ॐ સ્વામી

પ્રકૃતિ અને આપણે

કોઈ પણ વ્યક્તિ પોતાના સ્વપ્ન સાકાર કરવા માટે પ્રકૃતિની મહાન શક્તિનો ઉપયોગ કરી શકે છે. પરંતુ, પ્રકૃતિ સાથે કામ કરતા પહેલાં તમારે તેની સાથે સાયુજ્ય સાધવું પડશે.

હું જ શા માટે? આ પ્રશ્ન ઘણા લોકોને જીવનમાં ક્યારેક ને ક્યારેક તો થતો જ હોય છે, કેટલાક એનાથી  હારી જાય છે, તો કેટલાક હાર માની લે છે. તમે બધાએ એ પણ જોયું હશે કે ઘણી વખત સારા માણસો સાથે બહુ ખરાબ વાતો બનતી હોય છે અને ખરાબ માણસો સમૃદ્ધિવાળું જીવન જીવતા હોય છે. એ જોવું પણ અસામાન્ય નથી કે જેઓ પોતાના સ્વાસ્થ્યની ખૂબ કાળજી રાખતા હોય, તેને જ ભયાનક બિમારીથી પીડાવું પડે. તો ઘણી વાર એ પણ જોવા મળે છે કે જેઓ પોતાના શરીરનો દરેક રીતે દુરુપયોગ કરે છે,…read more

જયારે તમે આપો…

જેવી રીતે આપણે કોઈ બીજાને જેવી અપેક્ષાઓ સાથે કશું આપીએ છીએ તેવી જ અપેક્ષાઓ સાથે જો પ્રકૃતિ પણ આપણને આપતી હોત તો કેવું?

તમે ક્યારેય એ વાતની નોંધ લીધી છે ખરી કે આપણે જયારે બીજાને કશું આપીએ ત્યારે આપણને કેટલી સારી લાગણી થતી હોય છે, ખાસ કરીને જયારે આપણે કોઈ બીજાનું સારું કરી શકતાં હોય ત્યારે? અને જયારે તે બીજી વ્યક્તિ તમારી ભેટની કદર કરે અને કોઈ પણ રીતે તેનો સારો પ્રતિસાદ આપે ત્યારે આ લાગણી ઓર વધુ વધી જતી હોય છે. અહી સુધી બધું બરાબર છે. ઘણી વખત, જો કે, આપણે જે પ્રતિસાદની રાહ જોઈ રહ્યાં હોય તે નથી આવતો હોતો. કાં તો તે બીજી વ્યક્તિ તમે તેનાં માટે શું કરો છો…read more

જીવન ચાર ઋતુઓ સમાન હોય છે.

જીવનનાં વિવિધ રંગો અને પડાવો જીવનને જેવું છે તેવું બનાવે છે “સુંદર અને રંગીન.”

જીવન એ ચાર ઋતુઓનાં ચક્ર સમાન છે. કોઈ વ્યક્તિગત પસંદગીની પરવાહ કર્યા વગર, દરેક ઋતુ જયારે તેનો સમય થાય ત્યારે આવી જ જતી હોય છે, જાણે આવનાર ઋતુ માટે જગ્યા ન થઇ જતી હોય, જેવી રીતે માનવ મનમાં ઉઠતાં વિચારોનું હોય છે. જેવો એક વિચાર બંધ થાય કે બીજો તરત ઉઠે. ઠંડી દરમ્યાન, કુદરત સંકોચાઈ જતું હોય છે; પાનખરમાં તે ખરતું હોય છે; ગ્રીષ્મમાં તે મહોરાતું હોય છે અને વસંતમાં તે ખીલી ઉઠતું હોય છે. જે ઋતુ આપણને ન ગમતી હોય તે વધારે સમય રહેતી હોય એવું લાગતું હોય છે….read more

તમારી જાતને ક્રોધ મુક્ત કેવી રીતે કરવી

તમારા હૃદયમાંથી નારાજગી અને ક્રોધની લાગણીને કેવી રીતે દુર કરવી તેનાં વિશે બુદ્ધનું સુંદર પ્રવચન અત્રે પ્રસ્તુત છે.

ફક્ત આ એક વ્યક્તિ મને અકળાવે નહિ તો મારું જીવન એકદમ બરાબર છે. મારે ગુસ્સે થવાનું કોઈ કારણ નહિ રહે અને મને કશી વસ્તુ કે કોઈ વ્યક્તિ મારામાં ગુસ્સો નહિ પ્રગટાવે. આવું તમને કેટલી વાર લાગતું હોય છે? આ એક સારી ઈચ્છા વાળો વિચાર છે. હકીકતમાં, તે એક અશક્ય વાત છે. કારણકે સમગ્ર મુદ્દો ક્યારેય બીજી વ્યક્તિને લઈને હોતો જ નથી. જો તમે તમારા જીવનમાં પાછું વળીને જુઓ તો કેટલાંય વર્ષો કે કેટલાંય દસકાઓ તમે કદાચ એવા વિતાવ્યા હશે કે જેમાં તમને એ ભાન થશે કે હંમેશાં એવું કોઈ એક…read more