ॐ સ્વામી

Eat That Frog

ચાલો તમારી સક્ષમતાના ચાર સ્તરો તેમજ તમારા સમયના સંચાલન ઉપર આજે થોડો વિચાર કરીએ.

માર્ક ટ્વેઇને એક વખત કહ્યું હતું, “સવારમાં સૌથી પહેલા એક જીવતો દેડકો ખાઈ જાવ અને દિવસ દરમ્યાન તમારી સાથે કશું પણ ખોટું નહિ થાય.” જો કે એ વિવાદાસ્પદ છે કે ખરેખર તેમને એવું કશું કહ્યું હતું કે કેમ. છતાં પણ જો તમે તેમની આ દેડકો ખાવાની વાતનું જે કોઈ કલ્પના ચિત્ર બને તેની પેલે પાર જઈને વિચારો, તો તમને જણાશે કે તેમની આ નાનકડી સલાહ તો ખુબ જ અમુલ્ય છે. બ્રાયન ટ્રેસી તેમના પુસ્તક, Eat That Frog, માં આ જાણીતી કહેવત ઉપર વિસ્તારપૂર્વક વાત કરે છે. તમારો “ફ્રોગ-દેડકો” એટલે તમારું…read more

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email

નિરામય સ્વાસ્થ્યનાં બે આધાર સ્થંભ

તમે પૂછ્યું કે હું શું ખાઉં છું અને કેવી કસરત કરું છું, તો મેં આજે એના ઉપર જ લખ્યું છે.

થોડાં દિવસો પહેલા, સૌરભ આનંદ નામના એક વાંચકે, બ્લેક લોટસ એપમાં સ્વામીનાર ઉપર એક સવાલ કર્યો હતો. બ્લેક લોટસના આ વિભાગમાં બ્લેક લોટસ એપ વાપરનાર કોઈપણ મને સવાલ કરી શકે છે, અને મારો પ્રત્યુત્તર પણ આ એપમાં જ વાંચી શકે છે. સૌરભે લખ્યુંહતું કે: તમારી રોજીંદા નિત્યક્રમમાં તમે જે કસરત/યોગાસન  તેમજ કયો આહાર લો છો તેના વિશે વિગતવાર જણાવી શકશો, કે જેથી કરીને અમે પણ અમારું શરીર તમારી જેમ જ સુડોળ અને નિરામય રાખી શકીએ? હવે, આ પ્રશંસા કરનારો સવાલ છે કેમકે મારું શરીર કઈ હરક્યુલસ કે કોઈ પ્રાચીન ગ્રીક…read more

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email

ભલાઈથી પડતો ફરક

પ્રસ્તુત છે એક સુંદર વાર્તા જે તમને વિચારતા કરી મુકશે...

મંત્રીગણ પોતાના રાજા કૃષ્ણદેવરાયના પરાક્રમોનો મહિમા ગાઈ રહ્યાં હતાં, કે જે વિજયનગરના સમ્રાટ હતા. રાજાની છાતી આનંદ અને ગૌરવથી ગજગજ ફુલાતી હતી. અંતે, એ તેની કુશળ રાજનીતિ હતી કે જેના પ્રતાપે તેમની જેલો લગભગ ખાલી જ રહેતી હતી, તેમના અનાજ તેમજ ધનના કોઠારો ભરપુર હતા અને નાગરિકો પોતાનો કર નિયમિત ભરી રહ્યા હતા. “કારણકે હું પોતે એક હૃદયથી પ્રેમાળ, સીધો અને પ્રામાણિક વ્યક્તિ છું,” રાજાએ કહ્યું, “કુદરતી રીતે જ મારી પ્રજા પણ મારા જેવી જ છે.” દરબારમાં બેઠેલા મંત્રીઓ આ વાતથી સહમત હતા અને માટે તેઓએ પોતાના રાજાના ગુણો વિશે…read more

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email

તમારું જીવનધ્યેય

જો મારા બ્લોગ ઉપર તમારે કોઈ એક જ લેખ વાંચવાનો હોય, તો આ વાંચજો.

કદાચ છેલ્લાં આઠ વર્ષ સુધી લખેલા લેખોમાં આજનો આ લેખ સૌથી મહત્વનો છે. તમે તેને એક ઘોષણા તરીકે, એક એકરાર તરીકે કે પછી સહજ બીજા લખાણ તરીકે પણ જોઈ શકો છો. ગમે તે હોય, પણ તેમાં તમારા માટે આજે ચોક્કસ કશુંક છે. આટલા વર્ષોમાં, હું હજારો લોકોને મળ્યો છું. કોઈ મેળાવડા કે ટોળામાં નહી, પરંતુ વ્યક્તિગત રીતે. વાસ્તવમાં પુસ્તકો (અને આ બ્લોગ ઉપર લેખ) લખ્યા સિવાય બીજું ફક્ત મેં એ એક જ કામ કર્યું છે: દરેક પ્રકારનો અનુભવ કરી રહેલા લોકોને મળવાનું. જો દરેક આધ્યાત્મિક સવાલ એ કોફીનું એક બીજ…read more

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email

જે ફક્ત પ્રેમ જ કરી શકે…

અત્રે પ્રસ્તુત છે એક સુંદર સત્ય કથા જે તમને પ્રેમ વિશે વિચારતાં કરી મુકશે...

પ્રેમ, એ શ્રદ્ધાની જેમ, કોઈ પણ તર્કથી પરે હોય છે. એ ફક્ત પ્રેમ જ હોય છે કે જે આપણને આપણો વિકાસ કરવાં માટે, બદલવા માટે અને અશક્યને શક્ય કરવાં માટે ફરજ પાડતો હોય છે. મને એ બાબતની તો ખબર નથી કે શ્રદ્ધા પર્વતને પણ ખસેડી શકે કે કેમ પણ એ બાબતમાં તો હું નિ:સંદેહ છું કે જો પ્રેમનો પ્રવાહ તમારા હૃદયમાંથી સતત ધસમસતો રહે તો તમે સમગ્ર બ્રહ્માંડને પણ ચોક્કસ હલાવી શકો તેમ છો. કઠોપનિષદમાં આવતી નચિકેતાની વાર્તા કે મહાભારતમાં આવતી સાવિત્રીની વાર્તા એ માનવશક્તિની ક્ષમતાની સાબિતી નહિ તો એક…read more

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email