ॐ સ્વામી

અસ્થાયિત્વ

જે કશાનો પણ અનુભવ થઇ શકે, તે કાયમ નથી રહેતું. વાદળો, ચંદ્ર, તારાઓ, આપણો ગ્રહ, દરેકવસ્તુ સતત બદલતી રહે છે.

કોઈ વખત, મને વિચાર આવે છે કે આપણે બધા તકલીફો પ્રત્યે આટલાં અનિચ્છુક કેમ હોઈએ છીએ? એ દરેક બાબત કે જે આપણી અપેક્ષાઓ મુજબની ન હોય, તો તેને આપણે દુઃખ કે તકલીફનું નામ આપી દઈએ છીએ. પછી તે કદાચ સંતાપી વ્યક્તિ, પરિસ્થિતિ કે પ્રશ્ન કેમ ન હોય, જે કઈ પણ આપણને છંછેડે તે આપણું અપ્રિય બની જાય છે. તે પણ ખુબ જ જલ્દીથી. આપણે તેનાંથી દુર થઇ જવા માંગીએ છીએ. મને નથી લાગતું કે આ પ્રશ્ન કોઈ અપેક્ષાઓનો હોય, જેમ કે, આપણી અપેક્ષાઓ તો આપણી પ્રગતીનાં મૂળમાં રહેલી હોય છે…read more

હું જ શા માટે?

સારા લોકોને કેમ ભોગવવું પડતું હોય છે? અથવા તો તમે જે તકલીફને લાયક ન હોવ તેમાંથી તમારે કેમ પસાર થવું પડતું હોય છે?

હું જ શા માટે? મને હજી સુધી કોઈ એવું મળ્યું નથી કે જેણે આ સવાલ પોતાના જીવનમાં ક્યારેય કર્યો ન હોય. મારી પાસે જેટલા પણ લોકો પોતાની દુઃખભરી દાસ્તાન લઇને આવે છે તેઓ કહેતા હોય છે, “મારી સાથે જ આવું કેમ થાય છે?” આ એક કુદરતી સવાલ છે; આપણે બધાએ આ બાબત પર વિચાર કરેલો છે. ચાલો હું તમને એક વાર્તા કહું. આર્થર એશ (૧૯૪૩ – ૯૩) એક અસામાન્ય ટેનીસ રમતવીર હતો જે ભરપુર આશાવાન હતો. ૩૩ કરિયર ટાયટલ સાથે કે જેમાં ૩ ગ્રાન્ડ સ્લામ સામેલ હતા, તે પોતે ૧૯૬૮માં…read more

જીવનનાં ચાર સત્યો

આ રહ્યાં માનવ અસ્તિત્વનાં ચાર સત્યોનું મારું વૃતાંત

“હું ભગવાન પાસેથી ફક્ત એક વસ્તુ ઈચ્છું છું,” એક યુવાન છોકરીએ કહ્યું. “માફી. માફી સિવાય હું બીજું કશું ઇચ્છતી નથી.” “મારા પિતા HIV પોઝીટીવ હતાં અને તેમનાં અંતિમ દિવસો અત્યંત પીડાદાયી હતાં,” તેને બોલવાનું ચાલુ રાખતાં કહ્યું. “તેઓ હલનચ-ચલન પણ નહોતા કરી શકતાં અને સતત તેમને કોઈ બીજાની કાળજી લેવી પડતી હતી. મારા મનમાં તેમનાં પ્રત્યે એટલી બધી ધ્રુણા પેદા થઇ ગઈ હતી કે મેં તેમની બિલકુલ અવગણના કરી દીધી હતી. મારી માં પરિવારમાં એકમાત્ર કમાતી વ્યક્તિ હતી અને માટે તે પણ આખો દિવસ પાસે રહી શકતી નહોતી. હું મારા…read more

A Million Thoughts

A Million Thoughts એ મારું ધ્યાન ઉપરનું મારું વિસ્તૃત લેખનકાર્ય છે. તમારા માટે એક સર્વશ્રેષ્ઠ પુસ્તક.

તે સમય હતો ફેબ્રુઆરી ૨૦૧૧નાં અંતિમ દિવસોનો. હિમાલયનાં જંગલમાં દસહજાર ફૂટની ઉંચાઈએ મારી ઝુપડીનાં છાપરા પર બરફનાં હિમકણો લટકી રહ્યાં હતાં, હું એક સઘન ધ્યાનમાં બેઠેલો હતો. શરીર અને મનની સ્થિરતામાં દસ કલાક એવી રીતે પસાર થઇ ગયા હતાં જેવી રીતે રાતનું સવાર થઇ જાય. ચંદ્રનું એક શીતળ કિરણ મારી સામે દોરેલાં શ્રી યંત્ર ઉપર પડ્યું. આ યંત્ર એ કુંડલિની કે જગન્માતાનું એક ભૌમિતિક પ્રતિનિધિત્વ હતું, અને એ વખતે જે સાધના હું કરી રહ્યો હતો તેનું એક ખુબ જ અભિન્ન અંગ હતું. ઝુપડીમાં, અનેક તિરાડો અને કાણા હતાં કે જેમાંથી…read more

પ્રકૃતિ અને આપણે

કોઈ પણ વ્યક્તિ પોતાના સ્વપ્ન સાકાર કરવા માટે પ્રકૃતિની મહાન શક્તિનો ઉપયોગ કરી શકે છે. પરંતુ, પ્રકૃતિ સાથે કામ કરતા પહેલાં તમારે તેની સાથે સાયુજ્ય સાધવું પડશે.

હું જ શા માટે? આ પ્રશ્ન ઘણા લોકોને જીવનમાં ક્યારેક ને ક્યારેક તો થતો જ હોય છે, કેટલાક એનાથી  હારી જાય છે, તો કેટલાક હાર માની લે છે. તમે બધાએ એ પણ જોયું હશે કે ઘણી વખત સારા માણસો સાથે બહુ ખરાબ વાતો બનતી હોય છે અને ખરાબ માણસો સમૃદ્ધિવાળું જીવન જીવતા હોય છે. એ જોવું પણ અસામાન્ય નથી કે જેઓ પોતાના સ્વાસ્થ્યની ખૂબ કાળજી રાખતા હોય, તેને જ ભયાનક બિમારીથી પીડાવું પડે. તો ઘણી વાર એ પણ જોવા મળે છે કે જેઓ પોતાના શરીરનો દરેક રીતે દુરુપયોગ કરે છે,…read more