ॐ સ્વામી

પ્રતિભાવ

અહી આ નાનું કાંગારું શું કરી રહ્યું છે? જાણવા માટે આ વાર્તા છેક અંત સુધી વાંચો.

એક વખત અકબર અને બીરબલ છુપાવેશે શહેરમાં ફરી રહ્યાં હતાં. પોતાની પ્રજાની અસલી હાલત જાણવા માટે અકબર આવી રીતે છુપાવેશે અનેક વાર ફરતાં હતાં. દુરથી, અકબરે એક કઠિયારાને કુવામાંથી પાણી પિતા જોયો. “તને શું લાગે છે આ કઠિયારો મારા વિશે કેવું વિચારતો હશે?” અકબરે બીરબલને પૂછ્યું. “નામદાર, બિલકુલ તમે જેવું તેના વિશે વિચારતાં હશો તેવું જ તે તમારા વિશે વિચારતો હશે.” “આ તો બહુ જ વાહિયાત વાત મેં સાંભળી હોય એવું લાગે છે! મારા રાજ્યનો એક નાનો નાગરિક પોતાના સમ્રાટ વિશે એવું કેવી રીતે વિચારી શકે જેવું સમ્રાટ તેના વિશે…read more

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
1Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Google+
Google+
0Email to someone
email

વિનય વિરુદ્ધ વિનમ્રતા

વિનમ્રતાનો જો અભાવ હોય તો કોઈ પણ પ્રકારની આધ્યાત્મિક સિદ્ધી સૂર્યોદય સાથે જેમ ઝાકળબિંદુ અદ્રશ્ય થઇ જાય તેમ નાશ પામતી હોય છે.

બલુચિસ્તાનનાં રાજા એક દિવસ ખ્વાજા નકરુદ્દીન (જે શાલ પીર બાબાના નામે પણ ઓળખાતા હતાં)ને મળીને વિનંતી કરે છે કે તેઓ તેમને પોતાના એક શિષ્ય તરીકે સ્વીકારે. ખ્વાજાને જો કે એક રાજાને પોતાના શિષ્ય તરીકે સ્વીકારવામાં થોડો સંદેહ હોય છે. “જો એક શિષ્ય તરીકે નહી તો,” રાજાએ કહ્યું, “પછી મને એક તમારા વિનમ્ર સેવક તરીકે રાખો. જુઓ મેં રાજપાટ છોડી દીધાં છે અને હું તમારી સેવા કરવા માટે અહી આવ્યો છું.” રાજાનો ભક્તિભાવ તેમના હૃદયને સ્પર્શી ગયો અને બાબાએ તેમને પોતાની શરણમાં લઇ લીધા. ખ્વાજાએ તો રાજાને પોતાનાં મોટા ઘરની સફાઈ…read more

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
1Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Google+
Google+
0Email to someone
email

સારા બનો

એ સરળ નથી પરંતુ સારા બન્યાં વિના આત્મજ્ઞાન થવું શક્ય નથી.

આ પ્રશ્ન ઉપર વિચાર કરો, જો કે આ પ્રશ્ન થોડો ફિલસુફીથી ભરેલો છે, પરંતુ જેવી રીતે મોટાભાગના ફિલસુફી ભરેલા સવાલોનું હોય છે તેમ આ સવાલનું પણ આપણા જીવનમાં ખાસ મહત્વ રહેલું હોય છે. સૌથી વધુ ફાયદાકારી બાબત કઈ છે: ભૌતિક સુખો મેળવવા માટેની એક લગાતાર દોટ કે પછી આંતરિક શાંતિ ભર્યા માર્ગે ચાલતાં રહેવું તે? જો કે તે એકબીજાથી તદ્દન અલગ છે એવું પણ નથી, તેમ છતાં બેમાંથી એકને આપણા જીવનમાં પ્રાથમિકતા આપવી જ પડતી હોય છે. મારો કહેવાનો અર્થ એ છે કે શું આપણે સફળ બનવા ઉપર જ કેન્દ્રિત…read more

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
1Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Google+
Google+
0Email to someone
email

હજાર લખોટીઓ

આ સુંદર વાર્તા આપણને એ યાદ અપાવે છે કે જીવનમાં ખરેખર શું મહત્વનું છે.

ચાલો આજે હું એક વાર્તા સાથે શરૂઆત કરું કે જે મેં થોડાં વર્ષો પહેલાં વાંચી હતી અને મનમાં ક્યારેક તેના વિશે લખીશ એવું નક્કી કર્યું હતું. શનિવારની સવારથી વધુ સારો સમય બીજો કયો હોવાનો હતો. આ રહી તે (વાર્તાનો શ્રોત અનામી છે): ઉંમર વધવાની સાથે સાથે મને શનિવારની સવાર માણવી બહુ ગમતી હોય છે. કદાચ, સૌથી પહેલાં ઉઠી જવાથી જે એકાંત મળે છે એનાં લીધે એવું લાગે છે, કાં તો પછી કામ પર નહિ જવાનો જે અબાધિત આનંદ મળે છે તેના લીધે હોય એવું પણ બને. જે હોય તે, શનિવારની…read more

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
1Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Google+
Google+
0Email to someone
email

વધુ પડતો ભારે થેલો – Excess Baggage

આધ્યાત્મિક પ્રગતિ કરવાં માટે આપણે જ આપણા માર્ગમાં અવરોધ બનતાં અટકવું પડશે, નહિ તો લાગણીઓનો ખડક પાછો ગબડતો જ રહેશે.

એક નાનકડી છોકરી હતી. જેને પણ એક નાનકડી છોકરી હતી બિલકુલ એનાં મસ્તકની મધ્યે; અને જયારે એ સારી હોય ત્યારે એ ખુબ-ખુબ સારી હોય, અને જયારે એ ખરાબ હોય, ત્યારે ભયાનક રીતે ખરાબ હોય. ~ H. W. Longfellow આપણા બધાંની વિચાર કરવાની ખાસ એક શૈલી હોય છે, એવી બાબતો કે જે આપણા માટે કામ કરી જાય કે પછી આપણને જ લાત મારતી જાય. એકદમ અચાનક જ આપણો મિજાજ બદલાઈ જતો હોય છે અને નકારાત્મક વિચારો કેળાનાં ખેતરમાં તોફાન મચાવી રહેલાં વાંદરાની જેમ આપણા મગજમાં ઘમાસાણ બોલાવી દેતાં હોય છે (કલ્પના…read more

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Google+
Google+
0Email to someone
email
12345...