ॐ સ્વામી

હું જ શા માટે?

સારા લોકોને કેમ ભોગવવું પડતું હોય છે? અથવા તો તમે જે તકલીફને લાયક ન હોવ તેમાંથી તમારે કેમ પસાર થવું પડતું હોય છે?

હું જ શા માટે? મને હજી સુધી કોઈ એવું મળ્યું નથી કે જેણે આ સવાલ પોતાના જીવનમાં ક્યારેય કર્યો ન હોય. મારી પાસે જેટલા પણ લોકો પોતાની દુઃખભરી દાસ્તાન લઇને આવે છે તેઓ કહેતા હોય છે, “મારી સાથે જ આવું કેમ થાય છે?” આ એક કુદરતી સવાલ છે; આપણે બધાએ આ બાબત પર વિચાર કરેલો છે. ચાલો હું તમને એક વાર્તા કહું. આર્થર એશ (૧૯૪૩ – ૯૩) એક અસામાન્ય ટેનીસ રમતવીર હતો જે ભરપુર આશાવાન હતો. ૩૩ કરિયર ટાયટલ સાથે કે જેમાં ૩ ગ્રાન્ડ સ્લામ સામેલ હતા, તે પોતે ૧૯૬૮માં…read more

નિર્ભયતાનું બીજ

સારા માતાપિતા બનીને એક બાળકને સત્યનિષ્ઠ અને નિર્ભય બનાવી શકાય છે.

સમય હતો મેં ૧૯૮૬, હું ત્યારે સાડા છ વર્ષનો હતો અને હમણાં જ બીજા ધોરણમાં આવ્યો હતો. ભણવાનું ખુબ જ નીરસ હતું. બધાં તાસ એક જ વર્ગશિક્ષક દ્વારા લેવાતા હતાં. દરરોજ, બધાં જ વિષયનું, અમે જે નિશાળમાં ભણ્યા હોઈએ, તે જ વસ્તુનું ઘરે જઈને મારે પુનરાવર્તન કરવાનું રહેતું. આ હોમવર્ક હતું. રોજેરોજ. ઉદાહરણ તરીકે, જો મેં નિશાળમાં પાંચ દાખલા ગણ્યાં હોય અને અંગ્રેજીનાં ચાર વાક્યો લખ્યા હોય, તો ઘરે આવીને મારે તે જ વસ્તુને ફરીથી લખવાની રહેતી. આવું મેં થોડા અઠવાડિયા સુધી તો કર્યું પણ પછી તો એમાંથી બિલકુલ રસ…read more