ॐ સ્વામી

ધ્યાનનું પ્રથમ સોપાન

એક સાધક અથવા ગૃહસ્થ માટે આધ્યાત્મિકતાના કે આત્મસાક્ષાત્કારના માર્ગનું પ્રથમ પગલું કયું છે?

ઘણા બધા લોકો સાથેની મારી વાતચીતમાં અનેક લોકો મને ગૃહસ્થો માટે ધ્યાનની શરૂઆત અને આત્મસાક્ષાત્કારની સંભાવના વિષે પુછતા હોય છે. એક વાચકે નીચેના પ્રશ્નો પૂછ્યા હતા. આથી મને પણ મારા જવાબને લખીને વધુ વાચકો સુધી પહોંચાડવાની તક મળી છે. તો જોઈએ: પ્રભુજી, પ્રણામ, અમારા જેવા નબળા મનનાં લોકોને દૈનિક જીવનમાં આવતા પડકારો વચ્ચે જીવવાનું માર્ગદર્શન આપવા આપ પુન: પધાર્યા છો, એનો મને અત્યંત આનંદ છે. સ્વામીજી, પરમ આંનંદ પામવા કે શુદ્ધ મનોસ્થિતિ મેળવવા માટે કઈ બાબતો જરૂરી છે? તેની શરૂઆત ક્યાંથી થાય છે? જેઓ સાંસારિક કટિબદ્ધતા અને જવાબદારીઓમાં બંધાયેલા હોય…read more

જયારે તમારા શબ્દો કોઈને દુઃખ આપે

જયારે તમારી દયા તેને મેળવનારનાં વિકાસ માટે હાનિકારક થતી હોય ત્યારે શું કરવું? ખુશ રહેવું અને મદદરૂપ બની રહેવું આ બેમાંથી તમે શું પસંદ કરશો

મહાન ઋષિ ચાણક્ય એક સર્વોત્તમ ચિંતક અને ભારતનાં મહાન રાજા ચંદ્રગુપ્ત મોર્ય (ઇસ. પૂર્વે ૩૨૧ – ૨૯૭)નાં અંગત સલાહકાર હતાં. ચાણક્ય જો કે વાસ્તવમાં, ફક્ત એક વિશ્વસનીય સલાહકાર જ નહી, પરંતુ એક રાજા નિર્માતા પણ હતાં કેમ કે તેમને ચંદ્રગુપ્ત કે જે એક સામાન્ય પરિવારમાંથી જ આવતો હતો તેની જવાબદારી જયારે તે એક નાનું બાળક હતો ત્યારથી જ લીધી હતી અને તેને એક સમ્રાટ બનવા સુધીની મુસાફરીમાં મદદ કરી હતી. તેઓ એક વખત યુવાન રાજાને સલાહ આપી રહ્યાં હતાં અને તેમની વચ્ચે નીચે મુજબનો સંવાદ થયો: “એક રાજાનું જીવન બલિદાનોથી…read more

જીવનનાં ચાર સત્યો

આ રહ્યાં માનવ અસ્તિત્વનાં ચાર સત્યોનું મારું વૃતાંત

“હું ભગવાન પાસેથી ફક્ત એક વસ્તુ ઈચ્છું છું,” એક યુવાન છોકરીએ કહ્યું. “માફી. માફી સિવાય હું બીજું કશું ઇચ્છતી નથી.” “મારા પિતા HIV પોઝીટીવ હતાં અને તેમનાં અંતિમ દિવસો અત્યંત પીડાદાયી હતાં,” તેને બોલવાનું ચાલુ રાખતાં કહ્યું. “તેઓ હલનચ-ચલન પણ નહોતા કરી શકતાં અને સતત તેમને કોઈ બીજાની કાળજી લેવી પડતી હતી. મારા મનમાં તેમનાં પ્રત્યે એટલી બધી ધ્રુણા પેદા થઇ ગઈ હતી કે મેં તેમની બિલકુલ અવગણના કરી દીધી હતી. મારી માં પરિવારમાં એકમાત્ર કમાતી વ્યક્તિ હતી અને માટે તે પણ આખો દિવસ પાસે રહી શકતી નહોતી. હું મારા…read more

1