ॐ સ્વામી

આત્મરતિવાન વ્યક્તિ

શું તમે જાણો છો કે એક ગરમ હવાનાં ફુગ્ગા અને એક આત્મરતિવાન વ્યક્તિની અંદર સામાન્ય બાબત શું હોય છે? આ રહ્યાં એ અંગેનાં મારા વિચારો...

કોઈએ મને અમુક અઠવાડિયા પહેલાં નીચેનો એક ઈ-મેઈલ મોકલ્યો હતો: મારે તમને એ પૂછવું છે કે કોઈ આત્મરતિવાન (આત્મમોહી) સાથી સાથે કેવી રીતે રહેવું? તેમની સાથે આધ્યાત્મિક રીતે કેવી રીતે રહેવું? જયારે આપણે કોઈને આત્મરતિવાન કહીએ ત્યારે તેઓ તેવાં કેમ હોય છે? અને, આત્મરતિવાનનો ખરો અર્થ શું છે? મને લાગે છે કે આ સવાલનો જવાબ આપવા માટે એક મનોચિકિત્સક એક ફિલસૂફ કરતાંવધારે તાલીમબદ્ધ હોય છે, છતાં મને આ અંગેનાં મારા વિચારો અત્રે રજુ કરતાં આનંદ થશે. મેં એક વખત એક વાક્ય વાંચ્યું હતું, “મારા ઉપર મારું બોલવાનું હવે બસ બહુ…read more

ખુશીનો સાદ

ખુશી એક એવી સિદ્ધિ છે કે જેને આપણે આનંદ તરીકે ઓળખવાની ભૂલ કરી બેસીએ છીએ. નહીતર, ખુશી તો એક મુસાફરી છે, એક માર્ગ, એક અવસ્થા.

જીવનમાં અમુક વસ્તુઓ એવી હોય છે કે જેને આપણે બદલી શકીએ છીએ, અમુક વસ્તુઓને આપણે પ્રભાવિત કરી શકીએ છીએ. પરંતુ, એવી ઘણી બધી બાબતો પણ છે કે જેનાંથી આપણે ટેવાવું પડતું હોય છે. આ એક બહુ મોટી ચુનોતી છે. જીવન તમને જેવી રીતે રાખે તેવી રીતે રહેવા માટે ટેવાવું સરળ નથી. આ, જો કે, ખુશીનો સરળમાં સરળ માર્ગ છે. આટલું કહ્યાં પછી, આજનું મારું કેન્દ્રબિંદુ બાંધછોડ કરીને ખુશી “અનુભવવાનું” નથી (જો કે તેનાંથી ઘણો લાભ થતો હોય છે ખરો). એનાં બદલે, મારું કેન્દ્રબિંદુ તો ખુશ “થવા” ઉપરનું છે. તમે જ્યાં…read more

ખુશ વલણ

તમારા જીવનમાં જે આશિર્વાદો છે તેની સામું જુવો અને હૃદયમાં ખુશીનો દીપ પ્રજ્જવલિત કરો. તેને ઉડવા દો, તરવા દો. જતું કરતાં શીખો.

સંન્યાસી હોવાનું એક સૌથી મોટું ચુનોતીભર્યું કામ જો કોઈ હોય તો તે છે દુનિયામાં જોવા મળતાં પીડા અને દુઃખનો વ્યાપ. કદાચ ડોક્ટર, મનોચિકિત્સક, થેરાપીસ્ટ વિગેરે લોકો માટે પણ એવું જ હશે જો બિલકુલ સમાન નહિ હોય તો. કોઈવાર, હું જયારે લોકોને મળું છું ત્યારે મને સમજાય છે કે બુદ્ધે શા માટે એવું કહ્યું હતું કે જીવન એક પીડા છે કે પછી જેમ કે ગુરુ નાનકે પણ કહ્યું છે ને કે આખું જગત પીડાય છે. જે કોઈ પોતાનાં બે છેડા માંડ ભેગા કરી શકતું હોય તેનાંથી માંડીને જે કોઈ પોતાનો અંગત…read more

મજબુત બનો

મજબુતમાં મજબુત વૃક્ષ પણ વાવાઝોડામાં ઝુંકી જતું હોય છે. મજબુત હોવાનો અર્થ એ નથી કે તમે કોઈ લાગણીનું પ્રદર્શન ન કરો.

હું અગિયાર વર્ષનો હતો અને મારા પિતા સાથે ટ્રેઈનમાં મુસાફરી કરી રહ્યો હતો. અમને બન્નેને બાજુબાજુમાં જ બેસવાની જગા નહોતી મળી પણ તેમ છતાં અમે ખુશ હતાં કે અમને આરક્ષણ તો મળ્યું. હું બારીની બાજુમાં બેઠો હતો અને મારી સામે એક માણસ બેઠો હતો જે તેની ત્રીસીમાં હશે. તેમણે લાલ ટીશર્ટ, જીન્સ અને હાથમાં એક સરસ ઘડિયાળ પહેર્યું હતું. અમે એકબીજા સાથે ઘણાં કલાકો બેસવાનાં હતાં (૨૪ કલાકથી વધુ). માટે, તેમણે મારી સાથે વાતો કરવાની શરૂઆત કરી. હું એટલાં માટે એમ કહું છું કે તેમણે શરૂઆત કરી કેમ કે એક…read more