કોઈ વખત, મને વિચાર આવે છે કે આપણે બધા તકલીફો પ્રત્યે આટલાં અનિચ્છુક કેમ હોઈએ છીએ? એ દરેક બાબત કે જે આપણી અપેક્ષાઓ મુજબની ન હોય, તો તેને આપણે દુઃખ કે તકલીફનું નામ આપી દઈએ છીએ. પછી તે કદાચ સંતાપી વ્યક્તિ, પરિસ્થિતિ કે પ્રશ્ન કેમ ન હોય, જે કઈ પણ આપણને છંછેડે તે આપણું અપ્રિય બની જાય છે. તે પણ ખુબ જ જલ્દીથી. આપણે તેનાંથી દુર થઇ જવા માંગીએ છીએ. મને નથી લાગતું કે આ પ્રશ્ન કોઈ અપેક્ષાઓનો હોય, જેમ કે, આપણી અપેક્ષાઓ તો આપણી પ્રગતીનાં મૂળમાં રહેલી હોય છે – પછી ભલેને તે પ્રગતી કોઈ ભૌતિક કે આધ્યાત્મિક કેમ ન હોય. મૂળ પ્રશ્ન છે, આપણી અપેક્ષાઓના અવાસ્તવિક સ્વભાવનો; અને આપણી સૌથી મોટી ઈચ્છા એ હોય છે કે જે કઈ પણ સારું હોય તે જેવું છે તેવું જ કાયમી ટકી રહેવું જોઈએ.

પદ્મસંભવ કરીને કે જે સામાન્ય રીતે ગુરુ રીન્પોચ તરીકે જાણીતા હતા, તેઓ ૮મી સદીમાં થઇ ગયેલ એક ભારતીય સંન્યાસી હતા, કે જેમણે પોતાની મોટાભાગની યુવાની તિબેટમાં વિતાવી હતી. તેમની આકર્ષકતા અને રહસ્યમયતા એવી હતી કે જે કોઈ પણ તેમને થોડાક સમય માટે પણ કેમ ન મળે, તે બસ તેમના માટે પૂજ્ય અને પ્રેમાળ બની જતા, હા, સિવાય કે એવા થોડા રાજવી અને સામાન્ય લોકો કે જે એમની ઈર્ષ્યા કરતાં હતા. લોકો બહુ ઉદારતાથી રીન્પોચ ઉપર લાગણી, વખાણ અને ભેટની વર્ષા કરતા હતા. રાજાએ તેમને પોતાના મહેલમાં કાયમી સ્થાન આપ્યું હતું અને તેમને પોતાના એક પુત્ર સમાન ગણતા હતા. પ્રભાવ અને સત્તા જાણે કે તેમના નસીબમાં જ ન લખ્યા હોય તેવું તેમનું જીવન હતું. તેઓ પોતે એક નિર્ભય વક્તા હતા કે જે ડર્યા વગર પોતાનું સત્ય બોલતા હતા. લોકો તો એવું ભવિષ્ય પણ ભાખતા હતા કે રીન્પોચ એક દિવસ તિબેટના સમ્રાટ બનશે.

દંતકથા તો એવી પણ છે કે એક વખત તેઓ પરમાનંદમાં નાચતા હતા, અને રાજા માટે એક ઘંટ અને ત્રિશુળની સ્થાપના વિધિ કરતી વખતે, પોતાની છત પરથી તે બંને જોરથી હવામાં છટક્યા. તે નીચે રસ્તા પરની શેરીમાં પડ્યા અને ત્રિશુળ છે તે કોઈ રાહદારીના માથા પર પડ્યું અને તે વ્યક્તિ ત્યાં નો ત્યાં જ મૃત્યુ પામ્યો. જે રીન્પોંચની ઈર્ષ્યા કરતા હતા તે તમામે આ તક ઝડપી લીધી અને તેનો પ્રચાર કરવા લાગ્યા. આ કામ કરી ગયું અને તરતજ લોકો ગુસ્સે થવા લાગ્યા. રીન્પોચની યુવાનીને એક બિનઅનુભવી તરીકે, તેના સત્યને એક અભિમાન તરીકે ખપાવવા લાગ્યા. સ્થાનિક લોકોએ રીન્પોંચને તેમના સમુદાયમાંથી હાંકી કાઢવાની સજા આપવા માટે દબાણ કરવા લાગ્યા.

રીન્પોંચે પોતાનું બાકીનું તમામ જીવન જંગલમાં વિતાવ્યું. જો કે, આ એક પ્રસંગ માત્ર તેમને જાગ્રત કરવા માટે,  પોતાને અને દુનિયાની વાસ્તવિકતા – અસ્થાયીત્વતાની સામસામે લાવી મુકવા માટે પુરતો હતો.  બસ કોઈ વખત તમને ફક્ત આટલાની જ જરૂર હોય છે, એક પ્રસંગ માત્ર તમને જગાડવા માટે પુરતો હોય છે. એક ચેતવણી કે જે તમને આ સંસારના સત્યને –  અતાર્કિકતા અને અસ્થાયિત્વતા – ને સમજાવી દે. આવો જીવનપરીવર્તન કરી દેતો એક પ્રસંગ તમારા દ્રષ્ટિકોણને કાયમ માટે બદલી નાંખે છે. તમારી જૂની વૃત્તિઓ પાછી આવીને તમને હજી ભયભીત કરી શકે છે, પણ જાગૃત એવા તમે હવે જીવનને જુદી રીતે લેતા થઇ ગયા હોવ છો.

આ દુનિયા તમને જે જોઈએ તે આપી શકે તેમ છે, સિવાય એક સ્થાયિત્વ. જે લોકો તમને આજે પ્રેમ કરતા હોય છે તે જ કાલે તમારાથી દુર પણ થઇ જઈ શકે છે. તમને કશું પણ ગમે તેટલું સ્થિર અને કાયમી કેમ ન જણાતું હોય, તે ક્ષીણ થઇ જ જવાનું. અહી કશું એવું નથી કે જે કાયમી હોય. જંગલો બળી જાય છે, પર્વતો ખસી જાય છે, નદીઓ સુકાઈ જાય છે, સમુદ્રો પણ પાછા હટી જાય છે,  હિમનદીઓ પણ ઓગળી જાય છે, લોકો મૃત્યુ પામે છે. કશું ગમે તેટલું મહાકાય કે મામૂલી કેમ ન હોય, જેમ કે આગમાં રહેલી ગરમી, અને ઓલીવમાં રહેલું તેલ, દરેક વસ્તુની મૂળ પ્રકૃતિને આપણે જે પણ સમજતા હોઈએ, તે તમામ હંગામી હોય છે.

જો આપણે દુનિયાની આ અસ્થાયીત્વતાથી સજગ રહીએ તો, તકલીફો આપણને બહુ દુ:ખ નહિ આપે. જયારે તમે એ સ્વીકારીને જ ચાલો કે આજે જે તમારી તરફેણમાં છે તે કાલે તમારી વિરુદ્ધમાં પણ થઇ શકે છે કે તેનાથી ઉલટું પણ થઇ શકે છે, તો તેમનું વર્તન તમને કોઈ નવાઈ નહિ પમાડે. જયારે તમે ખુબ જ ખુશ હોવ, ત્યારે તમારી જાતને યાદ અપાવો કે આ કાયમ નથી ચાલવાનું. અને જયારે તમે ખુબ જ દુઃખી હોવ ત્યારે તમારી જાતને પૂછો કે શા માટે. નહિ કે આવું મારી સાથે શા માટે થઇ રહ્યું છે, પરંતુ એ પૂછો કે હું શા માટે દુઃખી છું? મને શેની ચિંતા સતાવી રહી છે? હું શા માટે આવી રીતે વર્તી રહ્યો/રહી છું? શું આ મને શોભા આપે છે? શું આવું કરવું ડહાપણભર્યું છે? અને વિગેરે. એક જાગૃતિના મંદ પવનની લહેરખી તમારા શુષ્ક અસ્તિત્વને ત્વરિત એક શાતા આપશે.

સુખ અને દુઃખ, આનંદ અને પીડાની જેમ ક્ષણિક લાગણીઓ છે. અને આપણે દુઃખ અને પીડાની એટલી બધી ધ્રુણા કરતાં હોઈએ છીએ કે પછી તેમની જીવનમાં ખાલી એક ઝાંખી પણ જો થાય તો તેનાથી આપણે ડઘાઈ જઈએ છીએ. આપણા સલાડમાં એક આખું ફળ જો ઉડીને આવી પડે કે આપણા આખા જમણના અનુભવને આપણે બગડી ગયો એમ માની લઈએ છીએ.

દુઃખ કે હતાશામાં સાચા-ખોટા જેવું કશું નથી હોતું. એ તો ફક્ત બસ હોય છે. જો તમને જીવનપ્રવાહ જોડે વહેવાની કોઈ તક પણ મળે તો (અને જો તમારે એ પ્રક્રિયાને આનંદપૂર્વક માણવી હોય તો) તમારે તમારી જાતને એ યાદ અપાવવું પડશે કે કશું કાયમી નથી હોતું, દુઃખ પડે એમાં કશો વાંધો નથી હોતો. હું બાળકો ભૂખથી મરી જાય છે તેવા કોઈ મોટા દુઃખની વાત નથી કરી રહ્યો. એ તો ક્યારેય બરાબર નથી હોતું. જે સમર્થ છે તેને અસમર્થનું રક્ષણ કરવું જ જોઈએ. હું વાત કરી રહ્યો છું વ્યક્તિગત દુઃખની. એવા પ્રકારના દુઃખની કે જેને લીધે આપણને આપણું જીવન નક્કામું છે તેવો અનુભવ થતો હોય. આવા દુઃખના મૂળમાં આપણી જીવન પ્રત્યેની અપેક્ષાઓ જવાબદાર હોય છે, જીવન કેવું હોવું જોઈએ તેની કેમ જાણે કે આપણને તો પહેલીથી જ ખબર ન હોય. આપણે એ ભૂલી જતાં હોઈએ છીએ કે દરેક વ્યક્તિ અને વસ્તુ આપણાથી એક દિવસે અલગ થઇ જવાની છે. અહી કોઈ એવું નથી કે જે કાયમ આપણું હોય. આપણામાંનું દરેકજણ પોતપોતાના મુદ્દાઓને લઇને સંઘર્ષ કરી રહ્યું છે. આ એક હતાશ કરી દે તેવું છે પણ સત્ય તો સામાન્ય રીતે એવું જ હોય છે.

The Patriot નામની આ એક સુંદર કવિતામાં રોબર્ટ બ્રાઉનીંગ ક્ષણભંગુર વિશ્વનો સાર પ્રગટ કરે છે. એ જ વ્યક્તિ કે જેનું એક વર્ષ પહેલા રાજવી સ્વાગત કરવામાં આવેલું હતું, આજે તેનો લોકોએ બહિષ્કાર કરેલો છે. તેના માટે ગેરસમજ થઇ છે અને તેને એક એવા ગુનાની સજા કરવામાં આવેલી છે જે તેને કર્યો હોતો નથી. પણ તેના હૃદયમાં એવો વિશ્વાસ હોય છે કે ઓછા નામે ઈશ્વરને તો ખબર છે અને તેને જો આજે જ મારી નાંખવામાં આવે તો પણ તેનો કોઈ વાંધો નથી કેમ કે તે પોતે સ્વર્ગમાં જ જશે.

It was roses, roses, all the way,
With myrtle mixed in my path like mad:
The house-roofs seemed to heave and sway,
The church-spires flamed, such flags they had,
A year ago on this very day.

The air broke into a mist with bells,
The old walls rocked with the crowd and cries.
Had I said, “Good folk, mere noise repels –
But give me your sun from yonder skies!”
They had answered, “And afterward, what else?”

Alack, it was I who leaped at the sun
To give it my loving friends to keep!
Nought man could do, have I left undone:
And you see my harvest, what I reap
This very day, now a year is run.

There’s nobody on the house-tops now—
Just a palsied few at the windows set;
For the best of the sight is, all allow,
At the Shambles’ Gate – or, better yet,
By the very scaffold’s foot, I trow.

I go in the rain, and, more than needs,
A rope cuts both my wrists behind;
And I think, by the feel, my forehead bleeds,
For they fling, whoever has a mind,
Stones at me for my year’s misdeeds.

Thus I entered, and thus I go!
In triumphs, people have dropped down dead.
Paid by the world, what dost thou owe
“Me?”—God might question; now instead,
‘Tis God shall repay: I am safer so.

અને અહી એવું નથી કહેવાઈ રહ્યું કે લોકો એકબીજાને પ્રેમ નથી કરી રહ્યા કે પછી આ કોઈ ખોટું વિશ્વ છે, ફક્ત એટલું જ કે આ બધું જ હંગામી છે, ક્ષણિક છે. અહી બિલકુલ ખાતરી આપી શકાય તેવું નથી. તમારી જાતએ એ યાદ અપાવવાથી તમને ધર્મના માર્ગે ચાલવાની મદદ મળી રહેશે. તે તમને ખરી પસંદગીઓ કરવાની અને સાચા શબ્દો બોલવાની શક્તિ પૂરી પાડશે. અને તમારું જીવન, તમારું વર્તન જેટલું પવિત્ર હશે, તેટલું જ તમારું હૃદય વધુ શાંતિનો અનુભવ કરશે. બસ ખરેખર આ આટલું સરળ છે.

મુલ્લા નસરુદ્દીન બે અઠવાડિયા માટે એક શહેરની મુલાકાતે જાય છે. પોતાની પાસે થોડો સમય હોવાથી તે એક દિવસ માટે ટર્કીશ હમામનો લ્હાવો લેવા માટે જાય છે. તેમને સાદા પોષકમાં જોયા પછી ત્યાં કામ કરતા લોકોએ સમજી લીધું કે આ ગ્રાહકને બહુ સેવાની જરૂર નથી. તેઓએ તેમને એક નાનો સાબુ, જુનો રૂમાલ આપ્યો અને બહુ ધ્યાન આપ્યું નહિ. મુલ્લાને તો બધું જાતે જ કરવાનું થયું. એક બિનઅનુભવી મસાજ કરનારે તેમને ખુબ જ ખરાબ મસાજ આપીને સ્ક્રબ કર્યું. ફરિયાદ કર્યા વગર, મુલ્લાએ તો ખુબ ઉદાર બનીને તેને પચાસ દીનારની બક્ષીસ આપી અને તેનો ખુબ-ખુબ ધન્યવાદ માન્યો. ત્યાં કામ કરતા બાકીના બધા લોકો તો આ મોટી બક્ષીસ જોઇને નવાઈ પામી ગયા.

એક અઠવાડિયા પછી, મુલ્લા તો ફરી હમામની મુલાકાતે ગયા. હવે કર્મચારીઓને ખબર હતી કે આ તો કોઈ શ્રીમંત અને ઉદાર વ્યક્તિ છે. તેઓએ મુલ્લાને ખુબ જ ખાસ સવલત અને સેવા આપી તેમનું રાજવી સ્વાગત કર્યું, નરમ રૂમાલ આપ્યો, એક હળવું અને સ્ફૂર્તિદાયક સ્ક્રબ કર્યું અને લાંબુ મસાજ આપ્યું. વિપુલ માત્રામાં નવશેકું પાણી મુલ્લા ઉપર રેડવામાં આવ્યું. અરેબીયન ચા અને ખજુર તેમને આપવામાં આવ્યા. કોને ખબર ખુશ થઇને તે આજે કેટલી મોટી બક્ષીસ આપી દે, કર્મચારીઓએ વિચાર્યું. અંતમાં જોકે, મુલ્લા તેમની ઉપર મો બગાડીને ફક્ત એક દીનારની બક્ષીસ આપી.

“માફ કરજો, સાહેબ,” તે કર્મચારી પૂછ્યા વગર ન રહી શક્યો. “પહેલી વાર જયારે તમે આવ્યા ત્યારે તો અમે ભાગ્યે જ તમને કશી સેવા આપી હતી અને તેમ છતાં પણ તમે અમને ૫૦ દીનારની બક્ષીસ આપી હતી. આ વખતે, અમે તમને સર્વોત્તમ સેવા કે જે અમે આપી શકવાને લાયક હતા તે આપી, અને તેમ છતાં તમે અમને ૧ દીનાર જ આપો છો. અમને તમારો આ મજાક ન ગમ્યો.”
“ઓહ, એ તો,” મુલ્લાએ ત્યાંથી ચાલી જતા ઉડાઉ જવાબ આપતા કહ્યું, “પહેલી વારની બક્ષીસ આજની સેવા માટેની હતી, અને આજની બક્ષીસ છે તે પહેલી સેવા માટેની છે.”

તો, આવું જ આપણી દુનિયાનું પણ છે. તમારી કેટલી સેવા થાય છે અને તમને કેટલો પ્રેમ કરવામાં આવે છે તેનો મહત્તમ આધાર, તમને બીજા દ્વારા કેવી રીતે જોવામાં આવે છે અને તમે તેમના માટે શું કરી શકો તેમ છો તેના ઉપર છે. પ્રેમ બલિદાન માંગે છે. તેમાં કશું સારું કે ખરાબ નથી. એ તો બસ આપણું મગજ એવી રીતે જ કામ કરતુ હોય છે. અને, આ ફક્ત બીજા લોકોની જ વાત નથી. આપણે પોતે પણ કોઈ બીજાને આપણો પ્રેમ કે સેવા બસ આ જ માપદંડ ઉપર આપતા હોઈએ છીએ. અંતે તો, દરેક વસ્તુ ચક્રીય જ હોય છે, શરતી અને ક્ષણભંગુર.

તમારી ખુશી તમારી જાગૃતિની જેમ સંપૂર્ણપણે તમારા હાથમાં રહેલી હોય છે. તમે તમારા શબ્દો, કર્મો અને નિયત પ્રત્યે જેટલા વધુ સજાગ, તેટલી તમારા અને બીજા પ્રત્યે ઓછી આક્રમકતા તમે તમારા હૃદયમાં રાખી શકશો. તમે જેટલા તમારી જાત પ્રત્યે હળવા રહેશો, તેટલા જ વધુ ખુશ રહી શકશો. અને જેટલી વધારે ખુશી એટલું વધારે તમારામાં સારાપણું પણ રહેશે. આપણા વિશ્વને તેની વધારે જરૂર છે.

ભલા બનો. દરેક સમયે. અને, તમે એક જાગૃત બની રહેશો. સંસાર, પછી ભલેને ક્ષણભંગુર અને માયાવી કેમ ન હોય, પણ સૌથી સુંદર લાગશે.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email