ॐ સ્વામી

Mind Full to Mindful

એક પુષ્પ ખીલતું હોય છે, અને આખી દુનિયામાં વસંત ઋતુ છવાઈ જતી હોય છે.

એક દિવસે, બુદ્ધ પોતાના સંન્યાસીઓ સાથે એકાંતમાં બેઠા હોય છે અને ત્યારે જ એક વ્યક્તિ તેમની પાસે આવે છે અને બોલે છે, “મહેરબાની કરીને મને બસ થોડાંક શબ્દોમાં જ શ્રેષ્ઠ જ્ઞાન આપવાની આપ કૃપા કરશો?” બુદ્ધે આ વ્યક્તિની ઉપસ્થિતિની તેમજ તેના સવાલની નોંધ લીધી, અને તેની સામે મંદ સ્મિત કર્યું અને પોતાનું મૌન જાળવી રાખ્યું. થોડીક મિનિટો સુધી રાહ જોયા પછી, પેલો આગંતુક બુદ્ધ સમક્ષ દંડવત પ્રણામ કરીને કહ્યું, “ખુબ ખુબ આભાર, મને મારો સંદેશ મળી ગયો. હું હવે તમારી રજા લઉં.” શરીપુત્ર નામનો એક બંડખોર સંન્યાસી હતો જે ક્યારેય…read more

ઈરાદાઓ વિરુદ્ધ આવડત

સફળતાની રેલગાડી ઈરાદાઓ અને આવડત વચ્ચેના પૂલ પર દોડતી હોય છે.

મારી ઈચ્છા છે: વાંચવાની પણ મારાથી એકાગ્રતા નથી કેળવાતી કસરત કરવાની પણ એનાં બદલે ટીવી જોવાઈ જાય છે શાંત રહેવાની પણ મારાથી ગુસ્સો થઇ જાય છે માફ કરવાની પણ મારાથી ભુલાતું નથી કે નથી માફ થતું જતું કરવાની પણ મારાથી તેમ થતું નથી કરવું છે… (ખાલી જગ્યા પૂરો)…પરંતુ થતું નથી…. વિગેરે વિગેરે દરરોજનાં ધોરણે, હું અનેક નિરાશા અને હતાશા ભરેલી, લાચારી અને ઢીલુ છોડવાની વાતો સાંભળતો હોવ છું, જેમાં કોઈને કોઈ અતિ પ્રમાણિકતાથી મને એવું કહેતું હોય છે કે તેમને અમુક કાર્ય કરવું હોય છે કે અમુક રીતના બનવું હોય…read more

Cottleston Pie

તમારા જીવનનું લક્ષ્ય શોધવા માટે તમારે કયો રસ્તો લેવો? શું ધ્યાન માર્ગ એ એકમાત્ર ઉકેલ છે?

“મારે ધ્યાન કરવું છે,” કોઈએ મને એક દિવસે પૂછ્યું, “પરંતુ, મને નથી લાગતું કે તે મારા માટે હોય. શું ધ્યાન કરવું એ આત્મ-બોધનો એકમાત્ર માર્ગ છે?” “બિલકુલ નહિ,” મેં જવાબ આપ્યો. “ તમે તદ્દન જુદા માર્ગે ચાલીને પણ તમારા સત્ય સુધી પહોંચી જ શકો.” “પણ discover your own truth (તમારું સત્ય જાતે શોધો) કહીને તમે ખરેખર શું કહેવા માંગો છો, અને ખરેખર તે કરવું કેવી રીતે?” તેને મને મારા વિડીઓ પ્રવચનના અંતે આવતી ટેગલાઈનને ટાંકતા પૂછ્યું. મને લાગ્યું કે આ એક વ્યાજબી સવાલ છે, અને ભૂતકાળમાં હું અનેક એવા લોકોને…read more