જીવન સરિતા
જયારે તમે જીવન સાથે વહેતા રહેવાનું શીખી લો છો, ત્યારે જીવન એક સુંદર અને આનંદમય યાત્રા બની જાય છે.
એક દિવસે, માં શમતા ઓમે (મારા અગ્રિમ શિષ્યા અને હું ઓળખું છું ત્યાં સુધી તેઓ એક અત્યંત ગરિમાપૂર્ણ અને સુંદર આત્મા છે) એક ખુબ જ ગહન વાત કહી અને તે પણ તેમની સામાન્ય સરળતાથી. “સ્વામી,” તેમને કહ્યું, “મને એક વિચાર આવ્યો, માનવ જીવન કેટલું સુંદર અને સરળ છે. રોજ સવારે ઉઠો, સારા કર્મ કરો, ભરપેટ ભોજન કરો, બીજાને મદદ કરો, માનવસેવા કરો અને થોડો આરામ કરો. બસ આટલું જ છે. પરંતુ કોઈ કારણોસર, આપણામાંનાં મોટાભાગનાં લોકોએ જીવનને જરૂર કરતાં વધારે વિચારો અને ચિંતા કરીને ખુબ જ પેચીદું બનાવી દીધું છે.”…read more