મારી પાસે જે છે તે કોઈ મારી સિદ્ધિ નથી,

હું જે કરું છું તે મારી કોઈ ઓળખ નથી,

એ તો છે જ પણ કોણ છું હું.

કશું પણ નહિ,

હું ગાઉં છું, હું હસું છું, હું નાચું છું, હું તાળી પાડું છું,

અનંત સર્જનમાં રહેલી એક ચપટીભર ધૂળ,

એક નાનકડાં ઝાકળબિંદુમાં સમાયેલ અગાધ સમુદ્ર,

હિમાલયનું ઝરણું,

એક સ્થિર પર્વત,

હું તે છું.

અને તું પણ એ જ તો છે.

દયા મારો ધર્મ અને પ્રેમ, મારી એકમાત્ર ફિલસુફી.

 

(ઉપરોક્ત પંક્તિઓ સ્વામીજીએ પોતે અંગ્રેજીમાં લખેલ સ્વ-ઓળખનો ગુજરાતી અનુવાદ છે.)