ॐ સ્વામી

ધ્યાનનું પ્રથમ સોપાન

એક સાધક અથવા ગૃહસ્થ માટે આધ્યાત્મિકતાના કે આત્મસાક્ષાત્કારના માર્ગનું પ્રથમ પગલું કયું છે?

ઘણા બધા લોકો સાથેની મારી વાતચીતમાં અનેક લોકો મને ગૃહસ્થો માટે ધ્યાનની શરૂઆત અને આત્મસાક્ષાત્કારની સંભાવના વિષે પુછતા હોય છે. એક વાચકે નીચેના પ્રશ્નો પૂછ્યા હતા. આથી મને પણ મારા જવાબને લખીને વધુ વાચકો સુધી પહોંચાડવાની તક મળી છે. તો જોઈએ: પ્રભુજી, પ્રણામ, અમારા જેવા નબળા મનનાં લોકોને દૈનિક જીવનમાં આવતા પડકારો વચ્ચે જીવવાનું માર્ગદર્શન આપવા આપ પુન: પધાર્યા છો, એનો મને અત્યંત આનંદ છે. સ્વામીજી, પરમ આંનંદ પામવા કે શુદ્ધ મનોસ્થિતિ મેળવવા માટે કઈ બાબતો જરૂરી છે? તેની શરૂઆત ક્યાંથી થાય છે? જેઓ સાંસારિક કટિબદ્ધતા અને જવાબદારીઓમાં બંધાયેલા હોય…read more

જયારે તમારા શબ્દો કોઈને દુઃખ આપે

જયારે તમારી દયા તેને મેળવનારનાં વિકાસ માટે હાનિકારક થતી હોય ત્યારે શું કરવું? ખુશ રહેવું અને મદદરૂપ બની રહેવું આ બેમાંથી તમે શું પસંદ કરશો

મહાન ઋષિ ચાણક્ય એક સર્વોત્તમ ચિંતક અને ભારતનાં મહાન રાજા ચંદ્રગુપ્ત મોર્ય (ઇસ. પૂર્વે ૩૨૧ – ૨૯૭)નાં અંગત સલાહકાર હતાં. ચાણક્ય જો કે વાસ્તવમાં, ફક્ત એક વિશ્વસનીય સલાહકાર જ નહી, પરંતુ એક રાજા નિર્માતા પણ હતાં કેમ કે તેમને ચંદ્રગુપ્ત કે જે એક સામાન્ય પરિવારમાંથી જ આવતો હતો તેની જવાબદારી જયારે તે એક નાનું બાળક હતો ત્યારથી જ લીધી હતી અને તેને એક સમ્રાટ બનવા સુધીની મુસાફરીમાં મદદ કરી હતી. તેઓ એક વખત યુવાન રાજાને સલાહ આપી રહ્યાં હતાં અને તેમની વચ્ચે નીચે મુજબનો સંવાદ થયો: “એક રાજાનું જીવન બલિદાનોથી…read more

જીવનનાં ચાર સત્યો

આ રહ્યાં માનવ અસ્તિત્વનાં ચાર સત્યોનું મારું વૃતાંત

“હું ભગવાન પાસેથી ફક્ત એક વસ્તુ ઈચ્છું છું,” એક યુવાન છોકરીએ કહ્યું. “માફી. માફી સિવાય હું બીજું કશું ઇચ્છતી નથી.” “મારા પિતા HIV પોઝીટીવ હતાં અને તેમનાં અંતિમ દિવસો અત્યંત પીડાદાયી હતાં,” તેને બોલવાનું ચાલુ રાખતાં કહ્યું. “તેઓ હલનચ-ચલન પણ નહોતા કરી શકતાં અને સતત તેમને કોઈ બીજાની કાળજી લેવી પડતી હતી. મારા મનમાં તેમનાં પ્રત્યે એટલી બધી ધ્રુણા પેદા થઇ ગઈ હતી કે મેં તેમની બિલકુલ અવગણના કરી દીધી હતી. મારી માં પરિવારમાં એકમાત્ર કમાતી વ્યક્તિ હતી અને માટે તે પણ આખો દિવસ પાસે રહી શકતી નહોતી. હું મારા…read more

હું શું કરી શક્યો હોત?

મોટાભાગનાં સંજોગોમાં, આપણે બધાં આપણી મૂળ પ્રકૃતિને અનુસાર જ વર્તતા હોઈએ છીએ.

ઘણી વાર લોકો મને પૂછતાં હોય છે કે જયારે કોઈ તેમની સાથે ખરાબ વર્તન કરે તો તેમને શું કરવું જોઈએ? કે પછી જયારે તેઓને વિષમ પરિસ્થિતિનો સામનો કરવો પડે કે જેમાં તેમને એવું બધું કરવું પડે કે જે કદાચ સામાન્ય સંજોગોમાં તેઓ ન જ કરે, તો એ સમયે તેમને કેવું વર્તન કરવું? મને જયારે પણ આવાં સવાલો કરવામાં આવે ત્યારે મને એક સુંદર વાર્તાની યાદ આવી જાય છે કે જે મેં લેન્લી બેકરની Three Times Chai માં વાંચી હતી, યહૂદી ધર્મમાં વાર્તા કહેવાની જે પરંપરા છે તેને પ્રદર્શિત કરતું આ…read more

ધ્યાન અને વિચારો

સાધકને શરૂઆતમાં વિચારો પરેશાન, અસ્થિર અને ધ્યાનભંગ કરતાં રહેશે. પરંતુ સતત પ્રયત્નો અને ધીરજથી એક સારો સાધક વિચારોથી ઉપર ઉઠી શકે છે.

હાલમાં  હું આશ્રમમાં છું. આ આશ્રમ પર્વતોની વચ્ચે સુંદર રીતે ગોઠવાયેલો છે, તેની બાજુમાં એક પહોળી પણ છીછરી નદી વહે છે. જો કે આ નદી મુક્તપણે  પોતાના પથ પર વહેતી રહીને પોતાને અભીવ્યક્ત કરે છે, પણ તેની ઓછી ઊંડાઈ મને એવા લોકોની યાદ અપાવે છે જેઓ ભૌતિક સુખોની શોધમાં પોતે જ એટલાં લાંબા થઇ ગયા છે કે આ દોડમાં  તેઓ પોતાની જ શાંતિને ખોઈ બેઠા છે. અને તેમણે પોતાનું સ્વત્વ જ ગુમાવી દીધું છે. એક વાચક કે  જેમનું આશ્રમ પ્રોજેક્ટમાં કરેલ નિ:સ્વાર્થ યોગદાન અને તેમનાં સમયનાં દાનને ઓછું આંકી શકાય…read more

First...23456...