ॐ સ્વામી

એક આધ્યાત્મિક અભિગમ

આ રહી એક આધ્યાત્મિક અભિગમના અર્થ અને મહત્વને રજુ કરતી એક સુંદર વાર્તા.

સુભુતિ બુદ્ધનાં મુખ્ય શિષ્યોમાંનો એક શિષ્ય હતો અને તે પોતાના ગુરુના ઉપદેશને ફેલાવવા માટેની અનુમતિ માટે ખુબ લાંબા સમયથી રાહ જોઈ રહ્યો હતો. બુદ્ધના જેતવનમાં એક અસ્થાયી પડાવ દરમ્યાન એક સવારે તે, બુદ્ધની ગંધાકુટીરની બહાર ગયો, અને બુદ્ધ સમક્ષ સાષ્ટાંગ પ્રણામ કરીને તેમનો સંદેશો દુર-દુર સુધી ફેલાવવા માટે અનુમતિ માંગવા લાગ્યો. “ઉભો થા, સુભુતિ,” બુદ્ધે કહ્યું. “પ્રશિક્ષક બનવું સરળ નથી. અરે તું સુંદર શબ્દો બોલતો હશું તો પણ, તેવા કેટલાય હશે જે તારી ટીકા પણ કરશે અને તને અપખોડશે પણ ખરા.” “તમારા આશીર્વાદ અને કૃપાથી, ઓ શસ્ટા, મને સંપૂર્ણ ખાતરી…read more

પ્રારબ્ધ કે ઈચ્છા-સ્વાતંત્ર્ય

તમારા નસીબમાં શું છે તે શું પ્રારબ્ધ નક્કી કરી શકે કે પછી તમને ઈચ્છા-સ્વાતંત્ર્ય જેવું પણ કઈ હોય છે?

શું દરેક વસ્તુ પહેલેથી જ નિશ્ચિત થયેલી હોય છે કે પછી આપણને ઈચ્છા-સ્વાતંત્ર્ય જેવું પણ કશું હોય છે? આખરે, જો દરેક વસ્તુ નસીબમાં જ લખાયેલી હોય તો પછી કોઈપણ સ્વપ્ન પૂરું કરવા માટે મહેનત કરવાનો અર્થ જ શો, અને જો બધું આપણા હાથની જ વાત હોય તો પછી આપણે શા માટે જીવનમાં લાચાર અને અનપેક્ષિત સંજોગોમાંથી પસાર થતા રહેતા હોઈએ છીએ? થોડા દિવસો પહેલા જ આશ્રમમાં જે વાર્ષિક ઉજવણી ચાલે છે તેમાં, મેં દેવીના મહિમાનું વર્ણન કરતા પંડિત પાસે એક સુંદર વાર્તા સાંભળી. ૪૫૦ વર્ષથી વધારે સમય પહેલા, ભારતમાં એક…read more