એક દિવસે મેં કોરી મોહલરની વેબસાઈટ પર પ્રદર્શિત થયેલી એક સુંદર કવિતા વાંચી (અહી). જો કે તેનું શિર્ષક હતું “બે ભાઈઓ”, પરંતુ તે “માનવ જીવનનાં અસ્તિત્વનું સત્ય” હોત તો પણ બિલકુલ યથાર્થ જ હોત. મને આ કાવ્ય એટલું બધું ગહન લાગ્યું કે મને તે મારા બ્લોગ ઉપર તેને એક પોસ્ટ તરીકે પ્રકાશિત કરવાનું મન થઇ ગયું અને તે પણ તેનાં ઉપર કોઈ પણ પ્રકારની ટિપ્પણી કર્યા વગર. આ રહ્યું તે:

Two sons were born beneath the old tree.
They grew together, both loved and free.

They traveled the fields, they roamed the hill.
They crossed the river, explored the mill.

They fought with dragons and giants tall.
Mighty warriors—they conquered all.

At each day’s end, they slept safe at night.
A loving father tucked them in at night.

The father aged and then he died.
The eldest wept and the youngest cried.

The farm, of course, would be run alone.
So the youngest left, to find his own.

They looked into each other’s eyes.
Beneath the old tree, they said goodbyes.

The eldest tilled fields, beneath the sun.
With his sweat and work, the farm was run.

A wife soon came to his warm, safe home.
He was always loved, but would not roam.

Each day, he dreamt of his brother free.
Always regretting that it was not he.

Years flew by, at last they met again.
Beneath the old tree stood two old men.

He told his brother of farming life:
No adventures — only work and strife.

Oh, how he dreamt of the open road
And how he felt trapped in his abode.

The brother told of the life he led,
Of the long and weary road, he said:

Many lonely nights in driving rain,
It was a single thought that kept me sane.

That my brother was home, safe and warm.
A loving home, far from rain and storm.

Hard work I could stand, but this I swear:
The days alone were too much to bear.

His heart grew sad as he bowed his head,
And to his brother, the elder said:

What a tragic tale then, for us two:
That you had not my place, and I you.

His brother sighed, then smiled wide,
Thought for a moment, before he replied:

You’ve missed the point of this little tale.
For I’ll tell you, brother, without fail:

Whoever would roam, whoever would stay,
We both would regret it, either way.

(કોરી મોહલરની Existential Comics ની મુલાકાત પણ લેજો કે જ્યાં તમને આ કવિતા સુંદર રીતે ચિત્રિત કરેલી પણ જોવા મળશે.)

મોટાભાગનાં લોકોનાં જીવનમાં એક જુઠા ફેસબુકી સ્મિતની વાત જવા દઈએ તો દરેક પ્રભાત પોતાની સાથે એક હતાશા લાવતી હોય છે. જાણે કે આપણામાંનું દરેકજણ પોતાની અંદર એક વજન લઇને ન ચાલતું હોય. એ વજન કઈ કાયમ લાગણીઓનું નથી હોતું. કોઈ વખત તમને ગુસ્સો, ઈર્ષ્યા, બળતરા કે અસંતોષ નથી હોતો તેમ છતાં તમે ખુશ પણ નથી હોતા. તમને બરાબર હોવાની કે પરિપૂર્ણતાની કે એક સંપૂર્ણતાની લાગણી નથી અનુભવાતી હોતી.

અમુક દિવસોએ તમને એવું લાગતું હોય છે કે જીવન તો સંપૂર્ણ છે પરંતુ તે કાયમ ચાલતી લાગણી નથી. હું જેટલાં લોકોને ઓળખું છું તેમાંનાં દરેકજણને પોતાનું જીવન કઈક જુદું જોઈતું હોય છે. આપણને લાગે છે કઈક જુદું થવું જોઈએ. આ લાગણી જો કે જલ્દી જ એક નિરાશામાં પરિણમતી હોય છે. અને તેથી, એવી લાગણી કે આપણું વર્તમાન જીવન અપૂરતું અને અધૂરું છે તે સતત ચાલતી રહે છે. તેમજ આપણે સતત પસ્તાવા અને ફરિયાદની લાગણીને અંદર ધરોબી રાખીએ છીએ અને મૂર્ખતાભરી પસંદગીઓ કર્યે રાખતાં હોઈએ છીએ એવી આશાએ કે તેનાંથી આપણી અંદર રહેલું દુઃખ ભૂંસાઈ જશે. આ બધું જ ફક્ત એક દ્રષ્ટિકોણમાંથી ઉદ્દ્ભવતું હોય છે, એક લાગણી: અસંતોષ.

અર્જુને એક વખત કૃષ્ણને પૂછે છે, “એક સાચો યોગી કોણ છે, પ્રભુ?”
“એ કે જે વર્તમાન ક્ષણમાં સંતોષથી જીવે છે અને જે સંયમનાં માર્ગથી સુપરિચિત છે તે મોટો યોગી છે.”

કૃષ્ણએ કોઈ ધ્યાનીને સાચો યોગી નથી કહ્યો, તેમણે પોતાનાં ભક્તને પણ યોગી નથી કહ્યો. તેમને એ પણ નથી કહ્યું કે એવા લોકો કે જે અમુક ચોક્કસ માન્યતાને અનુસરે છે અને અમુક વિધિ વિધાન કરે છે તેઓ સાચા યોગી છે. ઉલટાનું, તેમણે તો આ બહુ સરળ બનાવી દીધું. જો તમે સંતોષી અને શાંત હશો, તો તમે એક યોગી છો.

કોઈ એક ખોજ માટે ભ્રમિત થઇ જવું બહુ સરળ છે. અને એક સ્વ-કેન્દ્રી વલણથી, આપણી ભ્રમણાઓ આપણને અંધ બનાવી દે છે. તમે તમારી આજુબાજુ રહેલું સારાપણું જોઈ શકતાં નથી. અને તેનાંથી એક ઘોર હતાશા પેદા થાય છે કે જેમાંથી અંતે ક્રોધ પેદા થાય છે. સ્પષ્ટ છે કે, તમે જયારે ગુસ્સામાં હોય ત્યારે ન તો તમે શાંત રહી શકો છો કે ન તો તમે સ્પષ્ટપણે વિચારી શકો છો. આવી હાલતમાં, આપણી પાગલ વૃત્તિઓનો ત્યાગ કરીને વર્તમાન ક્ષણમાં સંતોષ મેળવવો એક અશક્ય બાબત બની જાય છે.

"गौधन गजधन वाजिधन, और रतनधन खान.
जब आवे संतोषधन, सब धन धूलि समान. " (સંત કબીર)

મારા મત મુજબ, જીવનયાત્રામાં, સંતોષ એ સૌથી મોટો આશીર્વાદ છે. આશિર્વાદ શબ્દપ્રયોગ કરીને હું જોકે, એવું નથી સુચવી રહ્યો કે આપણામાંથી અમુક લોકો સંતોષ લઈને જન્મ્યા હોય છે અને અમુક લોકોમાં તે જન્મજાત નથી હોતો. કે પછી સંતોષને કોઈ બાહ્ય પરિબળ દ્વારા આપણી ઉપર વરસાવવામાં આવતો હોય છે. સંતોષ દ્વારા, મારો કહેવાનો સરળ અર્થ એટલો છે કે તે તમારી પાસે હોઈ શકે તેવી એક સૌથી દિવ્ય લાગણી છે. જયારે તમે સાચા સંતોષી હોવ છો, ત્યારે તમે દયાળુ અને દાની આપોઆપ બની જાવ છો. તમે ખુશી, સારાપણું અને ભલાઈ પ્રસરાવો છો.

બીજી લાગણીઓની જેમ, સંતોષનાં ગુણને પણ આપણી ચેતનામાં વિકસાવવાનો હોય છે. ગમે તે સમયે તમે જયારે બહાર નીકળો છો ત્યારે તમને વધારે સારું ઘર, ગાડી, શરીર, કૌશલ્ય, અને સંપત્તિ હોય એવા લોકો જોવા મળવાનાં જ. તેઓ તમારી આજુબાજુ દરેક જગ્યાએ હોય છે. જયારે તમે તેમને જુઓ છો, ત્યારે તમને કાં તો ઈર્ષ્યા, બળતરા કે પ્રેરણા થાય છે. કોઇપણ રીતે, તે તમારા વર્તમાનને નીચો પાડી દે છે. હું એવું નથી કહી રહ્યો કે કોઈએ પણ પલાઠી વાળીને માંખીઓ મારતા બેસી રહેવું જોઈએ. આપણામાંનાં દરેકજણને પોતાનાં માટે જે મહત્વનું હોય તેની પાછળ જવાની છૂટ છે. આટલું કહ્યાં પછી કહીશ કે દરેક ખોજની એક કિંમત હોય છે.

સંતોષ એક જાગૃતિભર્યું જીવન જીવવામાંથી આવતો હોય છે, એક એવી સમજ કે બીજા બધાં કરી રહ્યાં છે એટલાં માટે મારે તે કરવું જરૂરી નથી. જો તમે વર્તમાન ક્ષણમાં રહીને જીવી ન શકતાં હોવ અને તેમાં રહેલી સુંદરતાને ન જોઈ શકતાં હોવ તો, ભવિષ્ય કઈ વધુ સારું નહિ બની શકે. કારણ કે ભવિષ્ય એ છુપાયેલી વર્તમાન ક્ષણોથી બીજું કશું જ નથી. મારી બપોરનો ભૂતકાળ જ મારી આવનાર સવારનું ભવિષ્ય છે.

જીવન એક સરિતા સમાન છે, સતત બદલાતું, સતત વહેતું. તમે તેમાં વારેવારે ડૂબકીઓ લગાવી શકો છો એવું વિચારીને કે તમે તો એ જ નદીમાં સ્નાન લઇ રહ્યાં છો. પણ તે સાચું નથી હોતું. જે પાણી ત્યાં પહેલાં હતું તે ત્યાં હવે નથી રહેલું. જેટલી વખત તમે ડૂબકી લગાવો છો, તે એક નવું પાણી હોય છે. કોઇપણ બે ક્ષણો સમાન નથી હોતી. તમારા ભૂતકાળ કે ભવિષ્યકાળને વળગીને રહેવું તે એક અજ્ઞાન છે. જીવનને પોતાનો એક આગવો જ પ્રવાહ હોય છે. નદી ચોમાસામાં કાદવ વાળી હોઈ શકે છે કે શિયાળામાં ઠંડી હોઈ શકે છે. તે અમુક દિવસોમાં સરસ હૂંફાળી હોઈ શકે છે અને અમુક દિવસોમાં કાચ જેવી ચોક્ખી હોઈ શકે છે. કોઇપણ રીતે, જો તેનો મૂળ સ્રોત સુકાઈ નહિ જતો હોય, તો તે સતત વહેતી રહેવાની. એક જીવનની જેમ જ.

જયારે આપણી જીવનયાત્રા ચાલી જ રહી છે, તો આવો આપણે થોડું આગવી છટા સાથે, એક સંતોષ સાથે તેમાં થોડું ચાલી પણ લઈએ. Whoever would roam, whoever would stay…
જો તમારે સમુદ્રમાં ભળવું હોય તો વહેતાં રહો.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email