ॐ સ્વામી

મિત્રતાનો સાર

મિત્રો એ ગુલદસ્તામાં રહેલાં વિવિધ પ્રકારનાં પુષ્પો જેવાં છે, દરેકની પોતાની આગવી સુંદરતા, સુગંધ અને રંગ રહેલાં હોય છે.

જીવનમાં એવા મિત્રો હોવાં કે જેમની ઉપર આપણે ભરોસો કરી શકીએ અને જેમની સાથે આપણે દરેક વસ્તુ વહેંચી શકીએ એ જીવનનાં સૌથી મોટા આશિર્વાદ સમાન છે. સમયની સાથે, મિત્રતાનું કાપડ પાતળું પડતું જાય છે, પણ અમુક લોકો જીવનપર્યંત મિત્રતા રાખી જાણતા હોય છે. એક વિશ્વાસુ મિત્ર હોવો તે એક વફાદાર સાથી હોવાં (કે જેને ખરેખર તમે પ્રેમ કરતાં હોવ) જેટલી ઉત્તમ વાત છે. હું એવા કેટલાંય યુવાન લોકોને મળતો હોવ છું કે જેમનું જીવન સંપૂર્ણપણે તેમનાં મિત્રોની આસપાસ ફરતું હોય છે. તે પોતાનાં મિત્રને ખુશ રાખવાં માટે એટલી હદે જતાં…read more

કૃપાની વાત

જેવી રીતે છીપ તેની અંદર નિવાસ કરતાં જીવની રક્ષા કરે છે તેવી રીતે જ એક દિવ્ય કૃપા વિપત્તિ સમયે તમારા નાજુક હૃદયની રક્ષા કરે છે. કુદરત પોતાનાં વિશેષ માર્ગે કામ કરે છે.

એક દિવસે, મેં રાઘવાનંદ સ્વામી, જેમને હું સામાન્ય રીતે રઘુસ્વામી (કે જે એક ખુબ જ સમર્પિત શિષ્ય છે, જીવનરસથી ભરપુર અને પુરા અનાસક્ત) કહીને બોલાવું છું, ને પૂછ્યું કે શું હું તેમની એક વાત મારા બ્લોગમાં લખી શકું છું? શ્રદ્ધા અને કૃપા, સાદગી અને નૈતિકતાની એક સુંદર વાર્તા. એક મોટા સ્મિત સાથે તેઓ સહમત થયાં. જો તમે મારું સંસ્મરણ પુસ્તક વાંચ્યું હશે તો તમે રઘુસ્વામીને જાણતા હશો. કે જેઓ પોતે પૂર્વાશ્રમમાં પ્રદીપ બ્રહ્મચારી હતાં અને જયારે હું હિમાલયનાં જગલમાં તપ કરતો હતો ત્યારે તેમણે જ મારું ધ્યાન રાખેલું. આશરે ૩૩…read more

પ્રેમ પર બે શબ્દ

પ્રેમ કરવો એટલે સામેવાળી વ્યક્તિને તમારી હાજરીમાં બિલકુલ હળવી બનાવી દેવી કે જેથી કરીને તે જે છે તે બની રહે.

હું ઘણી વખત એવાં લોકોને મળતો હોવ છું કે જેઓ મને કહેતા હોય છે કે પોતાને તેમનાં સાથી સાથે નથી બનતું. “અમારા મત મળતાં નથી, અમારી આદતો, અમારા ધ્યેયો જુદાં-જુદાં છે, અમારી વચ્ચે કોઈ અનુકુળતા નથી.” મોટાભાગે પુરુષોને વધુ સ્વતંત્રતા અને વ્યક્તિગત અવકાશ જોઈતાં હોય છે તો સ્ત્રીઓને વધુ સલામતી અને ગુણવત્તા ભર્યો સમય જોઈતો હોય છે (કોઈ વખત, જો કે ભાગ્યે જ, તેનાંથી ઉલટું પણ હોય છે). જયારે બે જણને નથી બનતું હોતું, તેનો અર્થ એ નથી કે તેમને બની જ ન શકે. તેમાં ઘણું કામ માંગી લે (અને…read more

દુઃખનો પ્રવાહ

દુઃખને તેનું પોતાનું જીવન હોય છે. જેવી રીતે એક નદી પોતાનો માર્ગ જાતે કરી લેતી હોય છે તેમ દુઃખને પણ જીવનનાં સમુદ્રમાં ભળતાં પહેલાં વહેવું પડતું હોય છે.

એવું કહેવાય છે કે જયારે ભગવાન બુદ્ધ પોતાનાં આત્મસાક્ષાત્કાર પછી પોતાનાં કુટુંબને મળવા માટે જાય છે, ત્યારે તેમનું એક રાજવીપણે સ્વાગત કરવામાં આવે છે. તેમનાં પિતા, કે જે પોતે એક રાજા હોય છે તે બુદ્ધની આગતાસ્વાગતા એક રાજકુંવરની જેમ જ કરે છે કે જે બુદ્ધ પોતે પહેલાં હતાં. પ્રધાનગણ અને રાજવી કુટુંબનાં સભ્યો તેમને ખુબ જ પૂજ્યભાવથી આવકારે છે. તેમનો પોતાનો પુત્ર રાહુલ, તેમની પાસે દોડતો જઈને તેમને ખુબ જ જોરથી ભેટી પડે છે. સાત વર્ષ સુધી તેણે પોતાનાં પિતા વિશે ખુબ જ સાંભળ્યું હતું અને તે તેમને જોવા માટે…read more