તમારા કર્મોનું વિશ્લેષણ કરો – ભજ ગોવિન્દમ શ્રુંખલા. વિડીઓ (૩/૬)

આ ત્રીજું વ્યાખ્યાન છે –

दिनमपि रजनी सायं प्रातः शिशिरवसन्तौ पुनरायातः।
कालः क्रीडति गच्छत्यायुः तदपि न मुञ्चति आशावायुः ॥૧૨॥

સમયનું વિતવું અને ઋતુઓનું બદલવું એ તો સંસારનો નિયમ છે. કોઈ પણ વ્યક્તિ અમર નથી. મૃત્યુની સામે સૌ કોઈને ઝૂકવું પડે છે. તેમ છતાં આપણે મોહ માયાનાં બંધનોમાંથી સ્વયંને મુક્ત નથી કરી શકતા.

का ते कान्ता धनगतचिन्ता वातुल किं तव नास्ति नियन्ता।
त्रिजगति सज्जन संगतिरेका भवति भवार्णवतरणे नौका ॥૧૩॥

સાંસારિક મોહ, માયા, ધન અને સ્ત્રીનાં બંધનોમાં ફસાઈને અને વ્યર્થ ચિંતાઓ કરીને આપણને કશું પ્રાપ્ત નથી થવાનું. શા માટે આપણે પોતની જાતને આ બધી ચિંતાઓથી ઘેરાયેલી રાખીએ છીએ? શા માટે આપણે મહાત્માઓથી પ્રેરણા લઈને એમને દર્શાવેલા માર્ગ પર નથી ચાલતાં? સંત મહાત્માઓ સાથે જોડાઈને અથવા તો એમને આપેલાં ઉપદેશોનું પાલન કરીને જ આપણે આ સાંસારિક બંધનો તેમજ વ્યર્થ ચિંતાઓથી મુક્ત થઇ શકીએ છીએ.

जटिलो मुण्डी लुञ्चित केशः काषायाम्बर-बहुकृतवेषः।
पश्यन्नपि च न पश्यति मूढः उदरनिमित्तं बहुकृत शोकः ॥૧૪॥

આ સંસારનો હર કોઈ વ્યક્તિ, પછી એ દેખાવમાં ભલે ને ગમે તેવો લાગતો હોય કે પછી કોઈ પણ રંગનું વસ્ત્ર ધારણ કરતો હોય, તે નિરંતર કર્મ કરતો રહેતો હોય છે. કેમ? કેવળ રોજી રોટી કમાવા માટે. તો પણ ખબર નહિ કેમ આપણે બધું જાણીને પણ અજાણ્યા બની રહેતાં હોઈએ છીએ.

अङ्गं गलितं पलितं मुण्डं दशन विहीनं जातं तुण्डम्।
वृद्धो याति गृहीत्वा दण्डं तदपि न मुञ्चति आशापिण्डम् ॥૧૫॥

જે વ્યક્તિનું શરીર જવાબ દઈ ચુક્યું હોય, જેનાં શરીરમાં ફક્ત પ્રાણ નામ માત્રના બચ્યા હોય, જે વ્યક્તિ સહારા કે ટેકા વગર એક ડગલું પણ ચાલી શકે તેમ નથી હોતો છતાં પણ તે વ્યક્તિ સાંસારિક મોહ માયામાંથી સ્વયંને છોડવા માટે અસમર્થ રહ્યો છે.

अग्रे वह्निः पृष्ठेभानुः रात्रौ चिबुक-समर्पित-जानुः।
करतलभिक्षा तरुतलवासः तदपि न मुञ्चति आशापाशः ॥૧૬॥

સમય નિરંતર ચાલતો રહ્યો છે. એને ન તો કોઈ રોકી શક્યું છે કે ન કોઈ રોકી શકશે. ફક્ત પોતાનાં શરીરને કષ્ટ આપ્યા કરવાથી કે કોઈ જંગલમાં એકલા રહીને કઠોર તપસ્યા કર્યા કરવાથી કઈ આપણને મોક્ષની પ્રાપ્તિ નથી થવાની.

હિન્દીમાં પ્રવચન સાંભળવા માટે નીચે ક્લિક કરો.

ભાગ – ૪ આવતાં અંકે…

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook0Tweet about this on TwitterShare on LinkedIn0Google+0Email to someone