ॐ સ્વામી

મસ્તિષ્ક શક્તિ

શું તમને તમારા મસ્તિષ્કની શક્તિ વધારવાની ઈચ્છા છે? તો આ રીતે તે વધારી શકાશે.

“હું મારા મસ્તિષ્કની શક્તિ કેવી રીતે વધારી શકું?” એક દિવસે મને કોઈએ પૂછ્યું. તે શું કહેવા માંગે છે એવું જયારે મેં તેને પૂછ્યું ત્યારે તેને મને કહ્યું કે વધુ સર્જનાત્મક કેવી રીતે બની શકાય અને વ્યક્તિ પોતે પોતાની સંપૂર્ણ શક્તિનો અનુભવ કેવી રીતે કરી શકે. તેના સવાલે મને પ્લેટોની એક દંતકથા જેમાં ગુફા શબ્દને એક રૂપક તરીકે વાપરવામાં આવ્યું છે તેની યાદ આવી ગઈ. VII of the Republic નામના પુસ્તકમાં પ્લેટો આ દુનિયા અને તેમાં વસવાટ કરતા માનવોની એક ગુફા અને તેમાં કેદ થઇને રહેલા કેદીઓ સાથે સરખામણી કરે છે….read more

સુખી લગ્નજીવનનું રહસ્ય

લગ્નજીવનને ટકાવવાનું આ છે એક રહસ્ય...સંત કબીરના જીવનમાંની એક ડહાપણ ભરી વાર્તા.

“તમે મને કોઈ સલાહ આપશો?” એક દુઃખી વ્યક્તિ કબીરના અદ્દભુત જ્ઞાનની વાતો સાંભળીને તેમની પાસે પહોંચી જઈને પૂછે છે. “કેમ?” કબીરે  કાપડ વણતા પૂછ્યું. “શું વાત છે?” “મારે અને મારી પત્નીને  છે તે બિલકુલ બનતું જ નથી. અમારા વચ્ચે લગભગ દરેક બાબતો માટે દલીલો થાય છે. મને તો એ ખબર નથી પડતી કે હું મારું લગ્ન જીવન કેવી રીતે ટકાવી રાખું?” “મન નાનું ન કર, મિત્ર.” કબીર વણવાનું બંધ કરીને કહ્યું. “કોઈને કોઈ રસ્તો હંમેશાં હોય છે.” થોડી ક્ષણો બસ મૌનમાં જ વીતી, અને તે દરમ્યાન કબીર પોતાની રચેલી કવિતા…read more