ॐ સ્વામી

આલોચના કરવાની કલા

રચનાત્મક પ્રતિસાદ આપવાની આ રહી એક અસરકારક, હકારાત્મક અને વ્યવહારુ રીત. સેન્ડવીચ પ્રક્રિયા.

થોડા અઠવાડિયા પહેલાં મેં સત્ય કહેવા માટે શબ્દોની પસંદગી કેવી રીતે કરવી કે જેથી સાંભળનારને દુઃખ ન થાય તેનાં ઉપર એક લેખ લખ્યો હતો. એક મત હોવો અને સત્ય કહેવું તેમાં જે બારીક તફાવત રહેલો છે, મેં તેનાં ઉપર પણ ભાર મુકેલો. ફક્ત આપણે કશામાં વિશ્વાસ કરતાં હોઈએ કે પછી અમુક વસ્તુઓ અમુક રીતે કરવામાં માનતાં હોઈએ, અને અન્ય વ્યક્તિ એવું ન માનતી હોય, તો તેનો અર્થ એ નથી કે આપણો મત કહેવામાં કે તેની આલોચના કે ટીકા કરવામાં, આપણે સત્ય ઉચ્ચારી રહ્યાં છીએ. તેમાં રહેલાં તફાવતને ઓળખો. ઘણાં બધાં…read more

પ્રેમની કલા

પ્રેમ એ કોઈ સંપૂર્ણતા અને અનુકુળતા વિશેની વાત નથી તે તો છે સમજણ અને સામંજસ્યતા વિશેની વાત.

પ્રેમ કરવો એક કલા છે અને કદાચ સૌથી મહત્વની કલા છે, કારણકે પ્રેમ એ ફક્ત સંબંધોની સામંજસ્યતાનું મૂળભૂત ઘટક જ નહિ પરંતુ આપણા અસ્તિત્વનો આધાર પણ છે. તે એકમાત્ર એવી વસ્તુ છે કે જેની પ્રાપ્તિ દરેકજણ ઇચ્છતું હોય અને હૃદયપૂર્વક તે બીજાને આપતું પણ હોય છે, અને છતાં, તે હંમેશાં ભ્રામક રહી જતું હોય છે. કાં તો ઓછાનામે તેવું કદાચ અનુભવાતું હોય છે. જો કદાચ હોય તો સાચા પ્રેમની ચાવી કઈ છે? જયારે પ્રેમ વિશેની વાત આવે છે, ત્યારે જૂની કહેવત, અન્ય સાથે એવો વ્યવહાર કરો જેવો તમે તમારી સાથે…read more

સત્યનો માર્ગ

જીવનનાં વિવિધ રંગોથી રંગાયેલો, સત્યનો માર્ગ એકમાત્ર મુક્તિનો માર્ગ છે.

એક દિવસે મને કોઈએ પૂછ્યું, “જો મારું સત્ય કોઈને નારાજ કરતું હોય તો તેમ છતાં પણ મારે સત્ય બોલવું જોઈએ? હું કશું ખોટું નથી કરી રહ્યો પરંતુ મારા સાથીને મારું સત્ય સાંભળવું જ નથી હોતું.” મને આ સવાલ અનેક વાર જુદી-જુદી રીતે પૂછાતો હોય છે. આપણી આ દુનિયામાં જ્યાં જુઠનાં કાંટાઓ ફુલતાં-ફાલતાં રહ્યાં છે અને સત્યનાંપુષ્પો કરમાઈ જતાં જોવા મળે છે, ત્યાં આ એક સામાન્ય દુવિધા છે. પાંચ વર્ષ પહેલાં, ૨૦૧૧ની શરૂઆતમાં, મેં પ્રતિજ્ઞા લીધી હતી કે હું ફક્ત સત્ય જ બોલીશ. આ સહેલું નહોતું. નાં, એટલાં માટે નહિ કે…read more

કુંડલિની – એક અકથિત કથા

કુંડલિનીનું મૂળ છેક પ્રાચીન પુરાણિક વિદ્યામાં જાય છે જેની શિવ અને તેમની પત્નીથી શરૂઆત થાય છે...

એક સ્ત્રી મને આશ્રમમાં મળવા માટે આવી હતી. તે પોતે માઈન્ડ થેરાપીસ્ટ અને હિલર (તેનો જે અર્થ થતો હોય તે) હતી, અને પોતે સાત ચક્રોનાં ખ્યાલથી સુપરિચિત હતી. તે વાસ્તુ, ફેંગશુઈ અને ટેરોટમાં પણ વિશ્વાસ કરતી હતી. આ બધાં, હકીકતમાં જોકે તેનાં વ્યવસાયનાં સાધનો પણ હતાં. એ દિવસે તે પોતે થોડી ચિંતિત હતી કારણકે એક પ્રખ્યાત ‘ચક્ર-વિશેષજ્ઞએ’ તેને કહ્યું હતું કે તેનાં ચક્રની ગતિ બરાબર નથી અને તે તેનાં વ્યવસાયને પણ અસર કરી રહ્યું છે. “ફરીથી કહે તો,” મેં પૂછ્યું, “તારા ચક્રોને શું થયું છે?” “ગતિ,” તેને જવાબ આપ્યો, “મારા…read more

સંસાર

પ્રસ્તુત છે દંતકથા સમાન પટાકારાનો ખરા સત્ય પરનો ઊંડી સમજણભર્યો એક ગહન સંદેશ.

એક દિવસે મેં એના પ્રજ્ઞા ડગ્લાસની The Hidden Lamp માંથી પટાકારાની વાર્તા વાંચી હતી. પ્રસ્તુત છે તેનાં અમુક અંશો: અમુક ૨૫૦૦ વર્ષ પહેલાં, પટાકારા ભારતમાં એક શ્રીમંત ગૃહે જન્મી હતી પરંતુ અંતે તે એક નોકરનાં છોકરા સાથે પરણી હતી. જયારે તે પોતાનાં બીજા બાળકની માં બનવાની હતી ત્યારે તેની સાથે એક દુર્ઘટના ઘટી ગઈ. એક જ દિવસમાં તેણે પોતાનું આખું કુટુંબ ગુમાવી દીધું. દંતકથા એવી છે કે તેનાં પતિનું જે દિવસે ઝેરી સર્પ કરડવાથી મૃત્યુ થાય છે ત્યારે જ તેનાં નવા જન્મેલા બાળકને બાજ પક્ષી ઉપાડી જાય છે. થોડી મિનીટોમાં…read more