ॐ સ્વામી

માવતરની દયા

જો તમે વધુ પડતાં રક્ષણાત્મક બની જશો, તો તેમને સ્વતંત્ર બનતાં ખુબ જ વધારે વાર લાગશે – લાગણીની દ્રષ્ટીએ અને બધી રીતે.

“હું હંમેશાં એક સારો પિતા બની રહ્યો છું અને મારા બાળકોને મેં દરેક પગલે ટેકો આપ્યો છે,” થોડા પરેશાન એવા બાપે મને થોડા અઠવાડિયા પહેલાં જ કહ્યું, “અને તેમ છતાં પણ, તેઓ મને સન્માન નથી આપતા. તેઓ તેમનાં જીવનમાં સંઘર્ષ કરી રહ્યાં છે અને મને કહે છે કે હું એક ખરાબ પિતા છું. મને સમજાતું નથી, મેં હંમેશાં તેમને પ્રેમ કર્યો છે, તેમને જે કરવું હોય તે કરવાં દીધું છે. તેમને સૌથી સારા કપડાં, ગેજેટ્સ વિગેરે અપાવ્યાં છે. મને નથી લાગતું કે મેં કોઈને છેતર્યા હોય, મેં હંમેશાં ભગવાનનો ડર…read more

એક આધ્યાત્મિક અનુભવ

આ છે એક સાચા આધ્યાત્મિક અનુભવની શક્તિ બતાવતા એક સંતનાં જીવનની એક સુંદર વાર્તા.

મને એ કેવી રીતે ખબર પડે કે હું સાચા માર્ગે છું? હું મારી આધ્યાત્મિક પ્રગતિને કેવી રીતે માપું? અને, એક સાચા આધ્યાત્મિક અનુભવની નિશાની શું છે? આ ત્રણ સવાલો એવા છે કે જે મને દરેક સાચા સાધકો ક્યારેક તો તેમની આધ્યાત્મિક યાત્રામાં પૂછતાં જ હોય છે. મોટાભાગે, તેઓ તેમનાં પ્રસંગો વર્ણવતાં હોય છે અને પૂછતાં હોય છે તેમને જે લાગ્યું તે શું સાચું હતું. તમારા અનુભવો પ્રત્યે શંકા થવી એ કુદરતી છે, ખાસ કરીને જયારે એક સ્પષ્ટ ઊંડા આધ્યાત્મિક અનુભવ પછી પણ તમારા જીવનમાંથી એક પણ પ્રશ્ન અદ્રશ્ય ન થયો…read more

ઝેન મન

એક પુષ્પ ખીલે અને સમગ્ર વિશ્વમાં વસંત ઋતુ આવી જતી હોય છે...દરેક વિચાર મહત્વનો હોય છે.

હાલમાં, જયારે આ લેખ તમે વાંચી રહ્યાં છો ત્યારે હું એક ઝેન શિબિરમાં બીજા એકસો સત્યનાં સાધકો સાથે બેઠેલો છું, જેમાં ઝેન ઉપર પ્રવચન ચાલી રહ્યું છે, ઝેન – કોઈ માર્ગ ન હોવાનો માર્ગ, કોઈ પથ નહિ હોવાનો પથ છે. એક શાંત સરોવરની નજીક, કે જ્યાં એક ધૂંધળો પ્રકાશ ક્ષિતિજ ઉપર દ્રશ્યમાન થઇ રહ્યો છે, અને પ્રશાંતિ અને મૌનની ચાદર આપણા બાહ્ય અને આંતરિક જગતને આવરી લઇ રહી છે, ત્યારે મને લાગે છે કે મારા ઝેન ઉપરનાં વિચારોને તમારી સમક્ષ મુકવા ખુબ જ યોગ્ય રહેશે. ચાલો હું તમને શોડો હારદા…read more

ભયનું મારણ

જયારે ભયનું તોફાન ઉગ્ર સ્વરૂપ ધારણ કરે, ત્યારે શાંત અને હકારાત્મક રહેવાનો એક રસ્તો છે. આ રહ્યો તે.

આપણને બધાંને ભય લાગતો હોય છે. ભવિષ્યમાં શું થશે તેનો ડર, કબાટમાં છુપાયેલ હાડપિંજરનો ડર, બીજા કે આપણે નિષ્ફળ થઈશું તેનો ડર વિગેરે. આપણને એ બાબતનો પણ ભય લાગતો હોય છે કે આપણો મોટામાં મોટો ડર સાચો પડશે તો! આપણી મોટાભાગની ચિંતાઓ આવાં અનેક ભયમાંથી આવતી હોય છે. આપણે સ્વ-મદદ માટેનાં પુસ્તકો કે જે એવું કહેતાં હોય “ચિંતા ન કરશો” અથવા “હકારાત્મક બનો” તે પણ વાંચતા હોઈએ છીએ. પરંતુ, મોટાભાગે તે કામ નથી કરતાં, દરેક વખતે તો નહિ જ. કોઈએ મને એક દિવસે પૂછ્યું હતું, “તમારા ભયથી ઉપર ઉઠવાનો કોઈ…read more