ॐ સ્વામી

મૌનનાં ચાર રંગ

શાંત સરોવરમાં ખીલી ઉઠતાં કમળોની જેમ એક મૌન મનમાં શાંતિ અને આનંદ ખીલી ઉઠે છે.

મેં એક વાર એક વાક્ય વાંચ્યું હતું, “મૌન એ સોનેરી વસ્તુ છે…જો તમારે ઘેર કોઈ નાનું બાળક ન હોય તો. કેમ કે તે કિસ્સામાં મૌન એ શંકાસ્પદ છે.” તમે ક્યારેય રાતનાં ઊંડા મૌનમાં એક મોટી સાંત્વનાનો અનુભવ કર્યો છે? ખાસ કરીને કુદરતનાં ખોળે હોય તેવું સ્થળ. ત્યાંની હવામાં એક અવર્ણનીય તાજગી હોય છે. તમને એક શાંત અને સુખદાયક હવા તમારી ત્વચા સાથે અથડાતી અનુભવાશે, તમે તારલા મઢેલ આકાશ તરફ તાકી રહેશો, તમને પાંદડાનું એક કલાત્મક કંપન સાંભળવા મળશે. મોટાભાગનું જગત સુઈ ગયું હશે પણ તમે આ આનંદમય રાત્રીમાં જાગતાં હશો….read more

સ્વતંત્રતાની કિંમત

સાચી સ્વતંત્રતા એ લાપરવાહીમાંથી જવાબદારી તરફનો એક કુદકો છે. તેમાં આપણા કર્મોનાં પરિણામો વિશે સાવધાન બનવાની વાત છે.

આપણી અંદરનાં ઊંડાણમાં આપણે એક સ્વતંત્ર અસ્તિત્વ હોઈએ છીએ. જન્મ બાદ ગર્ભનાળને પણ કાપીને આપણી સ્વતંત્રતા ઉપર મહોર મારવામાં આવતી હોય છે, આપણા બંધનોને કાપીને જાણે કે આપણને એવું સૂચવવામાં આવતું હોય છે કે આપણો મુખ્ય સંબંધ એ આપણી જાત સાથેનો છે અને નહિ કે અન્ય કોઈ સાથે. અરે ક્યારેક તો પ્રેમની ખોજમાં પણ કે જે આપણને દોરવણી આપતું હોય છે, આપણે ખરેખર તો સ્વતંત્રતાને જ શોધતાં હોઈએ છીએ. સંબંધમાં આપણે જેટલાં વધુ મુક્તતાનો અનુભવ કરતાં હોઈએ તેટલાં જ વધુ આપણે સંપૂર્ણતાને પણ અનુભવતાં હોઈએ છીએ. હું સમજુ છું જયારે…read more

એક જીવનમાં અનેક જીવન

જેમ અનેક પાણીનાં ટીપાં એક ધોધનું નિર્માણ કરે છે, તેવી રીતે નાની ક્ષણો અને અનુભવો એક જીવનકાળની રચના કરે છે.

તમને ક્યારેય એવી અનુભૂતિ થઇ છે કે તમે જીવનમાં કઈ મોટું કામ કર્યું નથી? કે પછી તમે તમારા સ્વપ્નાઓનું જીવન ક્યારેય જીવ્યાં જ નથી? જો હા, તો તમે એકલાં નથી. સામાન્ય રીતે, આપણે જીવનને એક અખંડ એકમ તરીકે જોવા માટે ટેવાયેલાં હોઈએ છીએ. આપણને એવું લાગે છે કે આપણી જવાનીનો મોટો ભાગ જતો રહ્યો હોવાથી જાણે આપણે બધું જ ગુમાવી બેઠા છીએ. કે હવે તો કઈ બહુ થઇ શકે નહિ. પરંતુ આજે, હું તમને એક જુદો દ્રષ્ટિકોણ આપવા માંગું છું. એવું કઈક કે જેનું મેં મારા જીવનમાં અને હું જાણું…read more

૮૪મી સમસ્યા

કોઇપણ મુશ્કેલી વગરનાં જીવનની શક્યતા દર્શાવતી આ એક સુંદર બોધકથા છે.

એક વખત એક શ્રીમંત ખેડૂત બુદ્ધને એક મોટી આશા સાથે મળવા જાય છે. તે તેમની સમક્ષ દંડ્વત પ્રણામ કરે છે અને તેમનાં આશીર્વાદની યાચના કરે છે. બુદ્ધ આશીર્વાદની મુદ્રામાં પોતાનો હાથ ઉંચો કરે છે. “હે આદરણીય!” ખેડૂત બોલે છે, “મને એક બહુ મોટી મુશ્કેલી છે અને મને ખબર છે તમે એક જ મને મદદ કરી શકો તેમ છો.” બુદ્ધ શાંત રહ્યાં અને પેલા માણસે બોલવાનું ચાલુ રાખતાં કહ્યું કે પોતાનો નક્કામો પુત્ર તેને ખુબ તકલીફ આપી રહ્યો છે અને પોતે તેનાં માટે પોતાની પત્ની પર ગુસ્સે થતો હતો કેમ કે…read more

એક હજાર અરીસા વાળો ઓરડો

આપણે કેવી રીતે આપણા પોતાનાં વિશ્વને આકાર આપીએ છીએ અને અમુક પ્રકારનાં લોકોને આપણા જીવનમાં આકર્ષીએ છીએ તેનાં વિશેની આ એક સુંદર વાર્તા છે.

ચીનમાં એક શાઓલીન મંદિર આવેલું છે કે જેમાં એક અજીબ ઓરડો છે. તે એક હજાર અરીસા વાળા ઓરડાથી પ્રખ્યાત છે, કારણકે તેની દીવાલો અને છત એક હજાર અરીસાથી જડેલી છે. અનેક સંન્યાસીઓ ત્યાં પોતાનાં હલન-ચલનને સ્થિર કરે છે કારણકે તેઓ પોતાની જાતને જુદાજુદા એક હજાર ખૂણેથી જોઈ શકે છે. એક દિવસ એવું બન્યું કે તેમાં એક કુતરો ધસી આવ્યો. તેણે જોયું કે પોતે બીજા એક હજાર કુતરાઓથી ઘેરાયેલો છે, તેને પોતાને થોડી અસલામતી અને ડર અનુભવાયો. તે તો પોતાનાં દાંત બહાર કાઢીને પેલા કુતરાઓને ડરાવવા માટે ઘૂરકીને ભસવા લાગ્યો. સહજ…read more