ॐ સ્વામી

સૌથી વધુ નફો રળી આપનારો સોદો

ગુરુ નાનકદેવનું જીવન પોતે જ એની રીતે એક શિક્ષણ છે, એક દિવ્ય સંદેશ. આ રહી તેમનાં જીવનની એક સુંદર વાર્તા.

ગયા અઠવાડિયાની જેમ, આજે પણ મને એક વાર્તાથી શરૂઆત કરવાનું મન થાય છે, એક જ્ઞાની ગુરુનાં જીવનની એક દંતકથા. તમે આ વાર્તા પહેલાં પણ અનેક વાર સાંભળી હશે, તેમ છતાં જેની પાસે પોતાનાં જીવન ઉપર ચિંતન કરવાનો સમય છે તેનાં માટે તેની અંદર એક પ્રેરણાદાયી સંદેશ રહેલો છે. ગુરુ નાનક દેવ ભાગ્યેજ અઢાર વર્ષનાં હશે જયારે આ પ્રસંગ બન્યો હતો. તેમના પિતા મેહતા કાલુ એક ધંધાદારી વ્યક્તિ હતાં અને તે પોતાના પુત્રને દુન્વયી સુખો તરફ વાળવા માટે નિરર્થક કોશિશ કરી રહ્યાં હતાં. ગુરુ નાનક, જો કે, કોઇ સામાન્ય વ્યક્તિ નહોતાં…read more

શું તમે જીવનને દુઃખ આપો છો?

દયા અને પ્રેમ વિશેની એક સુંદર વાર્તા કે જેમાં એક ઊંડી સમજ છે જે આપણા જીવનને કિંમતી બનાવી શકે છે.

ચાલો હું તમને બુદ્ધનાં જીવનની વાર્તા શરૂઆતથી કહું, બુદ્ધ કે જે સંસારત્યાગ પહેલાં રાજકુમાર સિદ્ધાર્થ તરીકે ઓળખાતાં હતાં.સિદ્ધાર્થ અને તેમનો પિતરાઈ ભાઈ દેવદત્ત એક આખો દિવસ જંગલમાં ગુજારવાનું નક્કી કરે છે,  તેઓ વૃક્ષનાં છાયાંમાં આરામ કરે છે, તળાવમાં રમે છે અને જોડે આવેલાં નોકર-ચાકર તેમને લાડ લડાવતાં હોય છે. એક રાજવી કાફલો તેમનાં આરામ અને સલામતી માટે ગોઠવવામાં આવ્યો હતો. દેવદત્ત પણ તેનું ધનુષ્યબાણ લઈને આવ્યો હતો જો કે તેઓ બન્ને શિકાર નહિ કરવા માટે સહમત હતાં. તેઓ તળાવમાં રમતાં હતાં ત્યારે ત્યાં નજીકમાં એક હંસ ઉતર્યું. આવો સોનેરી મોકો…read more

શું જયોતિષ શાસ્ત્ર સાચું હોય છે?

બ્રહ્માંડમાં રહેલાં કરોડો ગ્રહોમાંથી શું નવ ગ્રહો જ આપણા ભાગ્યવિધાતા હોય છે?

કરોડો લોકો જ્યોતિષીઓને અનેક કારણોસર મળતાં રહેતાં હોય છે. એમાંના હજારો લોકો મને દર વર્ષે ઈ-મેઈલ કરતાં હોય છે. મોટાભાગે, તેઓ ત્યાંરે લખતાં હોય છે જયારે તેઓ તેમના જ્યોતિષે તેમના ભવિષ્ય વિશે જે કઈ કીધું હોય તેને લઇને તેઓ ચિંતિત હોય. અને, સામાન્ય રીતે, એજ ભવિષ્ય ભાખનાર તેમને કોઈ ઉપાય વિશે પણ બતાવતાં હોય છે, જેમ કે આ પથ્થર પહેરો, આમ કરો કે તેમ કરશો તો આવનાર બરબાદી આપોઆપ ટળી જશે. મોટાભાગે (હંમેશાં નહિ જો કે), આ કહેવામાં આવેલાં ઉપાયમાં કોઈ નાણાંકીય કિંમત પણ રહેલી હોય છે. અને અહી જ્યોતિષીઓ…read more

When All Is Not Well – જયારે બધું સારું ન હોય.

જયારે ફક્ત બધું બરાબર લાગતું હોય તેનો અર્થ એ નથી કે તે બધું બરાબર છે. આ તણાવનું સત્ય છે.

જીવન બહુ અઘરું છે. તે ખરેખર છે. હું કઈ બીલ ભરવાની, દેવામુક્ત રહેવાની, મુસીબતના સમય માટે બચત કરવાની, તંદુરસ્ત રહેવાની, નિવૃત્તિ માટે આયોજન કરવાની કે સંબધો સાચવવાની વાત નથી કરી રહ્યો. એ તો કશું જ નથી (મજાક કરું છું). નિ:શંક આ બધા પરિબળો આપણા જીવનને ચુનોતીભર્યું તેમજ લાભદાયી પણ કદાચ બનાવે છે. હું તો ખરેખર એક સરળ વાત કરું છું: ખુશ રહેવાની. આપણે જે કઈ પણ બધી સખત મહેનત સખત પ્રમાણિકતાથી કરીએ છીએ તેમ છતાં પણ ખુશી તો એક ક્ષણિક ટકતી લાગણી જ રહે છે, એક છેતરામણી લાગણી, જેમ કે…read more

ચિંતાઓની પેલે પારનું જીવન

એવું કહેવાય છે કે હંસ તો મોતીનો ચારો ચરે છે જયારે સામાન્ય પક્ષીઓ તો તેનાંથી ઘણા ઓછા માટે ચલવી લેતાં હોય છે.

મેક્સીમ ગોર્કીએ કહ્યું હતું, “એક વખત એક કાગડો હતો, તે એક ખેતરમાંથી એક ટેકરી ઉપર ઉડ્યો, એક વાડા ઉપરથી બીજા વાડા ઉપર અને એવી રીતે પોતાનું જીવન જીવ્યો. ત્યારબાદ તે મરી ગયો અને સડી ગયો. – આમાં શું જીવનનું મહત્વ છે? કઈ જ નહિ!” તો પણ, આપણામાંના મોટાભાગનાં લોકો ગોર્કીના કાગડા જેવું જ જીવન જીવતાં હોય છે. શા માટે? તમે ક્યારેય બેસીને તમારા પોતાનાં વિચારોનાં પ્રકારની ચકાસણી કરી છે ખરી? એક ફક્ત સાક્ષીભાવથી નહિ પરંતુ એક આલોચનાપૂર્વક અવલોકનકાર તરીકેની? કે જેથી કરીને તમે માત્ર તમારા વિચારોને ફક્ત એક મુક સાક્ષી…read more