થોડાં દિવસો પહેલા, સૌરભ આનંદ નામના એક વાંચકે, બ્લેક લોટસ એપમાં સ્વામીનાર ઉપર એક સવાલ કર્યો હતો. બ્લેક લોટસના આ વિભાગમાં બ્લેક લોટસ એપ વાપરનાર કોઈપણ મને સવાલ કરી શકે છે, અને મારો પ્રત્યુત્તર પણ આ એપમાં જ વાંચી શકે છે. સૌરભે લખ્યુંહતું કે:

તમારી રોજીંદા નિત્યક્રમમાં તમે જે કસરત/યોગાસન  તેમજ કયો આહાર લો છો તેના વિશે વિગતવાર જણાવી શકશો, કે જેથી કરીને અમે પણ અમારું શરીર તમારી જેમ જ સુડોળ અને નિરામય રાખી શકીએ?

હવે, આ પ્રશંસા કરનારો સવાલ છે કેમકે મારું શરીર કઈ હરક્યુલસ કે કોઈ પ્રાચીન ગ્રીક ગોડના જેવું સુંદર રીતે કસાયેલું અને ઘડાયેલું હોય એવું નથી, પણ હા, મોટાભાગે હું મારા સ્વાસ્થ્યની બાબતમાં હમેશા ટોંચ ઉપર રહું છું, જે મારા મત મુજબ ત્રણ સ્તરમાં રહેલું છે: લાગણીમય, શારીરિક અને માનસિક. આ લેખમાં, હું ફક્ત શારીરિક સ્વાસ્થ્ય ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરીશ.

કસરત

૨૦-૨૮ વર્ષની ઉમર દરમ્યાન હું ખુબ જ વ્યસ્ત જીવન જીવ્યો છું પણ ત્યારે હું શારીરિક રીતે ખુબ જ સક્રિય હતો. તેમાં અઠવાડિયાના ૨૦ કલાક જેટલું બેડમિન્ટન રમતો હતો અને ૫ કલાક જેટલું એન્ડ્યોરન્સ ટ્રેઈનીંગ મારા ટ્રેઈનર સાથે કરતો હતો. મને એવું લાગે છે કે તે વખતે હું જેટલું આરોગ્ય પ્રત્યે જાગૃતતાવાળું જીવન જીવ્યો હતો તેનો લાભ મને આજે પણ મળી રહ્યો છે. કસરતથી તમે તમારા શરીર સાથે એક ભલો સંબંધ બાંધો છો. હાલમાં, હું અઠવાડિયાના ૩-૪ દિવસ ૪૫ મિનીટ જેટલી કસરતકરું છું. મારી આ ટ્રેઈનીંગ માટે હું Trainerize નામની એપનો ઉપયોગ કરું છું. મારો પોતાનો ટ્રેઈનર, જોનાથન રેપાશ કે જે પોતે એક અદ્દભુત, સક્ષમ અને માયાળુ વ્યક્તિ છે, તે મારું વર્ક આઉટ આ એપમાં મુકે છે, અને હું તેને કેટલી પ્રમાણિકતાથી અનુસરું છું તેના ઉપર તે નજર રાખે છે. હું ફક્ત એ જે કસરતો ત્યાં મુકે છે તેને અનુસરું છું. એક સાચા માર્ગદર્શનની શક્તિ ઉપર મને પહેલીથી જ ખુબવિશ્વાસ રહ્યો છે. જયારે તમારે કશું કરવું હોય ત્યારે, તમને ઇન્ટરનેટ ઉપર હંમેશા કોઈ ને કોઈ શ્રોત મળી રહેતો હોય છે, પરંતુ જો તમારે ખરેખર કોઈ ગંભીર પ્રગતિ કરવી હોય તો હંમેશા તેના કોઈ નિષ્ણાત પાસે જ જાવ. એક સારો કોચ કે મેન્ટરથી આસમાન-જમીન જેટલો તફાવત આવતો હોય છે.

શું હું આળસ કરીને કશું કામ કરવામાં ઢીલ કરું છું? હા, ચોક્કસ. દાખલા તરીકે, હું ક્યારેય મારા બ્લોગ ઉપર લખવાનો લેખ અગાઉથી નથી લખી રાખતો. ગમે તે હોય પણ જયારે એ લેખ પ્રકાશન કરવામાં એક દિવસ જેટલી વાર હોય ત્યારે જ એનાં માટે મને સમય મળતો હોય છે. એવું જ પુસ્તકો લખવા માટેનું પણ છે. આહ…આળસ કરવાની મજા (અને ગ્લાની), અને પાછળથી તમારી ઢીલને યોગ્ય ઠેરવવા માટે કારણો શોધવાની જે બાબત છે તે આ માનવ જીવનને કઈક રસપ્રદ બનાવે છે. અને જયારે હું એની વાત જ કરી રહ્યો છું ત્યારે ચાલો હું તમને ઢીલું મુકવાનો એક સોનેરી નિયમ પણ કહી દઉં: જો તમારે કોઈ કામ કરવું જ પડે તેમ હોય તો, તમે કેટલાં વ્યસ્ત છો તેવો દેખાવ કરો.

જયારે હું મુસાફરી કરી રહ્યો હોય ત્યારે હું મારા સ્નિકર્સ અને ટ્રેકસ વિગેરે સાથે જ રાખું છું અને હું ફક્ત એવી જગ્યાએ જ રહું છું જેમાં બધાં કસરતના સાધનો વાળું જીમ હોય. જયારે આશ્રમમાં હોવ, ત્યારે હું મારા ટ્રેડમિલ-ડેસ્ક (મારી પાસે ફક્ત એ એક જ સ્ટડી-ટેબલ છે, વધુમાં મારી પાસે મારું પોતાનું જીમ છે, જે બનાવવામાં મને દસ પુસ્તકો, ત્રણ વર્ષો અને મારી એક લેખક તરીકેની તમામ આવક ખર્ચાઈ ગઈ છે. એક લેખક તરીકેની કારકિર્દી બનાવવાનો વિચાર હોય તો ફરીથી વિચારી લેજો) પર હોવ છું. આ એક ટ્રેડમિલ છે કે જે એક ટેબલ સાથે જોડાયેલી છે જેના ઉપર હું ચાલતાં-ચાલતાં મારું કમ્પ્યુટરનો ઉપયોગ કરું છું. યાદ રાખશો, અહી તમારે કઈ ઉસૈન બોલ્ટ જેમ ઓલમ્પિકમાં દોડતો હોય તેમ નથી દોડવાનું, પરંતુ એક સંતોષી વૃદ્ધ વ્યક્તિ જેમ વહેલી સવારમાં વગડામાં ચાલતો હોય તેવી રીતે ધીમે-ધીમે ચાલવાનું હોય છે. તો હાં, ચાલતાં ચાલતાં ટાઇપ કરવાનું કાર્ય તો એકદમ સરળ બની જતું હોય છે. એનાંથી મને થોડી હલનચલન કરવાનું પણ મળી રહે છે, નહિતર તો આમ મારું મોટાભાગનું  જીવનબેઠાડું છે. હું કોઈ યોગાસનો નથી કરતો. મારી કસરતમાં કાર્ડીઓ અને વેઇટ ટ્રેઈનીંગસામેલ છે (કોઈ બોડીબિલ્ડીંગ નહિ, ફક્ત એન્ડ્યોરન્સ અને ફિટનેસ).

તો શું મને સિક્સ-પેક છે? હાં, બસ એટલું જ કેતે કોઈ બહાર દુકાનોમાં જોવા મળે છે તેવું નહિ, પણ સિક્સપેકને કોઈ ગીફ્ટના કાગળમાં વીંટાળીને રાખ્યું હોય તેના જેવું છે. હાં, હાં, મને ખબર છે કે આ કોઈ આદર્શ બાબતનથી, પણ એમાં શું, એક ફેમિલી પેક હોય એનાં કરતાં તો સારું જ છે. રમુજ એક તરફ, પરંતુ  હું એક સરસ કસાયેલા પેટ કરતાં પેટના સ્નાયુ મજબુત હોય એ વધારે પસંદ કરું છું.

આહાર

હું સ્વાદિષ્ટ નાસ્તો પસંદ કરું છું. વાસ્તવમાં, મારા માટે સવારનો નાસ્તો એ સૌથી મહત્વનો છે. ખરેખર. વર્ષો સુધી, દરરોજ સવારે હું એક જ વસ્તુ ખાઉં છું. એકજ વસ્તુ એટલે મારો કહેવાનો અર્થ એ નથી કે તે આઠ વર્ષ પહેલા રાંધેલુ ખાઉં છું, રોજ તાજું બનાવેલું જ હોય છે. હું એક કટોરો ટમેટો સૂપ ઘઉંના એક પરોઠા સાથે લઉં છું (સામાન્ય રીતે તેમાં ગોબી કે પનીર ભરેલું હોય છે). મારો ટમેટો સૂપ ત્રણ મધ્યમસાઈઝના ટમેટોને ઉકાળીને તેમાં, ૨૦ ગ્રામ પનીર અને ૪ પલાળેલી બદામ નાંખીને તે તમામને બ્લેન્ડરમાં પીસીને બનાવવામાં આવે છે. વધુમાં, તેમાં થોડું મીઠું અને મરી નાંખવામાં આવે છે. જો તે ઉપલબ્ધ ન હોય તો, હું સૂપ સાથે ફક્ત એક વ્હોલ વ્હીટ ટોસ્ટ લઉં છું. અને જો તે પણ ન હોય તો, પછી હું ફક્ત ટમેટો સૂપ જ લઉં છું. પરંતુ, વ્હાઈટબ્રેડ તો ક્યારેય નહિ. કોઈ વખત, જયારે હું પ્રવાસ કરતો હોય ત્યારે, હું એક વધારાનો ડોસા કે ઈડલી સવારમાં ખાઈ લઉં છું. નહિતર, સ્વામી વિદ્યાનંદ મને તેમના સવારનાનાસ્તાના ૧૦% જેટલું પણ નહિ ખાવા બદલ મને મનમાં ખરાબ લગાડે છે (મજાક કરું છું). મારો સવારના નાસ્તાનો સમય ૭:૩૦નો હોય છે કોઈ વખત ૮ પણ થઇ જાય. હું મોટાભાગે સવારે ૪:૩૦ વાગ્યે ઉઠું છું, સિવાય કે અમુક દિવસે ન ઉઠું તો (અને એવા પણ કેટલાય દિવસો હોય છે).

હું મારું બપોરનું ભોજન ૧૧:૩૦ વાગ્યે લઉં છું, જેમાં સામાન્ય રીતે એક કટોરો પાસ્તા અથવા તો ભારતીય સિવાયનું બીજું કોઈ પણ ભોજન હોય છે. મને દુનિયાનાં તમામ શાકાહારી ભોજન પસંદ છે, બસ રસોઈયાને ખબર હોવી જોઈએ કે તે શું બનાવી રહ્યો/રહી છે, અને મને ગીની પીગ સમજીને મારા પર કોઈ અખતરા ન કરવાના હોય તો.

પાસ્તા વ્હોલ વ્હીટ હોઈ શકે છે કે નથી પણ હોઈ શકતાં. જ્યાં સુધી એ સરસ રીતેબનાવેલા હોય, તો હું એ લેતો હોવ છું. જે ભોજન સુંદર રીતે ગોઠવીને પ્રદર્શિત કરવામાં આવેલું હોય તે મને પ્રિય છે, તેનાંથી મારા માટે તે ભોજન પ્રત્યે અને તેને બનાવનારની ક્ષમતા માટે કદર કરવામાં મદદ મળતી હોય છે, તેમજ એવા ભોજનમાંથી મને ખુબ વધુ સંતોષ અને પોષણ પણ મળતું હોય છે.

એક વાત કહીશ, કામ ગમે તે હોય, જે લોકો સક્ષમ અને જાતે નિર્ણય લઇ શકે તેવા છે તેમના માટે મને ખુબ જ સન્માન અને પ્રેમ છે. હું આખો દિવસ તેમના વખાણ કરી શકું છું. અને આવી સક્ષમતા નાની-નાની વિગતો પ્રત્યે પુરતું ધ્યાન આપવાથી, ખુબ જ પ્રમાણમાં પ્રેકટીશ કરવાથી, અને આપણી ભૂલોમાંથી શીખવાથી, તેમજ ચુનોતીઓનો સામનો કરવાથી આવતીહોય છે.

હું મારું ત્રીજું અને છેલ્લું ભોજન મોટાભાગે સાંજે ૬ વાગ્યે લેતો હોવ છું કોઈ વખત જો આશ્રમમાં હોવ તો ૭:૩૦ વાગ્યે આરતી થઇ ગયા પછી લેતો હોવ છું. ડીનરમાં, હું સામાન્ય રીતે ૩ કે ૪ નાની રોટલી (હંમેશાં વ્હોલ વ્હીટ લોટમાંથી બનાવેલી) અને સાથેએક કટોરી દાળ અને એક શાક. આ રહ્યો એક નાનો વિડીયો કે જેમાં સ્વામી વિદ્યાનંદ મારામાટે રોટલી બનાવી રહ્યાં છે, જો તમને તે જોવામાં રસ હોય તો. આલોક શર્મા નામનાં એક ત્વરિત વિચારશક્તિ વાળા હોશિયાર વ્યક્તિએ જયારે અમે શિંગાપોર માં હતાં ત્યારે તેશૂટ કર્યો હતો.

અહી મારા દસ નિયમો છે, જે હું ક્યારેય ચૂકતો નથી, સિવાય કે કોઈ ભાગ્યેજ પેદા થતા સંજોગો જેવું કશું હોય તો.

  1.  ક્યારેય ભોજન ચૂકવાનું નહિ.
  2.  ક્યારેય તળેલું ખાવાનું નહિ.
  3.  ક્યારેય સ્ટાર્ચ કે પ્રોસેસ્ડ ફૂડ નહિ
  4.  ગળ્યું નહિ ખાવાનું.
  5.  ક્યારેય સોફ્ટ બોટલ્ડ ડ્રીન્કસ/ જ્યુસ નહિ પીવાના (સિવાય, કોઈ વખત, સ્પાર્કલિંગ  વોટર).
  6.  ક્યારેય દિવસના સતત બે ભોજન એવા નહિ કે જે વ્હોલ વ્હીટમાંથી ન બનેલા હોય.
  7.  ક્યારેય કોઈનાં ઘરે નહિ રોકવાનું. મારે ભોજન માટે, મારું કામ કરવાં માટે, લોકોને મળવા માટે અને કસરત કરવાં માટે મને મારો પોતાનો અંગત સમય જોઈએ. વધુમાં, સૌથી મહત્વનું તો એ છે કે કોઈપણ યજમાનને મારા કારણે જે બિનજરૂરી પ્રતિકુળતા વેઠવી પડે એ મારા માટે અત્યંત વ્યથિત કરી દેતી બાબત છે.
  8.  ક્યારેય એવી હોટલમાં પણ નહિ રહેવાનું કે જેમાં મને મારી ઊંઘ, આહાર અને કસરત માટેનું યોગ્ય વાતાવરણ ન મળે તેવું હોય. (હું ખુબ જ પ્રવાસ કરું છું, અને તેથી મારા માટે આ ખુબ જ અગત્યનું છે).
  9.  ક્યારેય પ્રાર્થના કહ્યાં વગર નહિ ખાવાનું. દરેક વસ્તુ ખાતા પહેલા મને મા જગદંબાને ધરાવવાનું ગમે છે.
  10.  હું હજી પણ દસમાં નિયમનો વિચાર કરી રહ્યો છું કે એ શું હોઈ શકે. દસનો આંકડો તો મેં એટલાં માટે લખ્યો કે તેવું લખવામાં ભવિષ્યકથન કરતાં હોય એવું લાગે. અરે, મજાક કરું છુ…મારો દસમો નિયમ છે કે ક્યારેય વધારે પડતું નહિ ખાવાનું.

હું ગમે તે કે પછી ગમે ત્યાં કેમ ન ખાતો હોય અથવા તો પછી તે ગમે તેટલુંસ્વાદિષ્ટ ભોજન કેમ ન હોય, અને હું ગમે તેટલો ભૂખ્યો કેમ ન હોવ, હું ક્યારેય વધુપડતું ભોજન આરોગતો નથી. સવારનો નાસ્તો હું મારી ક્ષમતાના ૫૦% જેટલો, બપોરનું ભોજનહું ૭૦% જેટલું કે તેનાંથી ઓછુ અને રાતનું ડીનર હું લગભગ ૬૦% જેટલું જમું છું. કોઈ વખત હું, પીઝા (વુડ ફાયર્ડ, થીનક્રષ્ટ, અને વ્હોલ વ્હીટ પસંદ છે) પણ ખાઉં છું કે પછી મારી મુસાફરી દરમ્યાન બર્ગર પણ, પણ બસ એટલું જ. મને ભારત પસંદ છે કેમ કે ત્યાં ગમે તે જગ્યાએ જાવ, તમને ઘણાં બધાં શાકાહારી ભોજનના વિકલ્પો મળી રહે છે.

હું જમતી વખતે એકદમ સભાનપણે જમું છું જાણે કોઈ યજ્ઞ ન કરી રહ્યો હોય, અને દરેક કોળીયો જઠરાગ્નિમાં સ્વાહા કરતો હોય એવી રીતે. મેં ૨૦૦૨ પછી કોઈ પણ પ્રકારની ચા પીધી નથી અને ૨૦૦૫ પછી કોઈ પણ જાતના ખાંડ વાળા પીણાં પીધા નથી. એક સમય હતો, જયારે મારે ખુબ પ્રવાસ કરવો પડતો કે ખુબ બોલવાનું રહેતું ત્યારે હું તાજું બનાવેલું લીંબુનું સરબત (ખાંડ અને મીઠું નાખેલું) પીતો હતો. તેનાંથી મારા શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવામાં મદદ મળતી. ૧૧ વર્ષ સુધી કોફીથી દુર રહ્યાં બાદ, હમણાંથી હું તેપાછી લઉં છું, અને મને તે ખુબ જ ભાવી રહી છે. તે મારા મગજ ઉપર કઈક બહુ સારી અસરકરી રહી છે (કઈક થોડાં બદલાવ માટે, એ કામ કરી રહી છે). એક એસ્પ્રેસો શોટ કે પછીઓછા દૂધની કેપેચીનો, કઈક માચીટો જેવું, અઠવાડિયામાં ૩-૪ વખત લેવી મને ગમતી હોય છે. મારી કોફી મને મારી જાતે જ બનાવવાની ગમતી હોય છે સિવાય કે હું જો પ્રવાસ કરી રહ્યોહોય તો પછી મને જે પણ પીરસવામાં આવે તે હું લઇ લેતો હોવ છું. જો મને પસંદ પડે તોહું પી લેતો હોવ છું, નહીતર, હું મારા મગજમાં બબડાટ કરીને ફરિયાદ કરી લઉં અને મોટું સ્મિત આપીને તે કોફી બાજુ પર રાખી દઉં.

કોઈ વખત હું વિટામીનની ગોળીઓ લેતો હોવ છું, પણ એક વર્ષ થઇ ગયું હશે હજી સુધીમેં તે લીધી નથી. અને એવું જ વિગન પ્રોટીન માટે પણ છે. મને દહીં ખુબ જ ભાવે છે, પણ ભાગ્યે જ હું તે લઉં છું અને તે પણ એક કે બે ચમચીથી વધુ નહિ, કારણ કે તે મારા શરીરને માફક નથી આવતું. હું દૂધ નથી પીતો (સિવાય કે થોડું મારી કોફીમાં). હું દરેકપ્રકારની ભારતીય મીઠાઈથી દુર રહું છું સિવાય કે કોઈએ ઘરે જાતે અત્યંત સુંદર રીતેબનાવેલી હોય તો જ. હું ભાગ્યે જ આખું ડીઝર્ટ ખાતો હોવ છું, બસ એક કે બે ચમચી બહુથઇ ગયું. મને ફ્રેંચ પોર્શન પસંદ છે, લાગે છે કે તે લોકો સમજે છે.

મારા ત્રણ ભોજન મારા માટે મારી ત્રિકાળ-સંધ્યા જેવા છે માટે હું વચ્ચે ક્યારેય કશો નાસ્તો નથી કરતો. આશ્રમમાં કોઈ પ્રસંગ હોય ત્યારે, મારે ખરેખર નોન-સ્ટોપ બોલવાનું થતું હોય છે, ત્યારે હું સાંજે ૫:૦૦ વાગ્યે એકાદ વ્હોલ-વ્હીટ સેન્ડવીચખાતો હોવ છું, પણ તો પછી રાતના ૭:૩૦ વાગ્યેના ભોજનમાં હું બે રોટલી ઓછી ખાઉં છું. પૌષ્ટિક નાસ્તાની દરેક આરોગ્યવિદ ભલામણ કરતાં હોય છે, પરંતુ મને તે ફક્ત મારાપહેલેથી નક્કી કરેલા ભોજનના સમય દરમ્યાન જ લેવો ગમતો હોય છે, જો ખરેખર મારે કશું ખાવું જ હોય તો હું મારું અભિમાન ખાઈ લેતો હોય છે, કારણકે હું ક્યારેય એ ભૂલતો નથીકે જો હું કઈ હોય તો ફક્ત એક રેતીનો કણ માત્ર છું. હું ક્યારેય મારા મૂળને ભૂલતોનથી.

હું બપોરે થોડું સુવાનું પસંદ કરું છું, જો કે પ્રવાસ અને બીજા અનેક કાર્યોને લીધે તે કાયમ તો શક્ય નથી બનતું. તો પણ ૭૦% જેટલા સમય માટે હું તે કરી શકું છું. હું તમને કહી નથી શકતો કે મને તે સમય બધાં સમય કરતાં કેટલો પ્રિય હોય છે. તે મને મારા કામ અને મારી આજુબાજુના દરેકજણથી મને એક પ્રકારનો વિરામ આપે છે, અને આ એકસંન્યાસી હોવાનો સૌથી મોટો ફાયદો છે. જયારે હું કોર્પોરેટ દુનિયામાં કામ કરતો હતો ત્યારે મને આવી ઊંઘ માટેનો કોઈ સમય મળતો ન હતો (જો કે એ આમેય જરૂરી પણ નહોતું કેમ કે હું કામના સ્થળે મોટા ભાગે હું સુઈ જ રહેતો હતો…આ પ્રોફેશનલ્સ માટે છે, તમારા કામના સ્થળે એની કોશિશ પણ નહિ કરતાં).

બસ આટલી વાત છે મારા આહાર અને કસરતના રોજીંદા નિત્યક્રમ વિશેની.

આપણું શરીર એક મંદિર છે. હાં, એ ક્ષણભંગુર છે, કાયમ બગડતું જતું હોય છે, પરંતુ, એ પવિત્ર પણ છે જ. એનાં પ્રત્યે આપણે ધ્યાન આપીએ અને તેની કાળજી લઈએ તે જરૂરી છે. પાંચ ઇન્દ્રિયો – સ્પર્શ, સ્વાદ, સુગંધ, દ્રશ્ય અને અવાજ – થી ભોગવાતો દરેક આનંદ સુંદર છે જે આપણે આપણા શરીર મારફતે ભોગવીએ છીએ. જો તમે તમારા શરીરની સંભાળયોગ્ય આહાર, વ્યાયામ અને સારી ઊંઘ દ્વારા લો, તો તે તમને જીવનના બાકીના તમામક્ષેત્રોમાં સારું એવું વળતર આપશે.

આ બહુ લાંબુ લખાઈ ગયું છે, પણ જો તેનાથી હું તમને થોડાં પણ હસાવી શકું, અને એકાદ વાંચકને પણ નિરામય અને શિસ્તબદ્ધ જીવન જીવવા માટે પ્રેરણા આપી શકું તો હું મારું કામ થઇ ગયું એમ ગણીશ.

શાંતિ.

સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email