ॐ સ્વામી

સારા લોકોને કેમ સહન કરવું પડતું હોય છે?

આ એક એવો સવાલ છે કે જે મહાન લોકોને પણ સતાવતો હોય છે...

મને યાદ છે બાળપણમાં બે પુસ્તકો વાંચવાની મને ખુબ મજા પડી હતી, તે હતાં હિતોપદેશ અને પંચતંત્રની વાર્તાઓ – જે ઇસપની વાર્તાઓનું ભારતીય સ્વરૂપ જેવું કહી શકાય, કે જે કઈક ૨૦૦૦ વર્ષ પહેલા લખાયેલા હતાં. મારે તમને એક ખાસ વાર્તા કહેવી હતી જે મેં ઉદયલાલ પાઈની તમે સિંહને ન ખાવ તેનો અર્થ એ નથી કે સિંહ પણ તમને નહિ ખાય માં વાંચી હતી. મેં તેને થોડું જુદી રીતે લખ્યું છે (હં…ઘણું બધું જુદું જોકે; લગભગ આખું જ, વાસ્તવમાં જોવા જઈએ તો): એક સમયે, એક ગામની અંદર, એક નાનકડો છોકરો નદી…read more

Eat That Frog

ચાલો તમારી સક્ષમતાના ચાર સ્તરો તેમજ તમારા સમયના સંચાલન ઉપર આજે થોડો વિચાર કરીએ.

માર્ક ટ્વેઇને એક વખત કહ્યું હતું, “સવારમાં સૌથી પહેલા એક જીવતો દેડકો ખાઈ જાવ અને દિવસ દરમ્યાન તમારી સાથે કશું પણ ખોટું નહિ થાય.” જો કે એ વિવાદાસ્પદ છે કે ખરેખર તેમને એવું કશું કહ્યું હતું કે કેમ. છતાં પણ જો તમે તેમની આ દેડકો ખાવાની વાતનું જે કોઈ કલ્પના ચિત્ર બને તેની પેલે પાર જઈને વિચારો, તો તમને જણાશે કે તેમની આ નાનકડી સલાહ તો ખુબ જ અમુલ્ય છે. બ્રાયન ટ્રેસી તેમના પુસ્તક, Eat That Frog, માં આ જાણીતી કહેવત ઉપર વિસ્તારપૂર્વક વાત કરે છે. તમારો “ફ્રોગ-દેડકો” એટલે તમારું…read more