ॐ સ્વામી

જોડવા અને તોડવા વચ્ચેનો તફાવત

અત્રે પ્રસ્તુત છે નાનકડી પરંતુ એક ઊંડા સંદેશથી ભરેલી વાર્તા.

એક નાનકડી છોકરી હતી જે પોતાનાં દાદા કે જે એક દરજી હતાં તેમને કાયમ જોઈ રહેતી હતી. દરવખતે તે દાદા કાતર વાપર્યા પછી પોતાના પગ નીચે મુકતા અને પોતાનાં અંગુઠાથી દબાવી રાખતાં. અને જયારે જયારે પણ તેઓ પોતાની સોય ઉપયોગ કરે તો તેનો ઉપયોગ કર્યા બાદ પાછી તેને પોતાની ટોપીમાં ખોસી દેતાં. સોય અને કાતર આ બે જ દરજીકામ માટેના તેમનાં સાધનો હતાં. પેલી નાની છોકરી આ એકદમ ચીવટપૂર્વકના વર્તનને નવાઈભરી નજરે જોઈ રહી હતી. “દાદા એવું કેમ,” તેને પોતાના નાના-નાજુક હાથ દાદાના ગળે વીંટાળીને દાદાનું કામ અટકાવતાં પૂછ્યું, “દર…read more

વધુ પડતો ભારે થેલો – Excess Baggage

આધ્યાત્મિક પ્રગતિ કરવાં માટે આપણે જ આપણા માર્ગમાં અવરોધ બનતાં અટકવું પડશે, નહિ તો લાગણીઓનો ખડક પાછો ગબડતો જ રહેશે.

એક નાનકડી છોકરી હતી. જેને પણ એક નાનકડી છોકરી હતી બિલકુલ એનાં મસ્તકની મધ્યે; અને જયારે એ સારી હોય ત્યારે એ ખુબ-ખુબ સારી હોય, અને જયારે એ ખરાબ હોય, ત્યારે ભયાનક રીતે ખરાબ હોય. ~ H. W. Longfellow આપણા બધાંની વિચાર કરવાની ખાસ એક શૈલી હોય છે, એવી બાબતો કે જે આપણા માટે કામ કરી જાય કે પછી આપણને જ લાત મારતી જાય. એકદમ અચાનક જ આપણો મિજાજ બદલાઈ જતો હોય છે અને નકારાત્મક વિચારો કેળાનાં ખેતરમાં તોફાન મચાવી રહેલાં વાંદરાની જેમ આપણા મગજમાં ઘમાસાણ બોલાવી દેતાં હોય છે (કલ્પના…read more

ઈરાદાઓ વિરુદ્ધ આવડત

સફળતાની રેલગાડી ઈરાદાઓ અને આવડત વચ્ચેના પૂલ પર દોડતી હોય છે.

મારી ઈચ્છા છે: વાંચવાની પણ મારાથી એકાગ્રતા નથી કેળવાતી કસરત કરવાની પણ એનાં બદલે ટીવી જોવાઈ જાય છે શાંત રહેવાની પણ મારાથી ગુસ્સો થઇ જાય છે માફ કરવાની પણ મારાથી ભુલાતું નથી કે નથી માફ થતું જતું કરવાની પણ મારાથી તેમ થતું નથી કરવું છે… (ખાલી જગ્યા પૂરો)…પરંતુ થતું નથી…. વિગેરે વિગેરે દરરોજનાં ધોરણે, હું અનેક નિરાશા અને હતાશા ભરેલી, લાચારી અને ઢીલુ છોડવાની વાતો સાંભળતો હોવ છું, જેમાં કોઈને કોઈ અતિ પ્રમાણિકતાથી મને એવું કહેતું હોય છે કે તેમને અમુક કાર્ય કરવું હોય છે કે અમુક રીતના બનવું હોય…read more

સેવાનું સત્વ

કોઈ વખત સેવા કરવાની આપણી ઈચ્છા અને સેવા મેળવવાની ઈચ્છા વચ્ચે જ સ્વર્ગ અને નર્ક જેટલો તફાવત રહેલો હોય છે.

એવી દંતકથા છે કે મેવાડના વીર રાજા, મહારાણા પ્રતાપ, એક વખત પોતાનાં નમ્ર સેવક સાથે બેઠા હોય છે. ૧૫૮૦નું વર્ષ હોય છે જયારે તેમણે મુઘલો સાથેના સતત ચાલતા સંઘર્ષને કારણે તેમની બધી સત્તા ગુમાવી દીધી હતી. જો કે પાંચ વર્ષ પછી, મહારાણાએ પોતાનું મોટાભાગનું સામ્રાજ્ય પાછુ મેળવી લીધું હતું, તેમ છતાં, હાલમાં તેઓ એક સામાન્ય જીવન જીવી રહ્યાં હતાં અને પોતાનું સૈન્ય ઉભું કરી રહ્યાં. વિરોધીઓ અને અચોક્કસતા ભર્યા આ સમયમાં તેઓ બહુ કરકસર ભર્યું જીવન જીવી રહ્યાં હતા, ત્યારે એમની પ્રજામાંથી કોઈએ તેમના માટે બે કેરીઓ મોકલી. તેમના સેવકે…read more

પ્રચંડ વિચારો

જયારે વિચારોનો ગાંડો હાથી તમારા શાંતિ અને મૌન ભર્યા ઉદ્યાનમાં આંતક મચાવે ત્યારે શું કરવું?

શું તમારી સાથે ક્યારેય એવું બને છે કે તમે અમુક વિચારો કે લાગણીઓથી મુક્ત જ ન થઇ શકતાં હોવ? વાસ્તવમાં, એવું મોટાભાગના લોકો સાથે અનેકવાર બનતું હોય છે કે તેઓ તેને ગણવાની પણ દરકાર નથી રાખી શકતાં. બધું બરાબર ચાલતું હોય છે અને એકદમ અચાનક જ ક્યાંકથી નકારાત્મક વિચારો જાણે એક જંગલી હાથીની જેમ આપણી શાંતિ અને સમતાને ક્ષણભરમાં ભંગ કરી નાંખે છે. આપણે બેઠાં-બેઠાં વિચાર કરવા લાગીએ કે મારે આવું નથી વિચારવું કે આવી લાગણી નથી અનુભવવી તેમ છતાં મને કેમ આવું થાય છે. આ વિચારોની ગાડી આપણને સંપૂર્ણપણે…read more