ॐ સ્વામી

સુખી લગ્નજીવનનું રહસ્ય

લગ્નજીવનને ટકાવવાનું આ છે એક રહસ્ય...સંત કબીરના જીવનમાંની એક ડહાપણ ભરી વાર્તા.

“તમે મને કોઈ સલાહ આપશો?” એક દુઃખી વ્યક્તિ કબીરના અદ્દભુત જ્ઞાનની વાતો સાંભળીને તેમની પાસે પહોંચી જઈને પૂછે છે. “કેમ?” કબીરે  કાપડ વણતા પૂછ્યું. “શું વાત છે?” “મારે અને મારી પત્નીને  છે તે બિલકુલ બનતું જ નથી. અમારા વચ્ચે લગભગ દરેક બાબતો માટે દલીલો થાય છે. મને તો એ ખબર નથી પડતી કે હું મારું લગ્ન જીવન કેવી રીતે ટકાવી રાખું?” “મન નાનું ન કર, મિત્ર.” કબીર વણવાનું બંધ કરીને કહ્યું. “કોઈને કોઈ રસ્તો હંમેશાં હોય છે.” થોડી ક્ષણો બસ મૌનમાં જ વીતી, અને તે દરમ્યાન કબીર પોતાની રચેલી કવિતા…read more

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email

શાંત કેવી રીતે રહેવું

અત્રે પ્રસ્તુત છે એક સરળ વાર્તા એક સોનેરી સલાહ સાથે, કે તમારા કોઇપણ સંબંધને હાની પહોચાડ્યા વગર શાંતિથી કેવી રીતે રહી શકાય.

ગયા વર્ષે જયારે હું ઓશોનું પુસ્તક “The Secret of Secrets” (આભાર audible app નો!) સાંભળી રહ્યો હતો ત્યારે મને રશિયન ચિંતક જી. આઈ. ગુર્જિફની એક રસપ્રદ વાર્તા વિષે જાણવા મળ્યું. જો કે જયારે મેં ગુર્જિફ ઉપર થોડા વર્ષો પહેલા જે પણ અભ્યાસ કર્યો હતો તેમાં મને ક્યાંય આ વાર્તા વિષે જાણવા મળ્યું હોય એવું બન્યું નથી. ન તો આવી કોઈ વાર્તાનો ઉલ્લેખ ગુર્જિફના લાંબા સમય સુધી શિષ્ય રહેલા પી. ડી. ઓઉસ્પેન્સકીના રચેલા સાહિત્યમાં ક્યાય જાણવા મળ્યો હતો. આમ, હું જો કે  આ વાર્તાની યથાર્થતાને તો નથી ચકાસી શક્યો પણ તેમ…read more

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email

એવો કટોરો કે જે ક્યારેય ભરાતો જ નથી.

પ્રસ્તુત છે તમને વિચારતા કરી મુકે એવી સુંદર વાર્તા...

“હે રાજન! હું બહુ મોટી આશા લઇને આવ્યો છું!” એક અઘોરીએ કહ્યું. “શું મહામહિમ આજે મારી ઈચ્છા પૂરી કરી શકશે ખરા?” “તમારે જે જોઈતું હોય તે માંગો,” રાજાએ જવાબ આપતા કહ્યું. “દાન આપવા માટે મારી પાસે ઘણું બધું છે.” “ફક્ત આ કટોરો ભરાઈ જાય એટલું જ જોઈએ.” અઘોરીએ પોતાનો કટોરો આગળ ધરતા કહ્યું. “બસ એટલું જ? સામાજિક કામોની સંભાળ લેનાર મંત્રી પણ તમારા માટે એટલું તો કરી શક્યા હોત. તમે શું આ રજવાડાની મશ્કરી કરી રહ્યા છો? ફક્ત આ ભિક્ષાપાત્ર જ ભરવાનું છે! મને ખુબ ખરાબ લાગી આવ્યું છે.” ભદ્રઘોષ…read more

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email

પીડાની ભેટ

અત્રે પ્રસ્તુત છે એક સુંદર વાર્તા જે જીવનમાં આવતી મુશ્કેલીભરી પરિસ્થિતિઓ સાથે કેવી રીતે કામ લેવું જોઈએ તે શીખવે છે.

એક પ્રખ્યાત ઝેન સંન્યાસી એક ગર્ભશ્રીમંતના ઘરે રાખેલી બોનેન્કાઈ ( આ જાપાનીઝ શબ્દનો અર્થ થાય છે: વર્ષને અંતે બધા એકત્ર થઇને વર્ષને ભૂલવાની ઉજવણી કરે છે તે.)માં સામેલ થાય છે. શહેરના દરેક ક્ષેત્રના જાણીતા લોકો એ આ ઉજવણીમાં સામેલ થઇને ચાર ચાંદ લગાવી દીધા હોય છે. આ મિજબાનીમાં સુંદર ગેઈશાઓ (નૃત્યકલાના પ્રદર્શનથી જનમનોરંજન કરનારી સ્ત્રીઓ), મોંધી મદિરાઓ, વાતાવરણમાં પ્રસરી રહેલી ખુશ્બુ અને ભવ્ય ભોજનનું પ્રદર્શન દરેકને તેના પ્રત્યે સહજ આકર્ષિત કરે તેવું હતું. “મારો આશય તમને નીચા દેખાડવાનો નથી, ગુરુજી.” એક બીજા ગર્ભશ્રીમંતે ઝેન સંન્યાસીને પૂછતાં કહ્યું, “પરંતુ, શું હું…read more

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email

પ્રતિભાશાળી બાળક કેવી રીતે બનાવવું

શું કોઈ પણ બાળકને પ્રતિભાશાળી બનાવવું શક્ય છે ખરું કે પછી પ્રતિભાવાન બાળકો અમુક ચોક્કસ પ્રકૃતિ સાથે જન્મતા હોય છે? પ્રસ્તુત છે એક ખુબ જ રસપ્રદ સત્યકથા.

૧૯૭૩માં, ચારેક વર્ષની સુઝાને તેના ઘરના એક ઓરડામાં રહેલા કબાટનું બારણું ખોલ્યું કે તરત તેમાંથી ચેસ રમવાનો સામાન એક કોથળીમાંથી નીચે પડ્યો. બાજુમાં ચેસ રમવાનું બોર્ડ ગડી વાળેલું પડ્યું હતું. તેને તે બોર્ડ લીધું અને ચેસના મહોરા સામે એક બાળ સહજ વિસ્મયતાથી ટીકી-ટીકીને જોવા લાગી. “મમ્મી, આ શું છે?” સુઝાને નિર્દોષતાથી એક મહોરું ઉઠાવીને તેને આમતેમ ફેરવી-ફેરવીને જોતા પૂછ્યું. “આ ચેસના મહોર છે, સુઝા,” તેને એકદમ સહજ જવાબ આપતાં કહ્યું, પરંતુ સાચવીને બહુ ઉત્સાહ ન જતાવી દેવાય ક્યાંક ભૂલથી પણ, તેને ચિંતા હતી કે તેમ કરવાથી ક્યાંક સુઝાનનો જે રોમાંચ…read more

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email