ॐ સ્વામી

વધુ પડતો ભારે થેલો – Excess Baggage

આધ્યાત્મિક પ્રગતિ કરવાં માટે આપણે જ આપણા માર્ગમાં અવરોધ બનતાં અટકવું પડશે, નહિ તો લાગણીઓનો ખડક પાછો ગબડતો જ રહેશે.

એક નાનકડી છોકરી હતી. જેને પણ એક નાનકડી છોકરી હતી બિલકુલ એનાં મસ્તકની મધ્યે; અને જયારે એ સારી હોય ત્યારે એ ખુબ-ખુબ સારી હોય, અને જયારે એ ખરાબ હોય, ત્યારે ભયાનક રીતે ખરાબ હોય. ~ H. W. Longfellow આપણા બધાંની વિચાર કરવાની ખાસ એક શૈલી હોય છે, એવી બાબતો કે જે આપણા માટે કામ કરી જાય કે પછી આપણને જ લાત મારતી જાય. એકદમ અચાનક જ આપણો મિજાજ બદલાઈ જતો હોય છે અને નકારાત્મક વિચારો કેળાનાં ખેતરમાં તોફાન મચાવી રહેલાં વાંદરાની જેમ આપણા મગજમાં ઘમાસાણ બોલાવી દેતાં હોય છે (કલ્પના…read more

માર્શમેલોનો પ્રયોગ

શું તમારી લાગણીઓનું એવું નિયમન શક્ય છે ખરું કે જેથી કરીને તમે લગભગ દરેક સંજોગોમાં એક જ પ્રકારની લાગણીનો અનુભવ કરી શકો?

મને Willpower નામનાં રોય બૌમિસ્ટરનાં પુસ્તકનો એક ફકરો યાદ આવી રહ્યો છે, જે કઈક આ મુજબનો છે: “લાગણી ઉપરનો કાબુ એ કઈક અનોખી રીતે જ અઘરો છે, કેમ કે તમે તમારી ઈચ્છા પ્રમાણે તમારી મનોદશાને બદલી શકતાં હોતાં નથી. તમે કશી બાબત માટેના તમારા વિચારો કે તમારું વર્તન જરૂર બદલી શકો, પરંતુ તમે તમારી જાતને ખુશ રહેવાં માટે દબાણ ન કરી શકો. તમે તમારા સાસરીયાઓ સાથે નમ્રતાપૂર્વકનું વર્તન જરૂરથી કરી શકો, પરંતુ તમે તેમના મહિના જેટલી લાંબી મુલાકાત માટે તમારી જાતને ઉત્સાહિત કે આનંદિત ન કરી શકો.” એક વખત હું…read more