ॐ સ્વામી

સમર્પણ ઉપર બે શબ્દ

કાયમ લીલાછમ નહિ રહી શકતાં વૃક્ષ ઉપર જેમ પાનખરની ઋતુમાં સુંદર રંગો દેખાય છે તેવી જ રીતે સમર્પણમાં પણ એવી સુંદરતા જોવાની વાત છે.

જીવન એ એક રમુજ પમાડે એવો ધંધો છે. આપણને જેટલું એમ લાગે કે આપણને ખબર પડી ગયી છે તેટલું જ તે વધારે રહસ્યમય બનતું જાય છે. કોઈ હોશિયાર જાદુગરની જેમ, તે આપણને તેની વિવિધ યુક્તિઓ બતાવીને દંગ કરી દેતું હોય છે. એવું પણ બને છે કે તેની તમામ અચંબાભરી યુક્તિઓ કઈ કાયમ વ્હાલી લાગે જ એવું પણ નથી. કોઈ કોઈ તો એકદમ ક્રૂર મજાક પણ લાગી શકે છે. અને જયારે જીવન તમને અણધાર્યો આંચકો આપે ત્યારે તમારી આંતરિક શક્તિની પરીક્ષા થતી હોય તેવું લાગે છે. અને આવા સમયે જીવન છે…read more

પ્રેમ અને નફરત

પ્રેમ દિવ્ય છે, તે આપણી દરેકની અંદર સહજ હોય છે. તો બીજી બાજુ નફરત, એ એવી વસ્તુ છે કે તે આપણે શીખતા હોઈએ છીએ.

મને દરેક પ્રકારનાં ઈ-મેઈલ મળતાં હોય છે. એક સ્વયંસેવકોની ટુકડી દ્વારા તે દરેક ઈ-મેઈલને વર્ગીકૃત કરવામાં આવે છે. લગભગ ૫૦% વાંચકો તેમનાં જીવનમાં ચાલી રહેલાં ઉતાર-ચડાવ વિશે મારો અભિપ્રાય પૂછતાં હોય છે. ૩૦%થી પણ વધુ ઈ-મેઈલ લોકો પોતાની કૃતજ્ઞતા વ્યકત કરતાં લખતાં હોય છે. કેટલાંક ૧૦% લોકો તેમનો પોતાનો ફિલસુફીક દ્રષ્ટિકોણ વ્યક્ત કરતાં લખતાં હોય છે. ૧% (કે તેનાંથી પણ ઓછા) ઈ-મેઈલ એવાં હોય છે કે જેમાં લોકો મને મારા કાર્યમાં પોતે કઈ રીતે મદદરૂપ થઇ શકે તેવું પૂછતાં હોય છે. બાકીનાં ૯% લોકો પોતાની નફરત વ્યક્ત કરતાં હોય છે….read more

વાંદરો અને નારીયેળ

શું અનાસક્ત થવું શક્ય છે? આ એક સુંદર વાર્તા છે જેમાં અનાસક્તિ ઉપરનો ગહન સંદેશ રહેલો છે.

કાલાતીત વેદો અને અસંખ્ય ફિલસુફી પ્રબંધો શાંતિમય જીવન માટે, અનાસક્તિ અને સમતા વિશે વાત કરે છે. શું તે વ્યવહારુ, થઇ શકે તેવું છે ખરું? અનાસક્તિનાં વિષય ઉપર મને ગઈકાલે નીચેની ટીકા મળી (શબ્દશ: અહી રજુ કરું છું.): આપણી અંદર ઘણાં બધાં હોર્મોન તેમજ શારીરિક, રસાયણિક અને જૈવિક ઘટકો આવેલાં છે કે જે દિન પ્રતિદિન આપણી માનસિકતા સાથે કામ કરે છે અને સમાજમાં ઘણાં ગુરુઓ છે કે જે કહેતા રહેતાં હોય છે ‘અરે, આ છોડી દો અને તેનો ત્યાગ કરી દો…’ અરે તેઓ પણ જાણે છે કે તમારા ‘આનંદ, સ્વાદ અને…read more

મનની ચટરપટર

જો તમારે જીવનની સુંદરતાને માણવી હોય તો આ ચટરપટર કરતાં યંત્રને બંધ કરવાનું શીખી લો.

એક સામાન્ય કહેવત એવી છે કે આપણે આ જગતમાં કશું પણ લીધા વગર આવ્યાં છીએ અને કશું પણ લીધા વગર જવાનું છે. હશે, કદાચ. જો એ કદાચ સંપૂર્ણપણે સત્ય હોય તો સારું પણ છે. હકીકત તો એ છે કે, આપણે ઘણું બધું લઈને જન્મ્યાં હોઈએ છીએ અને ઘણું બધું આપણી સાથે લઈને પણ જઈશું. એક રીતે, આપણા કર્મો તો આપણી સાથે જવાના જ છે. તમે કદાચ પુનર્જન્મમાં માનતાં હોવ કે સ્વર્ગમાં, આપણા કર્મો આપણા વર્તમાન જીવનકાળની પેલે પાર સુધીનાં ભવિષ્યને પણ નક્કી કરતાં હોય છે. જન્મની વાત પર પાછા ફરીએ…read more

સફળ માણસોનો પ્રથમ ગુણ

સમગ્ર જીવન એ પસંદગીઓની વાત છે. કોઈ સમયે, તમારે કયા રસ્તે આગળ ધપવું છે તે નક્કી કરવું પડતું હોય છે.

હું નિયમિતપણે વિવિધ પ્રકારનાં લોકોને મળતો હોવ છું. તેમાં ચાર્ટર્ડ પ્લેનમાં ફરવાં વાળાથી માંડીને મોટરગાડીમાં ફરવાં વાળાનો સમાવેશ થાય છે, અને એવાં લોકોનો પણ સમાવેશ થાય છે કે જેઓ ક્યારેય પ્લેનમાં નથી બેઠા કે જેમને બે રૂપિયાની બસ ટીકીટ પણ પોષાતી નથી. ટૂંકમાં, તેમાંનાં ઘણાં એવાં છે કે જેઓ રાત્રે સુઈ નથી શકતાં કેમ કે તેમની પાસે ઘણું બધું હોય છે અને જયારે કેટલાંક એવાં છે કે જેઓ રાત્રે સુઈ નથી શકતાં કેમ કે તેમની પાસે બહુ ઓછું હોય છે. તો પછી હું એવું માનું છું કે રાતે નિરાંતે સુવા…read more