ॐ સ્વામી

સુખનું રહસ્ય

કોઈ વખત સૌથી ગહન અનુભૂતિ પ્રવાહમાંથી નહિ પરંતુ એક સ્થિરતામાંથી આવતી હોય છે, જયારે જીવન તમને ચુનોતી આપે ત્યારે...

એક દિવસમાંથી બીજા દિવસમાં મારા પગ ઘસેડીને ખરેખર હું શું કરી રહ્યો છું? આ સવાલ દરેક જવાબદાર વ્યક્તિનાં જીવનમાં ટાળી ન શકાય તેવો છે. તેને અસ્તિત્વની કટોકટી કહો, મધ્યવયે આવતી કટોકટી કહો કે પછી તમને જે ગમે તે કહો. જો તમે તમારું જીવન એકદમ નિયમાનુસાર જીવ્યાં હોય, અને બીજાને તેમજ તમારી જાતને તમારાથી બની શકે તેટલી મદદ કરી હોય, તો પછી આ તબક્કો અનિવાર્ય છે. દરેક ડાહી વ્યક્તિ, પોતાનાં જીવનનાં કોઈને કોઈ તબક્કે તો એક સતત ખાલીપાની લાગણીથી ગ્રસ્ત થઇ જ જતી હોય છે. બધું હોવાં છતાં તમને કશું નથી…read more

તમારા પસ્તાવાને પાછળ મૂકી દો

સમયની નિરંતર ગતિમાં રહેલી આપણા જીવનની સુંદર ક્ષણો.

એક વખત એક સ્ત્રી હતી, જે એક સમાજિક કાર્યકર્તા હતી, જે લોકોને દારૂના વ્યસનમાંથી મુક્ત કરતી હતી. તે એક નાનું શહેર હતું અને દર વખતે જયારે પણ તેને ખબર પડતી કે કોઈ દારૂ પી રહ્યું છે, કે તે તરત જ તે વ્યક્તિ સાથે વાત કરવાં માટે ત્યાં થોડા લોકોનું ટોળું લઈને પહોંચી જતી અને તેને દારૂની આડઅસરો વિશે વિસ્તારપૂર્વક સમજાવવા લગતી. હકીકતમાં, તે સમુદાયમાં દારૂ પીતાં વ્યક્તિઓની સંખ્યા ધીરેધીરે ઘટવા લાગી કારણકે કોઈને તેનો સામનો કરવો ગમતો નહિ. એક વખત એક મુલાકતી તે શહેરમાં રહી ગયેલાં એક માત્ર શરાબખાનામાં બેસીને…read more

જીવનયાત્રા

એક ફિલસુફી ભરેલા કાવ્ય દ્વારા પ્રેરિત જીવનમાં સતત ચાલતી ખુશી વિશેનો આ છે મારો મત.

એક દિવસે મેં કોરી મોહલરની વેબસાઈટ પર પ્રદર્શિત થયેલી એક સુંદર કવિતા વાંચી (અહી). જો કે તેનું શિર્ષક હતું “બે ભાઈઓ”, પરંતુ તે “માનવ જીવનનાં અસ્તિત્વનું સત્ય” હોત તો પણ બિલકુલ યથાર્થ જ હોત. મને આ કાવ્ય એટલું બધું ગહન લાગ્યું કે મને તે મારા બ્લોગ ઉપર તેને એક પોસ્ટ તરીકે પ્રકાશિત કરવાનું મન થઇ ગયું અને તે પણ તેનાં ઉપર કોઈ પણ પ્રકારની ટિપ્પણી કર્યા વગર. આ રહ્યું તે: Two sons were born beneath the old tree. They grew together, both loved and free. They traveled the fields, they…read more

સાવચેત માવતરનાં ચાર લક્ષણો

આ રહ્યાં સાવચેત માવતરનાં ચાર લક્ષણો કે જેનાંથી કોઈ પણ બાળકનાં જીવનને બદલી શકાય છે.

વેદિક સાહિત્યમાં એક શબ્દપ્રયોગ છે કે જેનો વારંવાર ઉપયોગ કરવામાં આવે છે. તે છે બ્રહ્મચારી, અને તેનો ઘણી બધી વખત મર્યાદિત અર્થઘટન કુંવારાપણા તરીકે કરવામાં આવે છે. જો કે, તેનાં ખરા અર્થને સંયમ સાથે બહુ ઓછી લેવાદેવા છે. બ્રહ્મચારી એટલે એ વ્યક્તિ કે જે બ્રહ્મ (દિવ્ય)ની જેમ પાલન (આચરણ) કરે. આ અર્થનાં સાપેક્ષમાં બૌદ્ધ સાહિત્ય આવી વ્યક્તિને બ્રહ્મ વિહારી – જેનું વર્તન ઉમદા અને દિવ્ય છે તે – કહે છે. આવી વ્યક્તિનાં ચાર લક્ષણો છે. તમે આ ચાર લક્ષણોને તમારી અંદર વિકસાવો અને તમે જોશો કે તમારો ગમે તે સંબંધ…read more