ॐ સ્વામી

સુંદર જીવન

જો મૃત્યુ ન હોત અને બધાં જ જો અમર હોત તો શું થાત? શું જીવન શાશ્વત હોત તો વધારે સારું હોત?

આજે બપોરે જયારે હું આશ્રમમાં મુલાકાતીઓને મળીને મારા ઓરડામાં પાછો ફર્યો, ત્યારે વરસાદ વરસવાનો બંધ થઇ રહ્યો હતો. થોડું થોડું ઝરમર ચાલુ હતું અને તમે જાણે કોઈ ભેજ વાળા વાદળોમાં ન ઉભા હોવ તેવો અનુભવ થઇ રહ્યો હતો. થોડી જ વારમાં ઝરમર પણ બંધ થઇ ગયું હતું. મને દુર દુર પંખીઓનો અવાજ સંભળાઈ રહ્યો હતો. શિયાળાનો સૂરજ જાણે રમત રમતો હોય તેમ વાદળામાંથી ડોકિયું કરીને એક હૂંફાળી રજાઈ ઓઢાડી રહ્યો હતો. પંખીઓનો કલરવ નજીક સંભળાવા લાગ્યો. હું ઉભો થયો અને બીજી બારીમાંથી બહાર જોયું. અરે, શું સુંદર દ્રશ્ય હતું એ!…read more

નવી ટેવ કેમ પાડવી

ચીની વાંસની વાર્તામાં નવી ટેવ પાડવાની કલા માટેનો એક સુંદર બોધ રહેલો છે.

ઘણી વખત ઘણાં લોકો મને એવું કહેતા હોય છે કે તેઓ ધ્યાન કરવાં માટે બેસે છે પણ તેમનું મન બીજે જ ભટકવા માંડે છે. કે પછી તેઓ કોઈ નવી કલા શીખવાની કોશિશ કરે છે પરંતુ તે બહુ અઘરું પડે છે. એવું કેમ બને છે કે અમુક લોકો નવી ટેવને બહુ સહજતાથી હસ્તગત કરી લે છે અને વિના પ્રયત્ને તેમાં માહેર પણ બની જાય છે જયારે અમુક લોકો બહુ ખરાબ રીતે નિષ્ફળ જતાં હોય છે? ચાલો હું તમને ચીની વાંસની વાર્તાથી શરૂઆત કરતાં કહું. ચીની વાંસ એ ખુબ જ અસામાન્ય હોય…read more

તમારી આધ્યાત્મિક સંપત્તિ

આંતરિક શાંતિનાં સમુદ્રમાં ઉઠતાં તોફાની લાગણીઓનાં મોજામાં તમને પાર ઉતારે તેવી નૈયા કઈ છે?

ઐતિહાસિક અને દંતકથા સમાન એવા રૂમીનાં મસાન્વી કાવ્યમાં, એક સુંદર છતાં થોડી અભદ્ર એવી એક વાર્તા છે એક ગરીબ અને એક લોભી માણસની. એક ગરમ અરબી ઉનાળાનાં દિવસે એક દુર્બળ અને ઘરડો ભિખારી ભીખ માંગવા માટે એક ધનવાન માણસનો દરવાજો ખટખટાવે છે. તેની દયાભરી હાલત જોઈને દરવાન તેને વરંડા સુધી અંદર આવવા દે છે અને ત્યાં રાહ જોવાનું કહે છે. જેવો ઘરનો માલિક આવે છે, ભિખારી આજીજી કરવાં લાગે છે, “મહેરબાની કરીને સાહેબ, મને રોટલીનો એક ટુકડો આપો?” “તને શું લાગે છે,” માલિકે તેને ખખડાવતાં કહ્યું, “આ શું દુકાન છે?”…read more

ખાલીપાની લાગણી

ખાલીપાની લાગણી તમારી પહોંચમાં કેટલી વાતો છે તેની સાથે સંબંધિત નથી. તેને તો તમારા આનંદનાં કેન્દ્રબિંદુ સાથે લેવાદેવા છે.

ખાલીપો એ એક ખરી લાગણી છે. તે કોઈ બિમારી નથી. તે ફક્ત એકાકીપણું, દુઃખી હોવું, અસમંજસ હોવી કે બધાથી વિયોજન થઇ જવાંની વાત માત્ર નથી, પરંતુ આ બધાની એક મિશ્ર લાગણી છે. કોઈ એક સમયે, આપણામાંનું દરેકજણ એક પીડાદાયક ખાલીપાની લાગણી અનુભવતું હોય છે. એક દિવસે મને એક ખુબ જ સુંદર વાક્ય વાંચવા મળ્યું: હું એમ વર્તુ છું જાણે કે બધું બરાબર હોય. હું લોકોના રમુજી ટુંચકા ઉપર હસું છું, હું મારા મિત્રો સાથે મળીને અર્થહીન હરકતો કરું છું, અને એમ વર્તુ છું કે જાણે મારું જીવન જાણે કે નિશ્ચિંત…read more