પ્રતિભાશાળી બાળક કેવી રીતે બનાવવું

શું કોઈ પણ બાળકને પ્રતિભાશાળી બનાવવું શક્ય છે ખરું કે પછી પ્રતિભાવાન બાળકો અમુક ચોક્કસ પ્રકૃતિ સાથે જન્મતા હોય છે? પ્રસ્તુત છે એક ખુબ જ રસપ્રદ સત્યકથા.

૧૯૭૩માં, ચારેક વર્ષની સુઝાને તેના ઘરના એક ઓરડામાં રહેલા કબાટનું બારણું ખોલ્યું કે તરત તેમાંથી ચેસ રમવાનો સામાન એક કોથળીમાંથી નીચે પડ્યો. બાજુમાં ચેસ રમવાનું બોર્ડ ગડી વાળેલું પડ્યું હતું. તેને તે બોર્ડ લીધું અને ચેસના મહોરા સામે એક બાળ સહજ વિસ્મયતાથી ટીકી-ટીકીને જોવા લાગી. “મમ્મી, આ શું છે?” સુઝાને નિર્દોષતાથી એક મહોરું ઉઠાવીને તેને આમતેમ ફેરવી-ફેરવીને જોતા પૂછ્યું. “આ ચેસના મહોર છે, સુઝા,” તેને એકદમ સહજ જવાબ આપતાં કહ્યું, પરંતુ સાચવીને બહુ ઉત્સાહ ન જતાવી દેવાય ક્યાંક ભૂલથી પણ, તેને ચિંતા હતી કે તેમ કરવાથી ક્યાંક સુઝાનનો જે રોમાંચ…read more