ॐ સ્વામી

શ્રેષ્ઠ સ્થળ

રહેવાં માટેનું સૌથી શ્રેષ્ઠ સ્થળ કયું? આ રહી એક સુંદર નાનકડી વાર્તા.

તમે એ વાતની નોંધ લીધી છે કે આપણે હંમેશાં આપણા હૃદયમાં, બીજા લોકોના હૃદયમાં કે તેમના જીવનમાં એક સ્થાન શોધતા રહેતાં હોઈએ છીએ કે જે આપણને ખુશી આપી શકે? આપણું કઈ મહત્વ હોવું જોઈએ, આપણે કોઈનાં હોવા જોઈએ કે બીજા કશાથી જોડાયેલા હોવા જોઈએ. આપણે એવું માનતા થઇ ગયા છીએ કે આપણી કોઈ બોલબાલા હોવી કે લોકપ્રિયતા હોવી એ આપણે કેટલાં મહત્વના છીએ અને આપણને કેટલો બધો પ્રેમ મળી રહ્યો છે તેનું નિર્દેશન છે. બીજા શબ્દોમાં કહેવું હોય તો, હું જેટલો કોઈ બીજા માટે (કે પછી કોઈ સંસ્થા માટે પણ…read more

ગાયત્રી સાધના

રોજ ગાયત્રીમંત્રનું આહ્વાહન કરવાનો નિત્યક્રમ જાળવી રાખવાથી જીવનમાં ઘણું બધું બની શકે છે.

કેનેડામાં એક વ્યક્તિ હોય છે – અને હું તમને એમનાં જીવનની સાચી વાત કરી રહ્યો છું જે મેં ઘણાં સમય સુધી જાતે સાક્ષી બનીને જોયેલું છે. હું જયારે તેમને પ્રથમ વખત ભારતમાં મળ્યો ત્યારે તેઓ ગાયત્રીમંત્રના એક પ્રમાણિક આરાધક હતા. હકીકતમાં એ પહેલા એવા વ્યક્તિ મેં જોયા હતા કે જેને ખરેખર ગાયત્રીમંત્રની સિધ્ધિ પ્રાપ્ત કરી હોય; ગાયત્રી મંત્રની ઉર્જા તમારા દ્વારા કામ કરતી હોય છે, તમારી અંદર જ જીવંત રહેતી હોય છે અને બીજા અનેક લોકોને માટે લાભદાઈ સાબિત થતી હોય છે. આ વ્યક્તિએ અનેક લોકોને તેમના જીવનમાં આવતાં સંઘર્ષમય…read more