ॐ સ્વામી

ભૂતકાળથી કેમ છુટકારો મેળવવો

જયારે તમે પ્રકાશ તરફ આવી જાવ છો, ત્યારે તમારો પડછાયો હંમેશાં પાછળ જતો રહેતો હોય છે.

“મારે બદલવું છે, પણ મારો ભૂતકાળ મારો પિછો નથી છોડતો, સ્વામી,” એક મુલાકાતીએ મને હમણાં જ પૂછ્યું. “મને સતત મારા પાપોનો પસ્તાવો થયાં કરે છે. હું મારા આ બોજથી કેમ કરીને છુટકારો મેળવું?” બે બાબતો તારી કબર સુધી તારી પાછળ આવશે,” મેં જવાબ આપતાં કહ્યું. “કલ્પના કરવી છે?” “મારા કર્મો?” “અને તારા લેણદારો,” મેં મજાક કરતાં કહ્યું. “કર્મોનું મોટું પોટલું સાથે આવશે અને બીજો એક થેલી લઇને.” તે હસવા માંડ્યો એક ભયભીત સ્મિત. “એક દેવું છે,” મેં ઉમેરતા કહ્યું, “અને બીજો દેવાની વસુલી કરનાર.” આપણા કર્મોનું પોટલું એ આપણું નહિ…read more

સન્માનનો પાયો

જે માર્ગ તમને તુચ્છ માનવ લાગણીઓથી પરે દિવ્યતા તરફ લઇ જતો હોય છે, તે માર્ગે ફક્ત એક જ ગુણ દ્વારા ચાલી શકાતું હોય છે. વધુ જાણવા માટે વાંચતા રહો.

બ્રહ્મદત્ત કાશીના દરબારમાં છેલ્લાં ચાલીસ વર્ષથી સેવા આપી રહ્યાં હતાં અને તે રાજાના સૌથી વિશ્વાસુ મંત્રી હતાં. રાજા ફક્ત મહત્વની બાબતો માટે જ તેમની સાથે સલાહ સૂચન કરતાં એટલું જ નહિ, પણ બ્રહ્મદત્ત તેમના એટલાં ખાસ હતાં કે ઘણી વાર તે રાજવી પરિવાર સાથે જમણ પણ કરતા. રાજાના ખાનગી કક્ષમાં પણ તેઓ બેરોકટોક આવી શક્તા. બીજા દરબારીઓ તેમની પ્રમાણિકતા માટે તેમને માન આપતાં અને કાશીની પ્રજા તેમના જ્ઞાનને લીધે તેમને પૂજ્ય માનતી. એક દિવસે, ચોકીદારે બ્રહ્મદત્તને થોડા સોનાનાં સિક્કાનો હિસાબ નહિ લખતા અનેતે  પોતાનાં ખિસ્સામાં સેરવી દેતા જોયા. તેને પોતાનાં…read more

એક આશીર્વાદ સમાન જીવન

અમુક વખત, જયારે આપણને એ વાતની ખબર પડે કે બીજા લોકો શેમાંથી પસાર થઇ રહ્યાં હોય છે, ત્યારે જ આપણને આપણા આશીર્વાદ સમાન જીવનની કદર થતી હોય છે.

નવ વર્ષ પહેલાં, અમે ધંધા માટે એક જગા ભાડે લીધી હતી. તે એક ચાર-માળની ઈમારત હતી, અને તેમાં અમે અમારી પસંદગી મુજબનુ રંગરોગાન કરાવ્યું હતું. અને અમે તેની સાફસૂફી માટે એક કંપની સાથે કરાર કર્યા હતા, કે જે અમને તે કામ માટેના માણસો પુરા પાડતી હતી. અમે ખુશ હતા કે અમારે અમારા ધંધાની મુખ્ય બાબતો સિવાયની અન્ય કોઈ બાબતની જેવી, કે આ સ્ટાફની તાલીમ કે તેમને ટકાવી રાખવા વિગરેની સહેજ પણ ચિંતા કરવી પડશે નહિ. થોડા વધુ પૈસા ખર્ચવાથી જ એક બહારની એજન્સી આ બધાની જવાબદારી લઇ લેશે. હું એક…read more

કોને ખુશ કરવાનાં

એવું બિલકુલ શક્ય છે કે બે લોકો પ્રેમમાં હોય, સાથે પણ રહેતાં હોય અને તેમ છતાં બન્નેના માર્ગ જુદાજુદા હોય. પ્રેમનો અર્થ એ નથી કે સામેની વ્યક્તિને સતત ખુશ કરતાં રહેવું.

એક દિવસે મને એક યુવાને ખુબ જ નિર્દોષતાથી પૂછ્યું, “મારે કોને ખુશ કરવાના? મારા માતા-પિતા છે, ભાઈ-ભાંડુઓ છે, પત્ની છે, બોસ છે અને બીજા પણ ખરા. હું આ બધાંમાંથી કોને પસંદ કરું કે પછી હું તે બધાંને ખુશ રાખવાની કોશિશ કરું?” “તું સૌથી મહત્વની વ્યક્તિને તો ભૂલી જ ગયો?” મેં કહ્યું. “ભગવાન?” “તારી જાતને.” અંતે (આ શબ્દની ખાસ નોંધ લેશો), આપણા રોજબરોજના જીવનમાં ખુશીનો આધાર એ બાબત ઉપર રહેલો છે કે હું પોતે મારી જાતને તેમજ બીજાને કેટલા ખુશ રાખી શકું તેમ છું, અને આમાંનું એકેય સરળ તો છે જ…read more

સ્વર્ગ કે નર્ક

શું સ્વર્ગ કે નર્કનું ખરેખર અસ્તિત્વ હોય છે ખરું કે પછી તે ફક્ત કલ્પનાનાં તરંગો માત્ર છે?

“આપણે મૃત્યુ પામ્યા પછી શું ખરેખર સ્વર્ગ કે નર્કમાં જતાં હોઈએ છીએ?” કોઈએ મને એક દિવસ આ પ્રશ્ન પૂછ્યો. “ના.” “તો તમે શું એવું કહી રહ્યાં છો કે શાસ્ત્રો ખોટા છે?” તેમણે વિવાદ કરતાં કહ્યું. મેં તેમણે પ્રથમ તો એક નાનકડી વાર્તા કહી કે જે મેં સુફી સંત હઝરત ઈનાયત ખાનના પ્રવચનમાં વાંચી હતી. એક શિષ્ય પોતાના ગુરુ પાસે વર્ષોથી શિક્ષા લઇ રહ્યો હતો પરંતુ હજી પણ તે કોઈ દિવ્ય અનુભવની પ્રાપ્તિથી કે કોઈ પણ બાબત વિશેની સ્પષ્ટ સમજણથી વંચિત હતો. એક દિવસે, તેને પોતાનાં ગુરુને વિનંતી કરી, “હું પ્રાર્થનાપૂર્વક…read more