ॐ સ્વામી

જીવનની ABC

શું જીવનમાં આવતાં દુઃખોમાંથી બહાર નીકળવાનો કોઈ માર્ગ નથી?

“જીવને મને શીખવ્યું છે સ્વામીજી,” મારા પિતાએ મને એક દિવસે કહ્યું, “કે, દરેકે પોતાની મુસાફરી એકલાં એ જ કરવાની હોય છે.” તે થોડાં બેબાકળા અને વિક્ષુબ્ધ પણ જણાતાં હતાં, કેમ કે તેઓ તાજેતરમાં જ એક છેતરપિંડી વાળા ફોન કૉલ ના શિકાર થયાં હતાં, ફોન કરનારે તેમને કહ્યું કે તેમનું બેંક કાર્ડ બ્લોક થઇ ગયું છે અને પછી તેમને ખોટી રીતે દોરીને તેમની પાસેથી બધી જરૂરી માહિતી કઢાવી લીધી. અને પછી મારા માતા-પિતાનું આખા એક મહિનાનું પેન્શન અનેક વેબસાઈટ્સ ઉપર ખર્ચી નાંખ્યું. બેંકનો સંપર્ક કરતાં તેમને જણાવ્યું કે એ મારા પિતાનો…read more

આત્મજ્ઞાન

શું આત્મજ્ઞાનનો અર્થ એવો થાય કે તમે હંમેશાં એક આનંદના મોજા ઉપર તરતાં રહી શકો?

“હું આત્મજ્ઞાન કેવી રીતે મેળવી શકું?” કોઈએ મને એક દિવસે પૂછ્યું. “શું તમે મને કોઈ ઊંડો અનુભવ ન કરાવી શકો? મારે મારા જીવનમાં આમૂલ પરિવર્તન જોઈએ છે.” મને આ પ્રશ્ન ઉત્સાહી જિજ્ઞાસુઓ દ્વારા અનેક વાર પૂછવામાં આવતો હોય છે. તેઓ કોઈ રામબાણ ઈલાજની શોધમાં હોય છે કે પછી કોઈ રહસ્યની, કે જે તેમના તમામ પ્રશ્નો (આધ્યાત્મિક અને ભાવનાત્મક)નું કાયમ માટે નિવારણ કરી શકે. જો કે ઘણા સાધકો તેમાં લાગતી ખંત અને વ્યક્તિગત પ્રયત્નોનું મહત્વ સમજતાં હોય છે, પરંતુ મોટાભાગનાં લોકોને તો તુરંત થઇ શકે તેવો કોઈ ઉપાય જોઈતો હોય છે….read more