કદાચ છેલ્લાં આઠ વર્ષ સુધી લખેલા લેખોમાં આજનો આ લેખ સૌથી મહત્વનો છે. તમે તેને એક ઘોષણા તરીકે, એક એકરાર તરીકે કે પછી સહજ બીજા લખાણ તરીકે પણ જોઈ શકો છો. ગમે તે હોય, પણ તેમાં તમારા માટે આજે ચોક્કસ કશુંક છે.

આટલા વર્ષોમાં, હું હજારો લોકોને મળ્યો છું. કોઈ મેળાવડા કે ટોળામાં નહી, પરંતુ વ્યક્તિગત રીતે. વાસ્તવમાં પુસ્તકો (અને આ બ્લોગ ઉપર લેખ) લખ્યા સિવાય બીજું ફક્ત મેં એ એક જ કામ કર્યું છે: દરેક પ્રકારનો અનુભવ કરી રહેલા લોકોને મળવાનું. જો દરેક આધ્યાત્મિક સવાલ એ કોફીનું એક બીજ હોય, અને જો એ બધાંને હું કાળજીપૂર્વક દળું, તો છેલ્લે મને જે સુગંધિત પાવડર મળશે એ હશે માનવ ચેતના. વધુમાં, જો હું એની અંદર જ્ઞાનની વરાળ એક સાચા પ્રમાણમાં બરાબર સમય સુધી પસાર કરું તો તેનું પરિણામસ્વરૂપે જો કોઈ દ્રશ્ય જોવા જેવું હશે તો એ હશે – ઇનસાઇટ એસ્પ્રેસો.

આજે, હું તમને એસ્પ્રેસો શોટ પીરસું છું. તમે જે હોવ તે, તમારા સંજોગો ગમે તેટલાં વિકટ કે દિવ્ય કેમ ન હોય, તમારો જવાબ તમે આજે હું જે અહી કહેવાનો છું તેને કેટલું આત્મસાત કરી શકો છો તેમાંથી આવશે. ના, હું કોઈ રામબાણ ઈલાજ નથી આપવાનો; કારણકે કોઈ રામબાણ ઉપાય જેવું કશું છે જ નહિ. હું, જો કે, તમને મુક્તિનો એક સુંદરમાં સુંદર અને ખુબ જ પવિત્ર માર્ગ આપવા જઈ રહ્યો છું. સૌથી સુંદર એટલાં માટે કે તે આજનાં યુગમાં અને સમયમાં કામ કરશે, અને પવિત્ર એટલા માટે કે તે તમને જે સિદ્ધ અને યોગીઓની મહાનતાની ટોચ છે તેના ઉપર એક ગોફણમાંથી છૂટતા ગોળાની જેમ મૂકી દેશે. પણ આ મુક્તિ શેમાંથી, અને કોનાથી, તમે કદાચ પૂછશો? આત્મશંકાથી, સતત બોલબોલ કરતાં મનથી કે જે ક્ષુલ્લક વિચારોનો આનંદ માણે છે અને જે તમને સતત ઉતારી પાડે છે તેનાંથી. મુક્તિ તમારા પોતાના પડછાયામાંથી, તમે જે કઈ પણ ખોટું કર્યું હોય તેમાંથી અને તમારી સાથે કઈ ખોટું થયું હોય તો તેમાંથી પણ. શું આ શક્ય પણ છે ખરું?

હા, એક આશા છે.
તમે તમારું નસીબ ફરીથી લખી શકો છો.
તમે તમારા કર્મોની છાપ ભૂસી શકો છો.
તમે બીજા વિશ્વની ચેતનામાં દાખલ થઇ શકો છો.

કોઈપણ જિજ્ઞાસુએ મને ગમે તે સવાલ કેમ ન પૂછ્યો હોય, જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી, તે તમામનો સાર છે:

  1. હું આધ્યાત્મિક પ્રગતિ કેવી રીતે કરી શકું (અને તે પ્રગતિને કેવી રીતે માપી શકું?)
  2. હું હંમેશા શાંતિથી કેવી રીતે રહું શકું?
  3. મારા જીવનનું ધ્યેય શું?

તમે ધ્યાન વિશે સવાલ પૂછ્યો હોય કે પછી સમાધિ વિશે, કે તો તમે એક વધુ સારો સંબંધ ઇચ્છતાં હોવ કે પછી મોટી સફળતા, તમને ગમે તે આનંદનો અનુભવ કરવાની ઈચ્છા કેમ ન હોય, મોટાભાગે દરેક બાબતનો ઈરાદો ઉપરોક્ત ત્રણ સવાલોમાંથી જ ગમે તે એકમાં આવી જતો હોય છે. આખરે, જો મને શાંતિ હોય તો હું કુદરતી રીતે જ ખુશ પણ હોવ. મને એક પરિપૂર્ણતાનો અનુભવ કરાવે એવા સંબંધની તેમજ કારકિર્દીની ઈચ્છા છે કારણ કે મારે આનંદ અને સુખનો અનુભવ કરવો છે. આ ઉમંગ કે ઉષ્માની લાગણીનો અનુભવ ત્યારે થાય કે જયારે તમે આ બધાંનો અનુભવ એકસાથે કરો, તમારી આધ્યાત્મિક ક્ષણોમાં એ ઉભરાતી કરુણાનો પણ અનુભવ કરો, ત્યારે તે તમારા જીવનને કઈક અર્થ પ્રદાન કરી શકે છે.

છેલ્લાં આઠ વર્ષોમાં, દરેક વખતે જયારે તમે મને પૂછ્યું છે કે શું હું તમારા જીવનમાં કોઈ ધ્યેય આપી શકું, ત્યારે મેં હંમેશા નકારાત્મક જવાબ આપ્યો છે. અત્યાર સુધી મારી પાસે તેનો કોઈ ચોક્કસ જવાબ નહોતો, અલબત્ત કોઈ એવી રૂપરેખા તો નહોતી જ કે જે તમને આત્મ-પરિવર્તન અને સ્વ-ખોજની મુસાફરીમાં મદદરૂપ થઇ શકે. પરંતુ હવે છે.

આવો, બ્લેક લોટસમાં તમારું સ્વાગત છે. બ્લેક – શ્યામ રંગ જયારે બધાં જ રંગોને પોતાની અંદર શોષી લે ત્યારે એ બ્લેક-શ્યામ બનતો હોય છે, અને કમળ એ એક એવું પુષ્પ છે જે કાદવમાં તો ખીલતું હોય છે, પણ તે તેની ઉપર જ હંમેશાં રહેતું હોય છે, એકદમ સ્વચ્છ. દરેક વખતે ખુશ રહેવું શક્ય નથી. પરંતુ મોટાભાગના સમયે તો ખુશ રહેવું શક્ય છે જ. અને વધારે ડહાપણ વાળી અને આધ્યાત્મિક પસંદગીઓ કરવી એ તો બિલકુલ શક્ય છે. અને જેથી કરીને તમે કોઈ પાગલ કરી મુકે એવી પરિસ્થિતિમાં ન આવી પડો.

હું એવા તારણ ઉપર પહોંચ્યો છું કે કોઈપણના માટે પોતાની અંદર રહેલી મહાનતાનો અનુભવ કરવાં
માટે, તેઓએ એક એવી મુસાફરીએ નીકળવું પડશે કે જેમાં તેઓના આંતરિક અને બાહ્ય જગત વચ્ચે એકસુત્રતા જળવાઈ રહે. આવી એકસુત્રતામાં જ સામંજસ્યનું અસ્તિત્વ રહી શકે. તમારી આધ્યાત્મિક પદ્ધતિઓએ તમને તમારા નિર્ણયો લેવામાં માર્ગદર્શન આપવું જ પડે, અને તેનું પ્રતિબિંબ તમારા વર્તનમાં પણ છલકાવું જોઈએ, નહીતર તો પછી આવી કવાયત કરવાનો અર્થ શો? એ જોતા, અત્રે પ્રસ્તુત છે બ્લેક લોટસનો એક ઉત્કૃષ્ટ માર્ગ કે જે તમને જુદા-જુદા સ્તરે તમને તે સ્તરની આધ્યાત્મિકતાની ટોચ ઉપર લઇ જશે. એક શિખાઉમાંથી સિદ્ધના સ્તરે, ફક્ત ૧૦ સેકંડમાં જ. મારો કહેવાનો અર્થ છે ૧૦ પગલામાં. માફ કરશો.

મારા માર્ગમાં સતત આધ્યાત્મિક પ્રગતિ કરતાં રહેવાં માટેના મુખ્ય અને મહત્વના એવા ત્રણ તત્વો છે:

ધ્યાન

ધ્યાનમાં એક શાંત મન હોવું એનાં કરતાં પણ બીજું ઘણું બધું મહત્વનું છે. ધ્યાન દ્વારા તમે સ્વ-જાગૃતિની એક અદ્દભુત માત્રા વિકસાવી શકો છો. આવી જાગૃતતા તમને પછી તમારા મનની પ્રકૃતિ અને પ્રતિક્રિયાઓમાંથી બહાર આવવા માટે તમને મદદરૂપ થાય છે, કેમ કે તમારા મનની આ પ્રકૃતિ અને પ્રતિક્રિયાઓ એ આધ્યાત્મિક માર્ગમાં એક બહુ જ મોટા અવરોધો છે. આપણી પ્રતિક્રિયાસ્વરૂપે થતા કર્મો પાછળ આપણી ટેવો અને અને મનોવૃત્તિ જવાબદાર છે અને તે આપણા મનને એક ક્રોધે ભરાયેલા અને ધૂળ ઉડાડતાં બળદની જેમ ભુરાટે ચડાવે છે, અને ત્યારે આપણી ઇચ્છાઓ અને લાગણીઓ ત્યાં ઉભી-ઉભી રાડો, બરાડો અને ચિચિયારીઓ કરીને મનનો ઉત્સાહ ઓર વધારે છે. ફર્ક ફક્ત એટલો જ છે કે અહી આ બળદ (મન)ને નાથવા માટે કોઈ મેટાડોર (બુલ ફાઈટીંગની રમતમાં જે બળદને નાથે છે તે) નથી હોતો. સારું ધ્યાન તમને ફક્ત આ બળદ (મન)ને તેના શિંગડા પકડવા માટે જ સમર્થ નથી કરતુ પરંતુ તેને શાંત પાડીને તેની શકિતનો ઉપયોગ બીજા અર્થસભર કાર્યો કરવાં માટે પણ કરે છે.

મંત્ર

મંત્ર જપ કે મંત્ર ધ્યાન જયારે સજાગતાથી કરવામાં આવે છે ત્યારે તે તમારી ચેતનાને બ્રહ્માંડની ચેતના સાથે એકરૂપ કરી દેતું હોય છે. મંત્રોથી ઉત્પન્ન થતો ધ્વની તમારી છુપી ઉર્જાને જાગૃત કરે છે જે તમારી સાથે અનેક જન્મોથી રહેલી હોય છે. જો આ બધું મુંઝવી નાંખે એવું લાગતું હોય તો, હું તમને કહું છું કે કોઈ પણ મંત્રનો જપ રોજની ૨૦ મિનીટ સુધી ત્રણ અઠવાડિયા સુધી કરો અને જાતે તપાસી જુઓ કે તમને આંતરિક રીતે કેવું લાગે છે. આત્મવિશ્વાસમાં વધારો, સારી અંત:સ્ફૂરણા, અને ઉચ્ચ સજાગતા એ જાગૃતપણે થતા મંત્રજપની આડપેદાશો છે. એક તીક્ષ્ણ અંત:સ્ફૂરણા, એ આધ્યાત્મિક જાગૃતતાની અવિચળ નિશાની છે. એનો અર્થ એ નથી કે તમે બધું જાણતા થઇ જાવ છો, ફક્ત તમારામાં તમારી આજુબાજુની પ્રત્યેક વસ્તુ માટે એક ઉચ્ચ પ્રકારની સમજણનો વિકાસ થાય છે.

ભલાઈ

તમારી આધ્યાત્મિક ઉર્જાનાં સંગ્રહાલયને ભરપુર રાખવા માટેનો એક સરળ માર્ગ છે તમારા વિચારો, વાણી અને વર્તનમાં એક ભલાઈ રાખવી. ધ્યાન અને સાચા મંત્રજપથી જે ઉર્જા આપણને મળે છે તેને સારી જગ્યા એ ખર્ચવી જોઈએ જેથી કરીને તે સતત ને સતત વધતી રહે. ભલાઈના કર્મો (Random Acts of Kindness – RAK) એ એક એવું રોકાણ છે જે તમે અવારનવાર કરતા રહો છો. જયારે તમે કોઈ બીજાનાં જીવનને સ્પર્શ કરો છો ત્યારે તમે તમારા મનને ભલાઈના એક અનોખા આનંદથી ભરી દેતાં હોવ છો. આ બધાં સારા કર્મો એકઠા થતાં રહે છે અને એ તમારી એક આધ્યાત્મિક સંપત્તિ બને છે. વધુમાં, તમારી ચેતના જેમ જેમ વિકસતી જાય તેમ-તેમ તમારી આધ્યાત્મિક ક્ષમતામાં પણ વધારો થતો જાય છે અને તે તમને બીજાનું પોષણ અને મદદ કરવાં માટે આગળ ધપાવતું રહે છે.

આ માર્ગમાં રહેલા બીજા મુકામો અને તમારી આધ્યાત્મિક પ્રગતિને કેવી રીતે માપવી એ બધું જાણવા માટે બ્લેક લોટસ એપને ડાઉનલોડ કરો. અને આ મને એક બીજા મહત્વના મુદ્દા તરફ લઇ જાય છે: બ્લેક લોટસ ૩.૦ આજે બહાર પાડીએ છીએ.

ઉદાર દાતાઓનું એક નાનકડું જૂથ, હોશિયાર મગજ વાળાઓની એક નાની ટુકડીની મદદથી હજારો કલાકના પરિશ્રમથી આ એક શક્તિશાળી અને કાર્યક્ષમ રૂપરેખાનું નિર્માણ કરી શકાયું છે. મારો એ બાબતમાં પહેલીથી જ દ્રઢ વિશ્વાસ છે કે એકાદ જણની શૂરવીરતા કરતાં સામુહિક રીતે થતા બૌદ્ધિક પ્રયત્નમાં પરિવર્તનકારીક શકિત રહેલી છે. માટે, બ્લેક લોટસ એ મારા વિશેનું નથી પણ તમારા માટે અને તમારી આજુબાજુ રહેલા લોકો માટે છે. થોડાં વિકસિત યોગીઓ આ ગ્રહ ઉપર અદ્દભુત સુંદરતાનું સર્જન કરી શકે તેમ છે.

જો તમારે બ્લેક લોટસ સિદ્ધ યોગી બનવું હોય તો એના બે પગથીયા છે:

  1. પ્રથમ તો એપ ડાઉનલોડ કરો iOS ડિવાઈસ માટે અહીંથી અને Android ડિવાઈસ માટે અહીંથી.
  2. બ્લેક લોટસ ટ્વીટરને અનુસરો કારણકે ત્યાં ઘણી બધી સુંદર વસ્તુઓ તમારા માટે રાહ જોઈ રહી છે.

અને છેલ્લે, અમારે થોડાં બ્લેક લોટસ ચેમ્પિયન્સની જરૂર છે – એક એવા લોકો કે જે આ જીવનભરના આધ્યાત્મિક સાહસમાં મારી જોડે જોડાવા માટે તૈયાર હોય. જો તમે જેટલાં ભલા હોય એટલાં પ્રમાણમાં જ ઈચ્છુક પણ હોવ, અને જો તમારે આ દુનિયાની સેવા કરવી હોય તો મારી સાથે આ ક્રાંતિમાં જોડાવ. હું તમને વચન આપું છું બ્લેક લોટસ એ વર્તમાન સમયની એક ક્રાંતિ હશે. એક દિવસે તમે પાછું વળીને જોશો તો તમને આ શબ્દોમાં રહેલા સત્યનું દર્શન થશે. જો તમારે બ્લેક લોટસ ચેમ્પીયન બનવું હોય તો, મહેરબાની કરીને તમારી ઈચ્છાનું રજીસ્ટ્રેશન અહી આ ફોર્મ ભરીને કરો. આ સહેલું તો નહિ હોય, પરંતુ તમે એક ઈતિહાસને ફરીથી લખી શકશો – તમારો, તમારા દેશનો અને આ દુનિયાનો ઈતિહાસ.

અહી હેતુ બહુ સરળ છે: જીવો, પ્રેમ કરો, હસો, અને દાન કરો. અને તેના માટેનું માધ્યમ છે બ્લેક લોટસ.

परं ब्रह्म परं धाम पवित्रं परमं भवान् |
पुरुषं शाश्वतं दिव्यमादिदेवमजं विभुम् ||

આપ પરમ બ્રહ્મ, પરમ ધામ છો, પરમ પવિત્ર છો અને પરમ સત્ય છો. આપને સમસ્ત ઋષિજનો સનાતન, દેવોના પણ આદિદેવ, અજન્મા અને મહાન સર્વવ્યાપી તરીકે જાણે છે.

શાંતિ.

સ્વામી

 

 

 

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email