ॐ સ્વામી

સન્માનનો પાયો

જે માર્ગ તમને તુચ્છ માનવ લાગણીઓથી પરે દિવ્યતા તરફ લઇ જતો હોય છે, તે માર્ગે ફક્ત એક જ ગુણ દ્વારા ચાલી શકાતું હોય છે. વધુ જાણવા માટે વાંચતા રહો.

બ્રહ્મદત્ત કાશીના દરબારમાં છેલ્લાં ચાલીસ વર્ષથી સેવા આપી રહ્યાં હતાં અને તે રાજાના સૌથી વિશ્વાસુ મંત્રી હતાં. રાજા ફક્ત મહત્વની બાબતો માટે જ તેમની સાથે સલાહ સૂચન કરતાં એટલું જ નહિ, પણ બ્રહ્મદત્ત તેમના એટલાં ખાસ હતાં કે ઘણી વાર તે રાજવી પરિવાર સાથે જમણ પણ કરતા. રાજાના ખાનગી કક્ષમાં પણ તેઓ બેરોકટોક આવી શક્તા. બીજા દરબારીઓ તેમની પ્રમાણિકતા માટે તેમને માન આપતાં અને કાશીની પ્રજા તેમના જ્ઞાનને લીધે તેમને પૂજ્ય માનતી. એક દિવસે, ચોકીદારે બ્રહ્મદત્તને થોડા સોનાનાં સિક્કાનો હિસાબ નહિ લખતા અનેતે  પોતાનાં ખિસ્સામાં સેરવી દેતા જોયા. તેને પોતાનાં…read more

નિપુણતાનું રહસ્ય

પ્રસ્તુત છે પાબ્લો પિકાસોના જીવનની એક સુંદર વાત કે જે આપણને નિપુણતા કેવી રીતે પ્રાપ્ત કરવી તેના માટેની એક અંતર્દ્રષ્ટિ આપે છે.

જગવિખ્યાત સ્પેનિશ ચિત્રકાર પાબ્લો પિકાસો એક દિવસ ફ્રાંસના એક નાનકડા કાફેમાં પોતાની ત્રીજી કોફીની રાહ જોતો બેઠો હતો. સળગતી સિગારેટ એશટ્રેમાં પડેલી હતી, અને તે પોતે પેપર નેપકીન ઉપર આમથી તેમ રેખાઓ ખેંચી રહ્યો હતો. પિકાસોની જાણ બહાર, નજીકના ટેબલ ઉપર, એક સ્ત્રી કે જે તેની પ્રોત્સાહક હતી એ બેસીને તે જોઈ રહી હતી. થોડી મિનીટો પછી પિકાસોએ પોતાની પેન્સિલ નીચે મૂકી, નેપકીન ઉંચો કરીને તેને ધારી-ધારીને જોવા લાગ્યો, જાણે કે તે તેનાંથી ખુશ ન હોય તેમ, કાં તો પછી તેમાં હજી વધારે કામ કરવા જેવું લાગતું હતું. પછી તે…read more

1