ॐ સ્વામી

હકારાત્મક રહેવાનું રહસ્ય.

સરળતા એ હકારાત્મકતાનું બીજ છે જે વાસ્તવિકતાની ધરતી પર ઉગતું હોય છે.

હકારાત્મક કેવી રીતે બનવું? મને આ સવાલ અનેકવાર પૂછવામાં આવતો હોય છે. અને જયારે પણ લોકો એવું પૂછતાં હોય છે કે તેઓ હકારાત્મક બની રહેવા ઈચ્છે છે, ત્યારે ખરેખર તો તેવું એવું કહેતા હોય છે કે તેઓ દરેક સંજોગોમાં ખુશ અને આશાવાન કેવી રીતે રહી શકે? કે પોતે મુશ્કેલીનાં સમયમાં હતાશ કે ગુસ્સે થવા નથી માંગતા, કે ગમે તેમ કરીને, શાંતિથી કેવી રીતે રહી શકે. સત્ય તો એ છે કે જીવન એક કડી મહેનત સમાન છે અને તેમાં હકારાત્મક બની રહેવા માટેનો કોઈ એકમાત્ર સરળ માર્ગ હોય એવું નથી. જો…read more

A Million Thoughts

A Million Thoughts એ મારું ધ્યાન ઉપરનું મારું વિસ્તૃત લેખનકાર્ય છે. તમારા માટે એક સર્વશ્રેષ્ઠ પુસ્તક.

તે સમય હતો ફેબ્રુઆરી ૨૦૧૧નાં અંતિમ દિવસોનો. હિમાલયનાં જંગલમાં દસહજાર ફૂટની ઉંચાઈએ મારી ઝુપડીનાં છાપરા પર બરફનાં હિમકણો લટકી રહ્યાં હતાં, હું એક સઘન ધ્યાનમાં બેઠેલો હતો. શરીર અને મનની સ્થિરતામાં દસ કલાક એવી રીતે પસાર થઇ ગયા હતાં જેવી રીતે રાતનું સવાર થઇ જાય. ચંદ્રનું એક શીતળ કિરણ મારી સામે દોરેલાં શ્રી યંત્ર ઉપર પડ્યું. આ યંત્ર એ કુંડલિની કે જગન્માતાનું એક ભૌમિતિક પ્રતિનિધિત્વ હતું, અને એ વખતે જે સાધના હું કરી રહ્યો હતો તેનું એક ખુબ જ અભિન્ન અંગ હતું. ઝુપડીમાં, અનેક તિરાડો અને કાણા હતાં કે જેમાંથી…read more

જીવન એક ચલચિત્ર જેવું છે…

માનવ જીવન એક ચલચિત્ર જેવું છે. તે કેવા પ્રકારનું ચલચિત્ર બની રહે તે તમારા હાથમાં છે. તમે કાં તો અભિનેતા બની રહો કે પછી દર્શક, કે પછી કદાચ બન્ને.

જીવન એક ચલચિત્ર જેવું છે. તે સારું હોય કે ખરાબ, લાંબુ હોય કે ટૂંકું એ સવાલ અંગત પસંદગીનો છે નહિ કે ચલચિત્ર ઉદ્યોગ તેને કઈ રીતે સ્થાન આપે છે તેનાં ઉપર. અમુક ચલચિત્રો સર્વાનુમતે કરૂણાંતિકાનાં વર્ગમાં આવે છે તો અમુક હાસ્ય કથાનાં વર્ગમાં. કોઈ ધીમું ચાલતું નાટક જેવું લાગે કે તો કોઈ સનસનીખેજ ચિત્ર લાગે છે, તો કોઈ વળી એટલું બધું મારધાડવાળું લાગે કે તેને ભાગ્યે જ નાટક કહી શકાય. અને, અલબત્ત, કોઈ ડરામણા ચલચિત્રો હોય તો વળી કોઈ સાવ નક્કામાં હોય છે. કેટલાંક રોમાંચક લાગે તો કોઈ આપણને અકળાવી…read more

સામુહિક ધ્યાનભંગનાં શસ્ત્રો

સોશિઅલ મીડિયા દ્વારા જે નુકશાન આપણા લાગણીમય અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય ઉપર થઇ રહ્યું છે તે એકદમ સત્ય છે.

ગયા મહીને, હું સિંગાપુરથી દિલ્હી વિમાનમાં આવી રહ્યો હતો. તે ૫.૫ કલાકની હવાઈ મુસાફરી હતી. આઈલ સીટ ઉપર, અમારી વચ્ચે એક નાનકડી પગદંડી જેટલું અંતર હતું જ્યાં એક છોકરો બેઠો હતો કે જે લગભગ બારેક વર્ષનો હશે. તેની બાજુમાં તેની મોટી બહેન બેઠી હતી, જે તેનાંથી થોડા વર્ષોમાં ડાહી હોય તેવું લાગતું હતું. તેઓ સૌથી છેલ્લે વિમાનમાં ચડ્યાં હતાં, અને હમણાં જ આવીને બેઠા હતાં. દસ મિનીટમાં જ વિમાને ઉડ્ડયન કર્યું. જેવા અમે હવામાં ઉપર ઉઠ્યાં કે તેણે તરત પોતાનો ફોન બહાર કાઢ્યો અને તેમાં વિડીઓ ગેઈમ રમવાં લાગ્યો. એકાદ…read more

દિવાળીનો ગૂઢ અર્થ

આપણે દિવાળી શા માટે ઉજવીએ છીએ? પ્રસ્તુત છે પ્રકાશના ઉત્સવનો ગૂઢ અર્થ અને તુલસીદાસકૃત રામાયણની સુંદર રચનાના અમુક અંશો.

હું આપ સૌને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ એક દિવસ પહેલા જ આપું છું જેથી કરીને તમે સૌ શાંતિ, પ્રકાશ અને ઉજવણીના બે દિવસ માણી શકો! અનેક ધર્મો અને દંતકથાઓ પ્રમાણે દિવાળી એ ભગવાન રામની અસુર રાવણનો સંહાર કર્યા પછી માતા સીતા અને લક્ષ્મણ સાથે અયોધ્યા પાછા આવવાની ઘટનાની ઉજવણીનો તહેવાર છે. હજારો વર્ષથી આ પર્વ આ રીતે જ ઉજવાતો આવ્યો છે. કોઈ પણ સગુણ ઉપાસક માટે અથવા હિંદુ ધર્મના અનુયાયી માટે આ વાર્તા ઐતિહાસિક છે, કોઈ દંતકથા નહીં. આવા ભક્ત માટે આની પાછળ જે કોઈ છૂપો સંદેશ હોય તે અપ્રસ્તુત છે,…read more

First...34567...