ॐ સ્વામી

દિવાળીનો ગૂઢ અર્થ

આપણે દિવાળી શા માટે ઉજવીએ છીએ? પ્રસ્તુત છે પ્રકાશના ઉત્સવનો ગૂઢ અર્થ અને તુલસીદાસકૃત રામાયણની સુંદર રચનાના અમુક અંશો.

હું આપ સૌને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ એક દિવસ પહેલા જ આપું છું જેથી કરીને તમે સૌ શાંતિ, પ્રકાશ અને ઉજવણીના બે દિવસ માણી શકો! અનેક ધર્મો અને દંતકથાઓ પ્રમાણે દિવાળી એ ભગવાન રામની અસુર રાવણનો સંહાર કર્યા પછી માતા સીતા અને લક્ષ્મણ સાથે અયોધ્યા પાછા આવવાની ઘટનાની ઉજવણીનો તહેવાર છે. હજારો વર્ષથી આ પર્વ આ રીતે જ ઉજવાતો આવ્યો છે. કોઈ પણ સગુણ ઉપાસક માટે અથવા હિંદુ ધર્મના અનુયાયી માટે આ વાર્તા ઐતિહાસિક છે, કોઈ દંતકથા નહીં. આવા ભક્ત માટે આની પાછળ જે કોઈ છૂપો સંદેશ હોય તે અપ્રસ્તુત છે,…read more

સુખ માટેની યાતના

જીવનયાત્રામાં, સુખ કે ખુશીની ટ્રેઈન માટે કોઈ મુકામ હોતો નથી. જીવન પોતે જ એક સુખ છે.

કોઈ વખત  (વાસ્તવમાં જોઈએ તો ઘણી બધી વાર), હું જે એકલાં લોકો હોય તેમને મળતો હોવ છું. સામાન્ય રીતે, તેઓ કોઈ યોગ્ય વ્યક્તિની શોધમાં, કોઈ સાથીની શોધમાં હોય છે કે જેની સાથે તેઓ તેમનું જીવન વિતાવી શકે. તેઓ કાં તો ભૂતકાળમાં કોઈનાથી ઘવાયા હોય છે, કાં તો હજી સુધી તેમને કોઈ યોગ્ય પાત્ર મળ્યું હોતું નથી. સાંજે જયારે તેઓ પોતાનાં ખાલી ઘરમાં પાછા ફરે ત્યારે કોઈ તેમની રાહ જોતું હોતું નથી. તેઓ પોતાની મેળે જ ઉઠતાં હોય છે, તેમની પડખે કોઈ હોતું નથી. એકલવાયાપણું અને ઘરડાં થવાની શક્યતા તેમને વારંવાર…read more

ખુશીની ખોજ

શું ખુશી એ એક મુસાફરી છે કે એક મુકામ? એ બધું વ્યક્તિનાં દ્રષ્ટિકોણ ઉપર આધાર રાખે છે, અને, દ્રષ્ટિકોણ, આધાર રાખે છે સમજણ ઉપર.

એક વાંચકે નીચેનો સવાલ લખીને મોકલ્યો હતો: પ્રણામ સ્વામીજી, જેમ જેમ તમારો બ્લોગ વાંચતા જઈએ છીએ તેમ તેમ એવું લાગે છે કે મારી બધી પ્રાર્થનાઓનો જવાબ મળી રહ્યો હોય. મારા કેટલાંક સવાલો છે: અ. ખુશી શું છે? બ. ખુશીની ખોજ આપણે કેવી રીતે કરવી જોઈએ? ક. ખુશી મેળવવા માટે આપણે શું છોડવું જોઈએ? ડ. ખુશી મેળવવા માટે આપણે શું ન છોડવું જોઈએ? જીવનનાં આ સમયે, (એવું લાગે છે જાણે કે આ કોઈ જીવન અને મરણનો પ્રશ્ન ન હોય) તમારું માર્ગદર્શન શંકાઓ દુર કરી શકશે અને આગળનો માર્ગ બતાવી શકશે. પ્રણામ….read more

હેતુશુદ્ધિ

જયારે તમારું લક્ષ્ય કોઈ એક જ વસ્તુ ઉપર હોય અને તમારો હેતુ શુદ્ધ હોય, ત્યારે સફળતાનું સુગંધી પુષ્પ કુદરતીપણે જ ખીલી ઉઠે છે.

મહેરબાની કરીને મને આશિર્વાદ આપો કે હું મારા ધંધામાં સફળ થાવ. મારે ઘણો પૈસો કમાવવો છે પરંતુ મારા માટે નહિ! મારે અન્ય લોકોને મદદ કરવાં માટે ધન ઉપાર્જન કરવું છે. તમે એવું ક્યારેય સાંભળ્યું છે કે જયારે લોકો એમ કહેતા હોય કે, તેમનો ધંધો કરવાનો કે પૈસા કમાવવાનો મુખ્ય હેતુ બીજા લોકોને મદદ કરવાનો છે? મેં એવું સાંભળ્યું છે. અસંખ્ય વાર. મને તે સાંભળીને હસવું આવતું હોય છે કેમ કે કોઈ પણ ટકી રહી શકે તેવો ધંધો ફક્ત કઈ બીજાને મદદ કરવાનાં ઈરાદા માત્રથી નથી થતો હોતો. તે તો તમારું…read more