ॐ સ્વામી

જીવન સરિતા

જયારે તમે જીવન સાથે વહેતા રહેવાનું શીખી લો છો, ત્યારે જીવન એક સુંદર અને આનંદમય યાત્રા બની જાય છે.

એક દિવસે, માં શમતા ઓમે (મારા અગ્રિમ શિષ્યા અને હું ઓળખું છું ત્યાં સુધી તેઓ એક અત્યંત ગરિમાપૂર્ણ અને સુંદર આત્મા છે) એક ખુબ જ ગહન વાત કહી અને તે પણ તેમની સામાન્ય સરળતાથી. “સ્વામી,” તેમને કહ્યું, “મને એક વિચાર આવ્યો, માનવ જીવન કેટલું સુંદર અને સરળ છે. રોજ સવારે ઉઠો, સારા કર્મ કરો, ભરપેટ ભોજન કરો, બીજાને મદદ કરો, માનવસેવા કરો અને થોડો આરામ કરો. બસ આટલું જ છે. પરંતુ કોઈ કારણોસર, આપણામાંનાં મોટાભાગનાં લોકોએ જીવનને જરૂર કરતાં વધારે વિચારો અને ચિંતા કરીને ખુબ જ પેચીદું બનાવી દીધું છે.”…read more

નાટકીય ત્રિકોણ

જે પ્રથમ પોતાની જાતને પ્રેમ કરતાં શીખે છે તેનાંમાં પ્રેમ પર્વત પરથી વરસતા પાણીની જેમ કોઈ પણ પ્રકારનાં દ્વેષ વગર વહેતો રહે છે.

ગયા અઠવાડિયે, મેં મેલોડી બેટ્ટીનાં Codependent No More નામનાં પુસ્તકને ટાંક્યું હતું. આજે, સંબંધ ઉપરનાં મારા વિચારોને ચાલુ રાખતાં, હું એ જ પુસ્તકમાંથી એક ફકરો ટાંકીને શરૂઆત કરું છું. કોઈ વખત, મારો સૌથી નાનો દીકરો, શેન, મને ખુબ જ જોરથી અને ખુબ જ લાંબા સમય સુધી આલિંગન આપતો હોય છે. એ આખો મારા ઉપર ઝુકી જતો હોય છે. હું મારું સંતુલન ગુમાવી દઉં છું, અને એ મને વળગે નહિ એનાં માટે અધીરી બની જાવ છું. મેં તેને નકારવાનું ચાલુ કર્યું. કદાચ એ મને એટલાં માટે એવું કરતો હોય છે કે…read more

જયારે કાળજી પ્રેમનો નાશ કરે

વધારે પડતી કાળજી પ્રેમને અપંગ બનાવી દે છે જેવી રીતે વધુ પડતું પાણી છોડને નાશ કરી દે તેમ.

તમને ક્યારેય તમારા સાથીને મળીને વાત કરવામાં ડર લાગે છે ખરો, પછી ભલેને તે એક સરળ સવાલ હોય કે આ રવિવારે તારે શું કરવાની ઈચ્છા છે? અને પછી આ સંવાદો તેમની સાથે થાય તે પહેલાં જ તમારા મગજમાં વારંવાર ચાલ્યા કરે છે? એટલાં માટે કે તમને એ ખબર નથી કે તે કેવી રીતે તેનો પ્રત્યુત્તર આપશે. અથવા તો કદાચ એટલાં માટે કે તમને એ વાતનો ડર હોય છે કે તે બિલકુલ ન ગમે તેવી રીતે જ વર્તણુક કરશે, તમારા પ્રત્યે ગુસ્સે થશે કે પછી ખોટી રીતે ચિડાઈ જશે. જો તમે…read more

દિવ્યતાનું બીજ

જે વૃક્ષ ફળથી લદાયેલું હોય તે હંમેશાં થોડું ઝુકી જતું હોય છે. દિવ્યતાનાં માર્ગ પર આ એક મહત્વનો સદ્દગુણ છે.

દંતકથા એવી છે કે કઝાકિસ્તાનનાં રાજાએ એક વખત પોતાનો રાજદૂત ભારતનાં સમ્રાટ એવાં જલાલ-ઉદ્દ-દિન મોહમ્મદ અકબરનાં દરબારમાં મોકલ્યો. અકબરનાં દરબારમાં રહેલાં નવરત્નો પોતાની અસામાન્ય બુદ્ધિમત્તા અને કૌશલ્ય માટે પ્રખ્યાત હતાં. તેમાંનો એક એવો બીરબલ કે જે પોતાની હાજરજવાબી અને ડહાપણ માટે પ્રખ્યાત હતો. રાજા પોતાનાં સવાલોનો જવાબ વ્યક્તિગત રીતે સાંભળવા માંગતા હતાં માટે બીરબલને તેમની પાસે મોકલવામાં આવ્યો. “ભગવાન ક્યાં રહે છે?” કઝાકિસ્તાનનાં રાજાએ પોતાનો પ્રથમ સવાલ કરતાં કહ્યું. બીરબલે જવાબમાં એક દૂધનો પ્યાલો મંગાવ્યો. જેવો તેની પાસે હાજર કરવામાં આવ્યો કે તેને પોતાની આંગળી તેમાં બોળીને હલાવવા માંડ્યો. “હં…”…read more