાં હોય “ચિંતા ન કરશો” અથવા “હકારાત્મક બનો” તે પણ વાંચતા હોઈએ છીએ. પરંતુ, મોટાભાગે તે કામ નથી કરતાં, દરેક વખતે તો નહિ જ. કોઈએ મને એક દિવસે પૂછ્યું હતું, “તમારા ભયથી ઉપર ઉઠવાનો કોઈ…read more

સૌથી મોટામાં મોટો ભય

અજાણ્યાપણાના ભય કે પછી મૃત્યુનો ભય, કશું ગુમાવી બેસવાના કે પછી નિષ્ફળતાના ભયની પણ પેલે પાર એક બીજો ભય રહેલો હોય છે. તે છે સૌથી મોટામાં મોટો ભય. જાણવા માટે વાંચતા રહો.

“હું જયારે પણ બોક્સિંગ રીંગમાં ઉતરું ત્યારે મને ભય લાગતો હોય છે, પરંતુ ભયની સાથે આ રીતે જ કામ લેવાનું હોય છે. તમારે ફક્ત એટલું જ કરવાનું છે કે તમારા પગને બરાબર જમીન ઉપર ખોડો, અને તમારું મોઢું બરાબરનું કચકચાવો અને બોલો, ‘ચલ, જઈએ.’ ” આ શબ્દો છે માઇક ટાયસનના. ટુકમાં તેનો સાર કહેવો હોય તો એ જ છે કે: ‘ચલ જઈએ.’ ભયનું સૌથી મોટું મારણ હોય તો એ છે ભયભીત થવા કરતાં કાર્યાન્વિત થઇ જવું. તમે જો આજુબાજુ નજર કરશો તો તમને જણાશે કે મોટાભાગનાં લોકો તેમનું સમગ્ર જીવન…read more

મૃત્યુનો ભય

જળ બાષ્પીભવન થઇ વરસાદ બની પાછું આવે છે, કુદરતની રમત હંમેશા ચાલુ જ રહેતી હોય છે. કુદરતનાં ખોળે રહેલી દરેક વસ્તું સાશ્વત છે. તે ફક્ત રૂપાંતર પામતી હોય છે.

દરેક માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિને આ ભય હોય છે – મૃત્યુનો ભય. હું તેને બે ભાગમાં વહેચીશ: એક તુરંત થતાં ખતરાથી ભય અને દૂરનાં ભવિષ્યમાં જીવનને ખોવાનો ભય. આ બીજા પ્રકારનાં મૂળમાં રહેલો ભય એ ફક્ત શાશ્વત રીતે અનિવાર્ય એવાં મૃત્યુનો જ ભય નથી હોતો, પરંતુ જીવનનો અંત ઈચ્છિત રીતે ન આવે તો શું થશે તેનો ભય રહેલો હોય છે. સાચો ડર છે જીવનભર જે બધું કમાયું તે ખોવાનો, તમારા સંબધો, તમારી સંપત્તિ, અને સૌથી મહત્વનો ડર છે પોતાની જાતને ખોઈ દેવાનો. મોટેભાગે કોઈપણને સૌથી વધુ લાગણી પોતાની જાત સાથે…read more