ॐ સ્વામી

તમારી સંપૂર્ણ ક્ષમતાને ઓળખવી

આપણી પુરેપુરી ક્ષમતા સાથે કામ કરવાથી જીવનમાં સતત ખુશ રહી શકાય છે.

Tales of the Hasidim નામના પુસ્તકમાં, માર્ટીન બુબર એક યહૂદી ગુરુ રાબી ઝુસ્યાની વાર્તા કહે છે. આ રાબીએ પોતાનું આખું જીવન એક અસાધારણ ભક્તિ અને અપ્રતિમ શ્રધ્ધા સાથે વ્યતીત કર્યું હતું, અને તેમ છતાં, જયારે તેઓ મૃત્યુ પામી રહ્યા હતા ત્યારે ખુબજ રડી રહ્યાં હતા. ઝુસ્યાનું આ વર્તન તે ક્ષણે ઓરડામાં ઉપસ્થિત રહેલા તેમના તમામ શિષ્યોને નવાઈ પમાડતું હતું. તેઓ તેમને દરેક હકારાત્મક બાબતો કહીને શાંત પાડવાની કોશિશ કરી રહ્યાં હતા. પણ રાબી ઝુસ્યાના આંસુ તો સુકાયા જ નહિ. “હૃદય હળવું રાખો, રાબી,” એક શિષ્યે કહ્યું, “તમે એક ઉદાહરણીય જીવન…read more

ફુગ્ગાનો સિદ્ધાંત

એવું શું છે જે એક સામાન્ય કંપનીને મહાનતાની ટોચ ઉપર લઇ જઈ શકે છે?

ગયા અઠવાડિયે આશ્રમમાં સુંદર બ્લેક લોટસ ચેમ્પિયન્સ ઓરિએન્ટેશનનો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમ ફક્ત જેને આમંત્રણ મળ્યું હોય એવા લોકો માટેનો જ હતો, અને આખા રૂમમાં કઈક જુદી જ ઉર્જા હતી. આટલા બધા લોકો કે જે દુનિયામાં ભલાઈનો ફેલાવો કરવા માટે કટિબદ્ધ જોઇને હૃદય ઉષ્માથી પીગળી જાય એવું હતું. મને એ બાબતમાં કોઈ શંકા નથી, અને મારા પોતાના અનુભવ અને અવલોકનના આધારે હું એ કહી શકું છું કે ભલાઈભર્યું જીવન જીવવાથી તેની ઊંડી અસર ફક્ત સમાજ ઉપર જ નહિ પરંતુ તે તમારા જીવનને પણ સમૂળગું બદલી શકે છે. સરળ શબ્દોમાં કહેવું…read more

શ્રેષ્ઠ સ્થળ

રહેવાં માટેનું સૌથી શ્રેષ્ઠ સ્થળ કયું? આ રહી એક સુંદર નાનકડી વાર્તા.

તમે એ વાતની નોંધ લીધી છે કે આપણે હંમેશાં આપણા હૃદયમાં, બીજા લોકોના હૃદયમાં કે તેમના જીવનમાં એક સ્થાન શોધતા રહેતાં હોઈએ છીએ કે જે આપણને ખુશી આપી શકે? આપણું કઈ મહત્વ હોવું જોઈએ, આપણે કોઈનાં હોવા જોઈએ કે બીજા કશાથી જોડાયેલા હોવા જોઈએ. આપણે એવું માનતા થઇ ગયા છીએ કે આપણી કોઈ બોલબાલા હોવી કે લોકપ્રિયતા હોવી એ આપણે કેટલાં મહત્વના છીએ અને આપણને કેટલો બધો પ્રેમ મળી રહ્યો છે તેનું નિર્દેશન છે. બીજા શબ્દોમાં કહેવું હોય તો, હું જેટલો કોઈ બીજા માટે (કે પછી કોઈ સંસ્થા માટે પણ…read more

સારા લોકોને કેમ સહન કરવું પડતું હોય છે?

આ એક એવો સવાલ છે કે જે મહાન લોકોને પણ સતાવતો હોય છે...

મને યાદ છે બાળપણમાં બે પુસ્તકો વાંચવાની મને ખુબ મજા પડી હતી, તે હતાં હિતોપદેશ અને પંચતંત્રની વાર્તાઓ – જે ઇસપની વાર્તાઓનું ભારતીય સ્વરૂપ જેવું કહી શકાય, કે જે કઈક ૨૦૦૦ વર્ષ પહેલા લખાયેલા હતાં. મારે તમને એક ખાસ વાર્તા કહેવી હતી જે મેં ઉદયલાલ પાઈની તમે સિંહને ન ખાવ તેનો અર્થ એ નથી કે સિંહ પણ તમને નહિ ખાય માં વાંચી હતી. મેં તેને થોડું જુદી રીતે લખ્યું છે (હં…ઘણું બધું જુદું જોકે; લગભગ આખું જ, વાસ્તવમાં જોવા જઈએ તો): એક સમયે, એક ગામની અંદર, એક નાનકડો છોકરો નદી…read more

જે ફક્ત પ્રેમ જ કરી શકે…

અત્રે પ્રસ્તુત છે એક સુંદર સત્ય કથા જે તમને પ્રેમ વિશે વિચારતાં કરી મુકશે...

પ્રેમ, એ શ્રદ્ધાની જેમ, કોઈ પણ તર્કથી પરે હોય છે. એ ફક્ત પ્રેમ જ હોય છે કે જે આપણને આપણો વિકાસ કરવાં માટે, બદલવા માટે અને અશક્યને શક્ય કરવાં માટે ફરજ પાડતો હોય છે. મને એ બાબતની તો ખબર નથી કે શ્રદ્ધા પર્વતને પણ ખસેડી શકે કે કેમ પણ એ બાબતમાં તો હું નિ:સંદેહ છું કે જો પ્રેમનો પ્રવાહ તમારા હૃદયમાંથી સતત ધસમસતો રહે તો તમે સમગ્ર બ્રહ્માંડને પણ ચોક્કસ હલાવી શકો તેમ છો. કઠોપનિષદમાં આવતી નચિકેતાની વાર્તા કે મહાભારતમાં આવતી સાવિત્રીની વાર્તા એ માનવશક્તિની ક્ષમતાની સાબિતી નહિ તો એક…read more