ॐ સ્વામી

A Fistful of Love – એક મુઠ્ઠીભર પ્રેમ

A Fistful of Love - એક મુઠ્ઠીભર પ્રેમ એ મારું નવું પુસ્તક છે કે જેમાં પ્રેમ, સંબંધ, અને જીવન વિશે મેં લખેલા મારા બ્લોગનાં ૫૦ લેખોનું સંકલન છે.

એક વખત બુદ્ધ બીજા નવ સંન્યાસી શિષ્યો સાથે નદી કિનારે ચાલી રહ્યાં હતાં. પોતાની શાંત અને પ્રભાવશાળી અદાથી તેઓ આનંદને સજાગતા વિશે વાત કરી રહ્યાં હતાં, ત્યારે અચાનક જ નવે નવ શિષ્યો ઉભા રહી ગયા, અને નદીની બીજી બાજુ વિસ્મયભરી નજરે જોવા લાગ્યા. ત્યાં એક યોગી નદી પાર કરીને તેમની તરફ આવી રહ્યાં હતાં. સામાન્ય રીતે, આ દ્રશ્ય કોઈ ખલેલ પહોંચાડે એવું નહોતું. ખાસ કરીને બુદ્ધ પોતે જયારે સજાગતા ઉપર પ્રવચન આપી રહ્યાં હોય ત્યારે. આ યોગી, જોકે, નદી કોઈ નાવમાં બેસીને પાર નહોતા કરી રહ્યાં, તેઓ તેને તરીને પણ…read more

એકમાત્ર સિદ્ધાંત

એક માર્ગદર્શક સિદ્ધાંત એ દીવા જેવો હોય છે. આપણી આજુબાજુનો અંધકાર તે દુર કરે છે, અને આપણને વધુ સારી પસંદગીઓ કરવામાં મદદ કરે છે.

ઘણીવાર આપણે અમુક ચોક્કસ રીતે રહેવાની, અમુક રીતે વર્તવાની, અમુક ચોક્કસ વસ્તુઓ કરવાની યોજનાઓ અને પ્રતિજ્ઞાઓ કરીએ છીએ, પરંતુ લાલચનું એક મોજું આવે, એક નાની દલીલ થાય, એક નાનકડો વિરોધ થાય કે બસ પત્યું, બધું જ ધોવાઇને વહી જતું હોય છે. આપણે આપણા વચનો ભૂલી જતાં હોઈએ છીએ. આપણને આપણા વચનો ભૂલી જતાં હોઈએ છીએ અને પાછાં હતાં ત્યાંને ત્યાંજ આવી જતાં હોઈએ છીએ. પછી આપણે ચિંતા કરવાં લાગીએ છીએ અને આપણા પોતાનાં જ વચનો નહિ પાળવા બદલ આપણી જાતને જ દોષ આપવા લાગીએ છીએ. આપણને માઠું લાગવાં માંડે છે,…read more

ખાલી નાવ

જયારે બીજી વ્યક્તિ આપણી અંદર ક્રોધ ઉશ્કેરવા માટે જવાબદાર હોય ત્યારે શું કરવું? કે પછી ખરેખર તેઓ તેમ કરી શકતાં હોય છે?

જયારે તમારો કોઈ વાંક ન હોય પરંતુ સામે વાળી વ્યક્તિ તમારી અંદર ગુસ્સો જગાડે તો શું કરવું? હકીકતમાં આ સવાલ વારંવાર પૂછાતો હોય છે. ચાલો હું ચોંગ ત્ઝુંની શિક્ષા પર આધારિત એક પ્રખ્યાત ઝેન વાર્તા પરથી શરૂઆત કરું. જેમ કે અમુક લોકો પોતાની ગાડી અને બીજા ઉપકારણો માટે ગાંડા હોય છે (હા, ગાંડા), તેમ એક વ્યક્તિ હોય છે કે જે પોતાની નાવ માટે ગાંડો હોય છે. દર રવિવારે, તે તેને સાફ કરતો, તળાવે લઇ જતો, અને પછી પાછો લાવતો અને ફરીથી તેને સાફ કરતો. તે પોતાની પત્ની કે બાળકોને તે…read more

શ્રદ્ધાની વાર્તા

અહી મહાભારતમાં આવતી શ્રદ્ધા અને સમર્પણની એક સુંદર વાર્તા છે.

ચાલો હું મહાભારતમાં આવેલી મારી પ્રિય વાર્તાઓમાંની એક વાર્તા સાથે શરૂઆત કરું. શ્રદ્ધા અને સમર્પણની વાર્તા, નસીબ અને દિવ્યતાની વાત. આ પ્રસંગ જયારે ભારતનાં ઈતિહાસમાં સૌથી લોહીલુહાણ યુદ્ધ લડવા માટે દેશભરમાંથી લશ્કરો એક જગ્યાએ ભેગા થયાં હતાં ત્યારે બન્યો હતો. આ કૌરવો અને પાંડવો વચ્ચેનું મહાયુદ્ધ હતું કે જે ૧૮ દિવસ સુધી લડાવાનું હતું.કુરુક્ષેત્રનું મેદાન મહાકાય અશ્વારોહી સૈન્યને સમાવવા માટે તૈયાર કરવામાં આવી રહ્યું હતું. પ્રતિદ્વંદ્વીઓના વિસ્તારો આંકવામાં આવ્યા હતાં. દરિયા જેવડા મોટા સૈન્યનાં ભોજન પકવવા માટે અનેકગણું લાકડું એકત્રિત કરવામાં આવી રહ્યું હતું. હાથીઓ વડે વૃક્ષો જમીનદોસ્ત કરી ખુલ્લો…read more