ॐ સ્વામી

કોને ખુશ કરવાનાં

એવું બિલકુલ શક્ય છે કે બે લોકો પ્રેમમાં હોય, સાથે પણ રહેતાં હોય અને તેમ છતાં બન્નેના માર્ગ જુદાજુદા હોય. પ્રેમનો અર્થ એ નથી કે સામેની વ્યક્તિને સતત ખુશ કરતાં રહેવું.

એક દિવસે મને એક યુવાને ખુબ જ નિર્દોષતાથી પૂછ્યું, “મારે કોને ખુશ કરવાના? મારા માતા-પિતા છે, ભાઈ-ભાંડુઓ છે, પત્ની છે, બોસ છે અને બીજા પણ ખરા. હું આ બધાંમાંથી કોને પસંદ કરું કે પછી હું તે બધાંને ખુશ રાખવાની કોશિશ કરું?” “તું સૌથી મહત્વની વ્યક્તિને તો ભૂલી જ ગયો?” મેં કહ્યું. “ભગવાન?” “તારી જાતને.” અંતે (આ શબ્દની ખાસ નોંધ લેશો), આપણા રોજબરોજના જીવનમાં ખુશીનો આધાર એ બાબત ઉપર રહેલો છે કે હું પોતે મારી જાતને તેમજ બીજાને કેટલા ખુશ રાખી શકું તેમ છું, અને આમાંનું એકેય સરળ તો છે જ…read more

ડેફોડીલનો સિદ્ધાંત

અત્રે પ્રસ્તુત છે એક સુંદર વાર્તા કે જેમાં એક પ્રેરણાદાયી સંદેશ રહેલો છે...જીવન જીવવા માટેનો રસ્તો.

જાપાનીઝ ભાષામાં એક શબ્દ છે, અને જેમ દરેક ભાષામાં અમુક શબ્દો એવા રહેલા હોય છે કે જેનું ભાષાંતર થઇ શકે નહિ. તે શબ્દ છે વાબ-સાબી. આ ફક્ત એક શબ્દ જ નહિ પરંતુ એક ફિલસુફી છે, જીવન જીવવાની રીત. તેનો સરળ અર્થ કરવો હોય તો એવો કરી શકાય કે, જીવનની અપૂર્ણતાઓમાં રહેલી સુંદરતાને જોવાનો માર્ગ અને કુદરતી રીતે વિકસવાનો તેમજ મોટા થતા રહેવાનું જે કુદરતી ચક્ર છે તેની સાથે સહજ વહેતા રહેવું. પરંતુ એક ગરિમાપૂર્ણ જીવન જીવવા માટેનો માર્ગ શું હોઈ શકે કે જેમાં ફક્ત ગરિમા જ નહિ પરંતુ કૃતજ્ઞતા અને…read more