હાલમાં  હું આશ્રમમાં છું. આ આશ્રમ પર્વતોની વચ્ચે સુંદર રીતે ગોઠવાયેલો છે, તેની બાજુમાં એક પહોળી પણ છીછરી નદી વહે છે. જો કે આ નદી મુક્તપણે  પોતાના પથ પર વહેતી રહીને પોતાને અભીવ્યક્ત કરે છે, પણ તેની ઓછી ઊંડાઈ મને એવા લોકોની યાદ અપાવે છે જેઓ ભૌતિક સુખોની શોધમાં પોતે જ એટલાં લાંબા થઇ ગયા છે કે આ દોડમાં  તેઓ પોતાની જ શાંતિને ખોઈ બેઠા છે. અને તેમણે પોતાનું સ્વત્વ જ ગુમાવી દીધું છે.

એક વાચક કે  જેમનું આશ્રમ પ્રોજેક્ટમાં કરેલ નિ:સ્વાર્થ યોગદાન અને તેમનાં સમયનાં દાનને ઓછું આંકી શકાય તેમ નથી, તેમણે નીચેનો પ્રશ્ન પૂછ્યો છે. બીજા ઘણા લોકો પણ આ જ પ્રશ્ન અલગ શબ્દોમાં પૂછતાં હોય છે. આ પ્રમાણે છે.

“પ્રભુ, મન અને વિચારોને કાબુમાં રાખવાની કલા શું છે તેનાં વિશે મહેરબાની કરીને તમે થોડું વધુ માર્ગદર્શન કરી શકો? કારણ કે તે બંને (મન અને વિચારો) બુમરેંગ જેવા છે. જયારે અમે તેમને દૂર ફેંકવાની કોશિશ કરીએ છીએ, ત્યારે તે પાછા આવી જાય છે, અને જો અમે તેમને કાબુમાં કરવાની કોશિશ કરીએ તો તેની સાથે બીજા અનેક વિચારો પણ ધસી આવે છે અને મનમાં ઉદ્વિગ્નતા અને હતાશાની લાગણી જન્માવે છે. આપના કહેવા પ્રમાણે આ એક સૌથી મુશ્કેલ કાર્ય છે પરંતુ મનને કાબુમાં કરવું શક્ય છે અને એક વાર તે થઈ ગયું, તો પરમ આનંદનો અનુભવ કરાવી શકે છે.”

મનને કાબુમાં રાખવાનું કાર્ય એ એકાગ્રતા (ધારણા) છે. અને આ કાબુને જાળવી રાખવું તે ધ્યાન છે. મન સાથે એકાત્મકતા પ્રાપ્ત કરવી, તે સમાધિ છે. મન પરનો કાબુ વિચારનાં દરેક પ્રવાહને ચકાસે છે અને અને વિચારોનો પ્રવાહ અટકવાથી મન પર કાબુ વધે છે. કારણ કે મન અને વિચારો અભિન્ન છે. આ ફક્ત સૂચક વ્યાખ્યાઓ છે. હું આ ધ્યાનના વિષય ઉપર નજીકના ભવિષ્યમાં ઊંડાણપૂર્વક વાત કરીશ. શરૂઆતમાં મનની શાંતિ મેળવવી એ સખત મહેનત અને પ્રમાણિક પ્રયત્નો માંગી લે છે. તમારા ધ્યાનની ગુણવત્તા વધારવા ધ્યાનના સમય દરમિયાન જયારે પણ તમારું મન ભટકે, ત્યારે તેને પાછું ધ્યાનનાં કેન્દ્ર, એક વિચાર પર કેન્દ્રિત કરો. પણ વધુ જોર કર્યા વગર, નરમાશથી કરો. એક જબજસ્તીથી કરેલો પ્રયત્ન મનને વધુ ઉદ્વિગ્ન કરે છે.

એક સમયે લાંબુ ધ્યાન કરવાં જતાં તમે ખુબ થાક અથવા ધ્યાનભંગનો અનુભવ કરો છો, તેનાં કરતાં ટૂંકા સમયનું પરંતુ સારી ગુણવત્તા વાળું ધ્યાન તમે એકથી વધુ બેઠકમાં કરો તે વધારે સારું.  એક તીવ્ર એકાગ્રતા જાળવી રાખવી ખુબ જ જરૂરી છે અને ધ્યાનનો સમય તમે એકધારો ક્રમશ: વધારી શકો. મારી સાથે થોડો સમય જોડાયેલો રહો. જે ખરા જીજ્ઞાસુઓ છે તેમનાં માટે મારે ધ્યાન ઉપરની મારી સરંચનાનું પુસ્તક લખવાનું મારી પ્રાથમિકતામાં છે. હું આ માર્ગ, તેની પુર્વાપેક્ષાઓ, સાધનાઓ, તેમાં આવતાં પડાવો, મુશ્કેલીઓ અને પરિણામો ઉપર હું વિસ્તારપૂર્વક લખીશ. ત્યાં સુધી, આટલું જાણી લો: વિચારો એ શરતી મનની પેદાશ છે. મનની કુદરતી અવસ્થા એ શુદ્ધ આનંદ છે, ખરેખર તો બિલકુલ મનવિહીન.

જ્યાં સુધી ધ્યેયને પ્રાપ્ત ન કરો ત્યાં સુધી પ્રયત્નો છોડશો નહિ. જો તમે આ માર્ગ પર સતત ચાલતા રહેશો, તો કુદરત તમને અત્યંત આનંદદાયી અચરજમાં મુકશે. કઈ રીતે? તે જાણવા માટે ધ્યાન કરતાં રહો!

શાંતિ.
સ્વામી.

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email