થોડા દિવસો પહેલાં, એક કંપનીમાં નીચલા પાયે કામ કરતાં કર્મચારીએ મને કહ્યું કે તેને હંમેશાં પોતાનાં સહકર્મચારીઓ સાથે પ્રશ્નો ઉભાં થતાં હોય છે. “હું હંમેશાં મારા વિરોધીઓને જ આકર્ષતો હોય એવું લાગે છે,” તેને કહ્યું. “કોઈને પણ હું પસંદ નથી.”

“પરંતુ ત્યાર બાદ એક દિવસે,” તેને ચાલુ રાખતાં કહ્યું, “મેં રેડીઓ ઉપર એક સુંદર વાક્ય સાંભળ્યું. “નૌકરી હૈ તો નારાજગી કયું?” આ એક વાક્યે મારો આખો દ્રષ્ટિકોણ બદલી નાંખ્યો અને પછી તો હું બીજાને ગમતો હોય કે ન ગમતો હોય, મેં તેની પરવાહ કરવાનું જ છોડી દીધું. મારે ફક્ત મારું કામ જ કરવાનું છે.”

મેં તેનાં ડહાપણ માટે તેને શાબાશી આપી અને આ અદ્દભુત સોનાની લગડી જેવા જ્ઞાનની મેં માનસિક નોંધ લીધી: “નૌકરી હૈ તો નારાજગી કયું?” કેટલું સાચું છે. જો આ મારી નોકરી જ હોય તો પછી મારે ખોટું લગાડવાનું કોઈ કારણ જ ન રહ્યું ને, જે કામ માટે મારી નિમણુંક થઇ છે મારે બસ તે કરવાનું.

“તેમ છતાં, મને નવાઈ તો છે જ,” તેને વધુ ઉમેરતાં કહ્યું, “હું શાં માટે લોકોને ગમતો નથી? મારા બધાં ઈરાદાઓ સાચ્ચા હોવાં છતાં, હું હંમેશાં મારા વિરોધીઓ જ શા માટે ઉભા કરું છું?”

આ ફક્ત કઈ તેનાં એકલાંની જ દુર્દશા નથી પણ અનેક લોકો કે જેમને હું મળતો હોવ છું તે તમામ તેમનાં ઈરાદા કરતાં બિલકુલ વિરોધી વસ્તુ જ કરે છે (કે તેવું તેમની સાથે થતું હોય છે). મને લાગે છે કે આ સવાલ આપનું ધ્યાન માંગી લે તેવો છે. ચાલો હું તમને પ્રથમ એક વાર્તા કહું.

એક નાનકડાં ગામમાં એક વિદ્વાન બ્રાહ્મણ રહેતો હતો. તેનું એક સ્વપ્ન હતું કે લોકો તેને તેનાં જ્ઞાનને માન આપી પંડિતજી કહીને બોલાવે. તે પોતે તેવું રીતનો પોષાક પણ પહેરતો, જ્ઞાની વાતો કરતો, સંસ્કૃતમાં બોલતો, પણ તે ગમે તેટલો પ્રયત્ન કેમ ન કરે, કોઈ તેને પંડિતજી કહીને બોલાવતું જ નહિ. આ માનનો અભાવ તેને અંદરથી સતત કોરી ખાતો હતો.

પરેશાન થઇને તે બીરબલ કે જે અકબરનાં દરબારમાં સૌથી હોશિયાર હોય છે તેની પાસે જાય છે, અને તેને પૂછે છે કે એવું શક્ય છે કે લોકો મને પંડિતજી કહીને બોલાવે.

“અરે એ તો એકદમ સરળ વાત છે,” બીરબલે કહ્યું. “જો તમે મારી સાથે એક રમત રમવા માટે તૈયાર થાવ, તો થોડાંક દિવસોની અંદર જ દરેકજણ તમને પંડિતજી કહીને બોલાવવા લાગશે.” અને પછી બીરબલે તેને પોતાની યુક્તિ કહી.

નક્કી કર્યા મુજબ, બીજા દિવસે બ્રાહ્મણ એક બગીચામાં ટહેલતો હતો કે જ્યાં થોડા બાળકો પણ રમી રહ્યાં હતાં. બીરબલ પાછળથી આવીને તેને પંડિતજી કહીને બોલાવે છે. ગુસ્સાથી પાગલ થઇને તે બ્રાહ્મણ તો શેરડીનો દંડો લઇને બીરબલને મારવાં તેની પાછળ દોડ્યો. બાળકોને તો આ જોઇને ખુબ જ રમુજ પડી. તેમને લાગ્યું એ આ માણસ પંડિતજી શબ્દથી ખીજાય છે.

તરત બધાં છોકરાઓ તો તેને પંડિતજી પંડિતજી કહીને ખીજવવા લાગ્યાં. દરેક વખતે જયારે છોકરાઓ તેને પંડિતજી કહીને બોલાવે ત્યારે તે એક સરખો જ હિંસક પ્રતિકાર આપતો. આ વાત તો ગામમાં આગની જેમ ફેલાઈ ગઈ કે એક માણસ કે જે પંડિત જેવા કપડા પહેરીને ફરે છે તેને કોઈ પંડિતજી કહીને બોલાવે તો તે ખીજાય છે. એ પહેલાં કે તેને કઈ ખબર પડે, ગામમાં દરેકજણ તેને પંડિતજી કહીને બોલાવવા લાગે છે.

થોડાંક મહિનાઓ પછી, તેને પ્રતિકાર કરવાનું બંધ કરી દીધું, અને તેમ છતાં પણ લોકો તેને પંડિતજી કહીને બોલાવવા લાગ્યા. પહેલાં એક ખીજવવાનાં ભાવથી ત્યારબાદ જે ચીલો પડી ગયો તેનાં કારણે, અને પછી જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ હવે માનની દ્રષ્ટીએ પણ બોલાવવા લાગ્યા.

મને લાગે છે આપણે આ જ રીતે બધી વસ્તુઓ જીવનમાં આકર્ષીએ છીએ. જ્યાં જ્યાં પણ આપણે હિંસા કે કશા પ્રત્યે કઈક અચાનક કે એકદમ ભારે પ્રતિકાર જોઈએ છીએ ત્યારે, કુદરતીપણે જ તે પરિસ્થિતિ પ્રત્યે આપણું ધ્યાન ત્યાં ખેંચાય છે. આપણે નકારાત્મકતા પ્રત્યે જેટલું વધુ ધ્યાન આપીએ તેટલી જ વધુ ઉર્જા આપણે આપણી મુશ્કેલીઓને ઢાંકવામાં અને આપણી લાગણીઓએ વહેંચવામાં ખર્ચવા લાગીએ છીએ.

કોઈ પાર્ટીમાં, જયારે બધાં લોકો એકબીજા સાથે જોરજોરથી વાતો કરતાં હોય ત્યારે અચાનક જ જોરથી પાર્શ્વભૂમિકામાં સંગીત વાગવા લાગે, ત્યારે એક કાચનો પ્યાલો જોરથી નીચે પટકો (આ એક લાક્ષણિક સુચન છે, એવું કરવાની જરૂર નથી) અને તેનાં ચુરચુર થઇ જવાનાં અવાજ માત્રથી તમારા તરફ અન્ય લોકોનું ધ્યાન ખેંચાશે. આપણું મન આ રીતે કામ કરે છે: જેટલું ઝડપથી એક ભયથી ધ્યાન દોરાય છે તેવું બીજું કોઈ વસ્તુથી દોરાતું હોતું નથી. જે દિવસે તમે તમારી આજુબાજુ રહેલાં લોકોનું ધ્યાન તમારા તરફ તમારા અસ્તિત્વની હકારાત્મકતા તરફ દોરવાનું શીખી લેશો ત્યારથી તમે કોઈ ખોટા લોકોને તમારા જીવનમાં નહિ આકર્ષો. એવું ત્યારે બનશે જયારે આપણે આપણી મર્યાદિત સ્વ-સમજણો (તેમજ નિ:સ્વાર્થ જીવન જીવવાનો અભાવ) જયારે આપણને અન્ય લોકો તરફથી ખુશી મળે તે માટે આપણને ફરજ પાડતા હશે.

આપણી પરિપૂર્ણતા, જો કે, આપણે કેટલાં બધાં લોકોને ગમીએ છીએ તેનાં ઉપરથી નથી આવતી. જયારે તેનાંથી એક અસર થતી હોય છે ખરી, તેમ છતાં હકીકતમાં દરેક લોકોને આપણે ગમીએ તે એક અશક્ય વાત છે. તમે જો હંમેશાં એવી ચિંતા કર્યે રાખો કે લોકોને તમે ગમો છો કે નહિ, તો તમે ક્યારેય જીતી ન શકો. આમાં કોઈ સાર્વજનિક માર્ગ નથી. મોટાભાગનાં લોકો બીજા કોઈની ચિંતા કરવાં માટે નવરાં નથી હોતા.

તમે કઈ જગ્યાએ તમારી ઉર્જા ખર્ચો છો તેનાં ઉપર તમે જીવનમાં કેટલી પરિપૂર્ણતા અનુભવો છો તે આધાર રાખતી હોય છે. તમે તમારી શક્તિ નકારાત્મકતામાં મુકો અને તમે જોશો કે હાનિકારક વિચારો તમને ભરખી જશે. તમે તમારી એ જ શક્તિને કોઈ સર્જનાત્મક અને હકારાત્મક વિચારોમાં લગાવો અને તમે જોશો કે તે તમારું સારું કરશે. બસ આ જ છે આકર્ષણનાં નિયમનું મૂળ સારતત્વ.

હું તમારા મહાન સ્વપ્નોને કેવી રીતે સાકાર કરવાં અને તેવી કોઈ વાતો નથી કરી રહ્યો. હું ફક્ત ધ્યાન ખેંચવાની કલા વિશે નિર્દેશ આપી રહ્યો છું. કે જે છે, તમે જ્યાં પણ ધ્યાન લગાવો ત્યાંથી તમે ઉર્જા તમારા તરફ ખેંચો છો. એટલાં માટે જ, જયારે વિજ્ઞાન ભગવાનનાં અસ્તિત્વને નકારે છે, તેમ છતાં કરોડો લોકોને પોતાની માન્યતા અને રીવાજ મુજબ પ્રાર્થના કરવાં માત્રથી શક્તિ મળતી હોય તેવું તેઓ અનુભવતાં હોય છે. કારણકે, તમે કેટલી અને કેવા પ્રકારની ઉર્જા ખેંચશો તે તમારા શ્રદ્ધાનાં વિષય પ્રત્યે તમારા ધ્યાનની ગુણવત્તા, તીવ્રતા અને સમયગાળા ઉપર આધાર રાખે છે.

એક વિશ્વ-ભ્રમણ કરનારને એક દિવસ એક ભાગ્યેજ જોવા મળે તેવો અને આકર્ષક પોપટ જોવા મળે છે. આ પંખી ૩૦ ભાષા બોલી શકતું હોય છે. તે તરત તેને ખરીદે લે છે અને તે પોતાનાં ઘેર પોતાની માં માટે તેને એક ભેટ સ્વરૂપે મોકલી આપે છે. તેને લાગે છે કે તેની માં આ ભેટથી ખુબ ખુશ થઇ જશે. થોડાંક દિવસો પછી તે પોતાની માંને ફોન કરે છે એ જાણવા માટે કે તેને પોપટ કેવો લાગ્યો.

“બહુ સરસ,” તેને આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું, “તે બહુ સ્વાદિષ્ટ હતો!”
“શું!” પેલો ચીખ્યો. “તું એને ખાઈ ગઈ?” એ કોઈ સામાન્ય પોપટ નહોતો. તે ૩૦ ભાષા બોલી જાણતો હતો!”
તેની માં થોડી ક્ષણો માટે ચુપ થઇ ગઈ અને પછી બોલી, “અરે, તો પછી તે કઈ બોલ્યો કેમ નહિ?”

આપણું ડહાપણ, આપણું જ્ઞાન શું કામનું જો તેનાં વડે આપણે આપણી જાતની અભિવ્યક્તિ પણ ન કરી શકીએ? તમારા વિચારો જોડે સંઘર્ષ કરવાં કરતાં તો કોઈ વખત ફક્ત તમારે તમારી જાતને ધીરેથી વ્યક્ત કરવાની જ જરૂર હોય છે, નમ્રતાથી વિનંતી જ કરવાની હોય છે. ખુબ જ ધીરેથી, ખુબ જ નમ્રતાથી. તેનાંથી જ મોટાભાગે કામ થઇ જતું હોય છે. આપણે અમુક અઘરા લોકોનો તેમજ અમુક ચુનોતીભરી પરિસ્થિતિઓનો સામનો કુદરતી રીતે જ કરવો પડતો હોય છે. જયારે આપણે કોઈ મુદ્દાનો સામનો કરવો જ પડે તેમ હોય તો તેનાંથી ભાગી જવાથી તમારું ધ્યાન ત્યાંથી હટી જતું હોતું નથી. તમારી પ્રેરણા તમારા ધ્યાનનાં વિષયમાંથી લાવો, તેનાં ઉપર તમારી શક્તિ વિકસાવો, વાત કરો અને તે મુદ્દાને સુલઝાવો. હિંસક રીતે પ્રતિક્રિયા આપવાથી કશું કલ્યાણકારી નહિ થાય.

તમને જે ગમતું હોય તે જ્યાં સુધી ચાલતું હોય ત્યાં સુધી તેને માણતાં રહો. અને જયારે તમને જે કરવાનું ન ગમતું હોય છતાં કરવું પડતું હોય, ત્યારે તેને એક નોકરી તરીકે જુઓ. યાદ રાખો: નૌકરી હૈ તો નારાજગી કયું.

બસ આ સમજ સાથે આગળ ધપતાં રહો.

શાંતિ.
સ્વામી

નોંધ: ૨૦૧૬ની યુવા શિબિરની જાહેરાત કરતાં હું ખુબ આનંદ અનુભવું છું. ૭૫થી વધુ જગ્યા નથી. વધુ વિગતો માટે અહી ક્લિક કરો.

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email