ॐ સ્વામી

ભૂતકાળથી કેમ છુટકારો મેળવવો

જયારે તમે પ્રકાશ તરફ આવી જાવ છો, ત્યારે તમારો પડછાયો હંમેશાં પાછળ જતો રહેતો હોય છે.

“મારે બદલવું છે, પણ મારો ભૂતકાળ મારો પિછો નથી છોડતો, સ્વામી,” એક મુલાકાતીએ મને હમણાં જ પૂછ્યું. “મને સતત મારા પાપોનો પસ્તાવો થયાં કરે છે. હું મારા આ બોજથી કેમ કરીને છુટકારો મેળવું?” બે બાબતો તારી કબર સુધી તારી પાછળ આવશે,” મેં જવાબ આપતાં કહ્યું. “કલ્પના કરવી છે?” “મારા કર્મો?” “અને તારા લેણદારો,” મેં મજાક કરતાં કહ્યું. “કર્મોનું મોટું પોટલું સાથે આવશે અને બીજો એક થેલી લઇને.” તે હસવા માંડ્યો એક ભયભીત સ્મિત. “એક દેવું છે,” મેં ઉમેરતા કહ્યું, “અને બીજો દેવાની વસુલી કરનાર.” આપણા કર્મોનું પોટલું એ આપણું નહિ…read more

સંબંધ કેવી રીતે ટકી શકે?

પ્રેમનું પુષ્પ ત્યારે જ ખીલી ઉઠતું હોય છે જયારે તેની માવજત અમુક ચોક્કસ રીતે કરવામાં આવે. વધુ વિગત માટે આ વાંચો.

આપણી દુનિયા લોકોથી બનેલી હોય છે. ખાસ કરીને આપણી સૌથી ઉત્તમ અને સૌથી ખરાબ યાદોમાં બીજા લોકો અવશ્ય રહેલાં હોય છે. તમે કદાચ લક્ઝરી કાર, બીચ હાઉસ, કે પોતાની નૌકા હોય અને બીજી એવી અનેક ઈચ્છાઓ રાખી શકો, અંતે તો જોકે, તમે તે દરેક વસ્તુ બીજા સાથે વહેચવાનું સ્વપ્ન જોતા જ હોવ છો. કોઈ દિવસ તમને દુનિયામાં ચાલતાં રહેલાં આ પાગલપણાથી દુર તમને દોડીને ક્યાંક એકલા ટાપુ ઉપર કે હિમાલયની ગુફામાં જતાં રહેવાનું મન પણ થાય કે જ્યાં તમે ફક્ત તમે જેવાં છો તેવા બની રહો, પરંતુ અંતે તો, તમારું…read more

1