ॐ સ્વામી

એક આશીર્વાદ સમાન જીવન

અમુક વખત, જયારે આપણને એ વાતની ખબર પડે કે બીજા લોકો શેમાંથી પસાર થઇ રહ્યાં હોય છે, ત્યારે જ આપણને આપણા આશીર્વાદ સમાન જીવનની કદર થતી હોય છે.

નવ વર્ષ પહેલાં, અમે ધંધા માટે એક જગા ભાડે લીધી હતી. તે એક ચાર-માળની ઈમારત હતી, અને તેમાં અમે અમારી પસંદગી મુજબનુ રંગરોગાન કરાવ્યું હતું. અને અમે તેની સાફસૂફી માટે એક કંપની સાથે કરાર કર્યા હતા, કે જે અમને તે કામ માટેના માણસો પુરા પાડતી હતી. અમે ખુશ હતા કે અમારે અમારા ધંધાની મુખ્ય બાબતો સિવાયની અન્ય કોઈ બાબતની જેવી, કે આ સ્ટાફની તાલીમ કે તેમને ટકાવી રાખવા વિગરેની સહેજ પણ ચિંતા કરવી પડશે નહિ. થોડા વધુ પૈસા ખર્ચવાથી જ એક બહારની એજન્સી આ બધાની જવાબદારી લઇ લેશે. હું એક…read more

ભયનો સ્રોત

જેવી રીતે છોડનો સ્રોત તેનું બીજ હોય છે, તેમ આપણા ભયનું પણ એક સ્રોત હોય છે. આપણા ઘભરાટ, ડર અને ભીતિનું પણ સ્રોત હોય છે, અને આપણે સ્રોત સુધી તો પહોંચવું જ જોઈએ.

પેમા ચોન્દ્રનના When Things Fall Apart નામના પુસ્તકમાં તેમના ગુરુ તૃન્ગપા રિન્પોચે – જે એક બિન્દાસ્ત તેમજ વિવાદાસ્પદ પરંતુ ખુબ જ પારદર્શી તેમજ સાચા વ્યક્તિ છે – તેમનાં એક રસપ્રદ પ્રસંગની વાત છે. એક યુવાને તેમને પૂછ્યું કે તેમને પોતાને કોઈ ડર છે કે કેમ? રિન્પોચે જવાબમાં કહ્યું કે તેમની સંન્યાસીની તાલીમના એક ભાગ રૂપે તેમને એવી ડરામણી જગ્યાઓએ જેમકે સ્મશાનમાં જવાનું થતું કે પછી એવી-એવી બાબતો ઉપર ચિંતન કરવું પડતું કે જે તેમને ન ગમતી હોય. પુસ્તકમાં આ મુજબનું વર્ણન છે: પછી તેમને એક વાત કરી કે જેમાં તેમને…read more

1