સ્વપ્ન જોવાનો અધિકાર
એક સ્વપ્નને સાકાર કરવા માટે શેની જરૂર પડતી હોય છે? આ રહી એક પ્રેરણાદાયી સત્ય જીવન કથા.
આ એક જબરી લાગણી હતી, એવી કે જેમાં હું એકદમ સ્તબ્ધ થઇ ગયો હતો અને લગભગ તે ક્ષણે મને સમાધિમાં મોકલી દીધો હતો. ગયા મહીને, ૧૯મી ડિસેમ્બરના દિવસે, મને ૧૦,૦૦૦થી પણ વધુ બાળકો સમક્ષ એક વિશાળ કક્ષમાં ઉપસ્થિત રહેવાનું સન્માન મળ્યું. આ અત્યાર સુધીમાં મેં સંબોધેલી સૌથી મોટી સભા હતી. અને ના, આ કોઈ વિશાળ સભાગણ નહોતો કે જેના લીધે મારી આંખો ભરાઈ આવી હોય. અને એ પણ નહિ કે જયારે હું તેમાં પ્રવેશ્યો ત્યારે આ બાળકોએ મારા માટે તાળીઓનો ગડગડાટ કરીને મારું સ્વાગત કર્યું હતું. કારણ તો બિલકુલ જુદું…read more