ॐ સ્વામી

એક સારા સંબંધનું રહસ્ય

એકબીજાના સહવાસનો આનંદ માણવો એ સળગતી ભઠ્ઠી પાસે બેસવા સમાન છે. પ્રસ્તુત છે એક સુંદર વાર્તા.

હૈમીન સુનિમનાં The Things You Can See Only When You Slow Down, નામના પુસ્તકમાં દક્ષિણ કોરિયામાં રહેતા એક ઝેન ગુરુનાં જીવનનાં એક અર્થપૂર્ણ પ્રસંગની વાત છે: મારી યુવાનીમાં, આશ્રમમાં રહેતા મારા એક ઘાઢ મિત્ર સાથે હું બે અઠવાડિયા માટે યુરોપની બેકપેકિંગ યાત્રાએ ગયો. અમે જયારે રોમના એરપોર્ટ ઉપર પહોંચ્યા ત્યારે તો અમારો ઉત્સાહ ખુબ જ છલકાતો હતો. અમે બન્ને એકબીજાને કેટલાંક વર્ષોથી ઓળખતા હતા, અને અમને બન્નેને એકબીજા સાથે ખુબ જ સારું બનતું હતું. મને તેમનું રમુજીપણું અને હુંફાળો સ્વભાવ ખુબ જ ગમતો, અને તેઓ મારા સાહસિક સ્વભાવ અને હકારાત્મક…read more

તમારા જીવનનું કેન્દ્રબિંદુ

કુદરતમાં દરેક વસ્તુ પહેલાનાં જેવી જ સુંદર હતી પરંતુ પિંગળા હવે કોઈ સુંદરતાને જોઈ શકતી નહોતી.

શ્રીમદ્ ભાગવતમાં એક સુંદર વાર્તા છે. એક અવધૂતના જ્ઞાનથી પ્રભાવિત થઇને યદુ રાજા તેમને તેમના ગુરુ વિશે પૂછપરછ કરે છે, જવાબમાં અવધૂત કહે છે કે તેમના તો એક વેશ્યા સહીત ઘણાં બધાં ગુરુઓ છે. “એક વેશ્યા?” રાજાએ તિરસ્કારથી પૂછ્યું. “હા, કેમ નહિ?” અવધૂતે કહ્યું. “જુઓ હું તેની પાસેથી આ પાઠ શીખ્યો છું.” અને તેમને પિંગળાની વાત કરતાં કહ્યું. પિંગળા પોતે વિદેહ નગરીમાં રહેતી એક સુંદર વેશ્યા હતી. તેના તાજા કાપેલા કરમદા જેવા લાલ, ભરાવદાર અને આકર્ષક હોઠ હતા, તેના શરીરમાંથી એક અદ્દભુત પુષ્પ જેવી સુંગધ આવતી હતી. તેની એક ઝલક…read more

1