ॐ સ્વામી

ભક્તિ – એક દિવ્ય સેવા

ભક્તિ અથવા તો દિવ્ય સેવા તે એક સમર્પણ અને વૈરાગ્યની કલા છે. તેને કર્મકાંડ સાથે બહુ લેવાદેવા નથી.

ગયું અઠવાડિયું ખુબ વ્યસ્ત હતું. હું ઘણાં બધાં લોકોને મળ્યો, પ્રવચનો આપ્યાં અને કીર્તનની મજા પણ માણી. દરરોજ ઘણાં બધાં લોકો આવ્યાં અને કલાકો સુધી ભજનો ગાયાં, જયારે હું ત્યાં બેસી રહ્યો અને પરમાનંદને માણતો રહ્યો. મને તેમની ભક્તિ અને પ્રેમ સ્પર્શી ગયા. તેઓ તેમનાં ભારે અને મધુર અવાજે ગાતા હતાં અને સાથે સંમિલિત સંગીત કે જે દિવ્યપ્રેમની અભિવ્યક્તિને વધુ ઉંચે લઇ જઈને આંસુ, હાસ્ય, ગલગલીયાં, કંપનોને મુક્તપણે વહેતાં કરતુ હતું. હવે હું થોડા સમય માટે એકાંતનો સાથ માણવા માટે જવાનો છું, જયારે મારા શરીર અને પ્રાણને યોગિક સાધનામાં વ્યસ્ત…read more

હિમાલય જેવડી અપેક્ષાઓ

અપેક્ષાઓ શું છે અને તે શાં માટે માનવ દુઃખનાં કારણનું મૂળ સ્રોત છે – એક અભિપ્રાય.

તમને ખબર છે, દરેકજણ એક અદ્રશ્ય ભાર લઈને ચાલે છે. કેમ કે તે અદ્રશ્ય છે માટે તમે તેનાં ભારથી પણ અજાણ હોવ છો અને તેમાં થતાં સતત વધારાથી પણ તમે અજાણ રહો છો. જે ક્ષણથી તમને યાદ હોય ત્યાંથી લઈને વર્તમાન ક્ષણ સુધી, તે તમારી ચેતનામાં રહેલું છે. પરિણામે, તમે તેને એટલું સહજ સ્વીકારી લીધું છે કે જેમ એક નાગરિક પોતે જે દેશનો રહેવાસી હોય તેનાં કાયદા કાનુન જેમ સ્વીકારી લે છે તેમ. આ એકદમ સ્પષ્ટ, ચુપચાપ અને બિનશરતી સ્વીકાર હોય છે. જો તમે તેનો અંદાજ હજી સુધી ન લગાવ્યો…read more

Wu Wei: સારી વસ્તુઓને થવા દેવી

તાઓ વિચારધારામાં આવતો Wu-Wei (વું વેઈ) નો સુંદર સિદ્ધાંત એ બતાવે છે કે કોઈ વખત અકર્મણ્યતા એ ખુબ મોટું કર્મ છે. વધુમાં આજે એક જાહેરાત પણ કરવાની છે...

યુઆન રાજસત્તા દરમ્યાન ચીનનાં સમ્રાટને પોતાનું ચિત્ર દોરાવવું હતું. “મારાં અત્યાર સુધીમાં દોરેલાં ચિત્રોથી હું સંતુષ્ટ નથી,” તેમને ભેગા થયેલાં ચિત્રકારોની સભામાં કહ્યું. “મારું ખુબજ ચીવટપૂર્વકનું ચિત્ર બનાવી આપો.” રાજા રોજનાં બે કલાક સુધી બેસતાં અને હોશિયાર ચિત્રકારો તેમનું અવલોકન કરતાં અને જુદાંજુદાં ખૂણેથી ચિત્રો બનાવતાં. ખુબજ સમર્પિત ભાવથી અને કાળજીપૂર્વક તેઓ તેમની પેન્સિલ અને પીંછી કેનવાસ ઉપર ફેરવતાં. મોટા ઇનામની અપેક્ષામાં દરેકજણ આગળ બેસવા માટે હરીફાઈ કરતાં જેથી કરીને તેઓ રાજાને પુરેપુરા જોઈ શકે અને ઝીણાંમાં ઝીણી વિગત જોઈ શકે. સિવાય એક તાઓ ચિત્રકાર. તેણે રાજાને વિનંતી કરીકે તેને…read more

મારું સત્ય

મેં છેલ્લે લખ્યાંને ઘણો સમય થઇ ગયો છે. હું તમારી સૌ સાથે થોડી વાત કરવાં તૈયાર છું. તો આ રહ્યાં મારાં ખબર અંતર (ક્યાં છું, કેમ છું, કેવો છું, શું છું). હું તેને ટૂંકમાં પતાવવાની કોશિશ કરીશ. ૧૫મી માર્ચ, ૨૦૧૦નાં રોજ બપોરે હું મારી આધ્યાત્મિક યાત્રાએ જવાં માટે નીકળ્યો. હું ૧૮મી માર્ચે વારાણસી ગયો હતો, મને વારાણસીથી ૮૦ કિમીનાં અંતરે ઉત્તર તરફ એક નાનકડાં ગામમાં મારાં ગુરુ મળ્યાં. તેમને મને ૧૧મી એપ્રિલનાં રોજ સંન્યાસની દીક્ષા આપી. મારાં ગુરુ એક નાગા સંત છે, જેમની ઉંમર ૭૫ વર્ષની છે. મેં તેમનો આશ્રમ…read more

ઓમ સ્વામીનો માર્ગ

તમારી આજુબાજુ ચાલતી અફવાઓ, ગપ્પાઓ અને ટીકાઓ સાથે કામ લેવા માટેનો આ રહ્યો મારો મત.

તાજેતરમાં, મારા વિશે ચિંતા કરતાં લોકો તરફથી મને ઢગલો ઈ-મેઈલ મળ્યાં. કેટલાંકની લાગણી ઘવાઈ હતી, તો કેટલાંકને મૂંઝવણ અનુભવાતી હતી અને બીજા સીધા ગુસ્સે જ થઇ ગયાં હતાં (મારા ઉપર નહિ). કારણ? અમુક પાયાવગરની અફવાઓ તેમણે તે વ્યક્તિ વિશે સાંભળી હતી જેને તેઓ ખુબ પ્રેમ કરે છે અને ખુબ સન્માને છે – ઓમ સ્વામી, કે જે આ કિસ્સામાં તે હું પોતે છું. તેઓ અફવા ફેલાવનારને પાઠ ભણાવવા માંગતા હતાં. આ બાબત ઉપરથી મને બુદ્ધનાં જીવનની એક વાત યાદ આવી ગઈ. એવું કહેવાય છે કે જયારે બુદ્ધે ભિખ્ખુણીઓને દીક્ષા આપવા માંડી,…read more